'ભાઈજાન'ને મોંઘી ગિફ્ટ્સ:56મા જન્મદિવસ પર સલમાન ખાનને ડાયમંડ બ્રેસલેટથી લઈ ઓડી કાર ભેટમાં મળી, પરિવાર ને મિત્રોએ શું આપ્યું?

મુંબઈ5 મહિનો પહેલા
  • સલમાન ખાનનો 27 ડિસેમ્બરના રોજ જન્મદિવસ હતો

સોમવાર, 27 ડિસેમ્બરના રોજ સલામન ખાનનો 56મો જન્મદિવસ હતો. સલમાને નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો સાથે બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી હતી. કોરોનાને કારણે સલમાન ખાને ભવ્ય પાર્ટી આપી નહોતી. આટલું જ નહીં પાર્ટીમાં આવેલા તમામ મહેમાનોનો RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. 56મા બર્થડે પર સલમાન ખાનને મિત્રો તથા પરિવારે મોંઘી ગિફ્ટ્સ પણ આપી છે.

કોણે શું આપ્યું?
વેબ પોર્ટલ 'સ્પોટબોય'ના અહેવાલ પ્રમાણે, સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા તથા હવે ખાસ મિત્ર કેટરીના કૈફે 2-3 લાખ રૂપિયાનું સોનાનું બ્રેસલેટ આપ્યું હતું. જેકલીન ફર્નાન્ડિઝે 10-12 લાખ રૂપિયાની ચોપાર્ડ બ્રાન્ડની ઘડિયાળ આપી હતી.

શિલ્પા શેટ્ટી-સલમાન ખાન.
શિલ્પા શેટ્ટી-સલમાન ખાન.

સલમાન ખાનના બેસ્ટ ફ્રેન્ડ સંજય દત્તે 7-8 લાખ રૂપિયાનું ડાયમંડ બ્રેસલેટ તો શિલ્પા શેટ્ટીએ પણ ગોલ્ડ-ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું છે. આ બ્રેસલેટની કિંમત અંદાજે 16-17 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. અનિલ કપૂરે સલમાનને 27-29 લાખ રૂપિયાનું લેધર જેકેટ આપ્યું છે.

56મા બર્થડે સેલિબ્રેશન દરમિયાન સલમાન ખાન.
56મા બર્થડે સેલિબ્રેશન દરમિયાન સલમાન ખાન.

પરિવારે પણ મોંઘીદાટ ગિફ્ટ્સ આપી
વાત હવે સલમાનના પરિવારની કરીએ તો એક્ટરની લાડલી નાની બહેન અર્પિતાએ રોલેક્સની 15-17 લાખ રૂપિયાની ઘડિયાળ આપી છે તો અર્પિતાના પતિ આયુષે 73-75 હજાર રૂપિયાની સોનાની ચેન આપી છે. અરબાઝ ખાને ઓડી RS Q8 આપી છે. આ કારની કિંમત 2-3 કરોડ રૂપિયા છે. નાના ભાઈ સોહેલ ખાને BMW S 1000 RR બાઈક આપ્યું છે. આ બાઇક અંદાજે 23-25 લાખ રૂપિયાનું છે. સલમાન ખાનના પિતા સલીમ ખાને દીકરાને જુહૂમાં 12-13 કરોડ રૂપિયાનો ફ્લેટ આપ્યો છે.

56મા બર્થડે પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન સલમાન ખાન.
56મા બર્થડે પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન સલમાન ખાન.

જન્મદિવસ પહેલાં સાપે ડંખ માર્યો
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન બર્થડે સેલિબ્રેટ કરે તે પહેલાં પનવેલ સ્થિત અર્પિતા ફાર્મ હાઉસમાં સાપે ડંખ માર્યો હતો. સલમાનને અડધી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા 6-7 કલાક સારવાર આપવામાં આવી હતી અને પછી ડિસ્ચાર્જ કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં સલમાને કહ્યું હતું કે સાપે તેને ત્રણવાર હાથ પર ડંખ માર્યો હતો. તેની નાની બહેન અર્પિતા ઘણી જ ડરી ગઈ હતી. જોકે, તેણે તો સાપ સાથે સેલ્ફી પણ લીધી હતી.