તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાઈના ડિવોર્સ પર રિએક્શન:આમિર-કિરણના છૂટેછાડા પર ફૈઝલે કહ્યું, મારા લગ્ન ટક્યા નથી તો હું બીજાને શું સલાહ આપું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાન લાંબા સમયે ફિલ્મમાં કમબેક કરી રહ્યો છે. તેણે ફિલ્મ 'ફેક્ટરી' બનાવી છે. આ ફિલ્મને ફૈઝલે ડિરેક્ટ કરી છે અને તે ફિલ્મમાં પમ કામ કરી રહ્યો છે. ફૈઝલે પોતાની ફિલ્મના કમબેક તથા આમિર સાથેના બોન્ડિંગ પર વાત કરી હતી.

ફૈઝલે કહ્યું હતું, 'અમારી વચ્ચે બધું જ ઠીક છે. હું મારા નિર્ણયો જાતે કરું છું. ફિલ્મ બનાવવામાં મેં મારું બેસ્ટ આપ્યું છે અને મારા પ્રોડ્યૂસર્સે મને ઘણી જ મદદ કરી છે. હવે ભગવાન તથા દર્શકોનો નિર્ણય જોવાનો છે.'

આમિરના ડિવોર્સ પર ફૈઝલે આ વાત કહી
ઇન્ટરવ્યૂમાં ફૈઝલને પૂછવામાં આવ્યું કે તે આમિર તથા કિરણ રાવના ડિવોર્સ અંગે શું વિચારે છે, તો તેણે કહ્યું હતું, 'હું કોઈને સલાહ આપતો નથી. મારા લગ્ન ટક્યા નથી તો મને બીજાના અંગત જીવન પર કમેન્ટ કરવાનો કોઈ હક નથી. તેમને ખ્યાલ છે કે તેમની ભલાઈ શેમાં છે.'

ફરી લગ્ન કરશે?
આ સવાલના જવાબ પર ફૈઝલે કહ્યું હતું કે તેની પાસે એટલા પૈસા નથી કે તે પત્નીને અફોર્ડ કરી શકે અને તેની કોઈ ગર્લફ્રેન્ડ પણ નથી, કારણ કે આ સંબંધોમાં ઘણો જ ખર્ચ છે. પત્ની માટે તો વધુ ખર્ચ કરવો પડે છે. ફિલ્મ હિટ તો યુવતી શોધવાનું શરૂ.

'મેલા'માં આમિર-ફૈઝલ સાથે જોવા મળ્યા હતા
ફૈઝલ તથા આમિરે 'મેલા'માં સાથે કામ કર્યું હતું. જોકે, ફૈઝલ ભાઈની જેમ સફળ થઈ શક્યો નહીં. કહેવાય છે કે ફૈઝલ માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો અને એક દિવસ કોઈને કહ્યા વગર ભાગી ગયો હતો. જોકે, થોડાં દિવસ બાદ તે પરત ફર્યો હતો. ત્યારબાદ તેણે ભાઈ પર અનેક આક્ષેપો મૂક્યા હતા. તેણે કહ્યું હતું કે તેના આમિરે તેને ઘરમાં પૂરીને રાખ્યો હતો. તે માનસિક રીતે બીમાર છે, તેમ કહીને દવાઓ લેવા માટે મજબૂર કરવામાં આવતો હતો. આ આરોપોથી ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, આ દરમિયાન ફૈઝલ માનસિક રીતે બીમાર હતો. આ ઉપરાંત ફૈઝલે આમિર પર સંપત્તિ પડાવી લેવાનો પણ આરોપ મૂક્યો હતો.