તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • On Aditya Narayan's Marriage, Father Udit Narayan Said, "Only One Thing Was Said To The Son, If Anything Happens Later, Don't Blame The Parents"

ઇન્ટરવ્યૂ:આદિત્ય નારાયણનાં લગ્ન પર પિતા ઉદિત નારાયણ બોલ્યા, 'દીકરાને માત્ર એક જ વાત કહી, આગળ જઈને કઈ થયું તો માતાપિતાને દોષ ન આપતો'

7 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

સિંગર-હોસ્ટ આદિત્ય નારાયણ ટૂંક સમયમાં તેની ડેબ્યુ ફિલ્મ 'શાપિત'ની એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવાનો છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આદિત્યના પિતા ઉદિત નારાયણે તેના દીકરાનાં લગ્ન સાથે જોડાયેલી અમુક વાતો શેર કરી છે.

કોરોનાએ બધી ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું
ઉદિત નારાયણે કહ્યું કે, 'આદિત્ય અને શ્વેતાના લગ્નની તૈયારીની વાતો ચાલી રહી છે અને બધું ઠીક રહ્યું તો 1 ડિસેમ્બરે તેનાં લગ્ન કરાવી દઈશું. સાચું કહું તો આ વર્ષે અમે આદિત્યનાં લગ્ન કરાવવા ઇચ્છતા ન હતા. અમારી તો ઈચ્છા હતી કે એક જ દીકરો છે તો તેનાં લગ્ન ધૂમધામથી કરશું પણ કોરોનાને કારણે બધા પર પાણી ફરી ગયું. ઘણું વિચાર્યા પછી અમે આ નિર્ણય કર્યો કે આ જ વર્ષે અમે તેને એક નવી જવાબદારી સોંપી દઈએ. ઓછા લોકો વચ્ચે મુંબઈમાં જ લગ્નની બધી વિધિ થશે. સાચું કહું તો દિલથી ઈચ્છું છું કે લગ્ન એકદમ લેવિશ રીતે થાય, લગભગ 300 લોકો સામેલ થાય પણ સરકારના આદેશ વિરુદ્ધ નહીં જાવ. આશા રાખું છું કે ડિસેમ્બર સુધી સ્થિતિ થોડી સારી થઇ જાય જેથી એકમાત્ર દીકરાનાં લગ્ન એન્જોય કરી શકું.'

આગળ જઈને કઈ થયું તો માતાપિતાને દોષ ન આપતો
આદિત્યના લગ્નના નિર્ણય વિશે ઉદિત નારાયણે કહ્યું કે, 'હું તેને ઘણા સમયથી ઓળખતો હતો પરંતુ આદિત્યની માત્ર ફ્રેન્ડ તરીકે. સ્વાભાવિક છે કે દરેક માતાપિતાની જેમ અમે પણ ઇચ્છીએ છીએ કે આદિત્ય બને એટલો જલ્દી સેટલ થઇ જાય. અમે તેને ઘણી છોકરીઓ દેખાડવાની ટ્રાય પણ કરી હતી પણ તે ન માન્યો.

31 ઓગસ્ટે લગ્નની વાત કરી હતી
મને યાદ છે કે 31 ઓગસ્ટે તે મારી પાસે આવ્યો અને કહ્યું કે પપ્પા મેં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સાંભળીને થોડો ચોંકી ગયો હતો પણ પછી તેને આખી વાત રજૂ કરી. આદિત્યે મને શ્વેતા વિશે જણાવ્યું કે તે તેને 10 વર્ષથી જાણે છે અને તેને લાઈફ પાર્ટનર બનાવવા ઈચ્છે છે. મેં તેને માત્ર એક વાત કહી કે આગળ જઈને કઈ થયું તો માતાપિતાને દોષ ન દેતો.

તેણે કહ્યું હોત તો મેં તેના માટે સારી છોકરી શોધી દીધી હોત
મેં તેના માટે અત્યારસુધી ઘણું બધું કર્યું છે, જો તેણે કહ્યું હોત તો હું સારી છોકરી શોધી આવત. પરંતુ હવે તે મોટા થઇ ગયા છે. તેની ખુશીમાં અમારી ખુશી છે. બસ પછી છોકરા છોકરી રાજી તો શું કરશે કાજી?' 1 ડિસેમ્બરે આદિત્ય અને શ્વેતા મુંબઈના એક મંદિરમાં લગ્ન કરશે જેમાં માત્ર 50 લોકો જ સામેલ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો