બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચાની ફિલ્મ 'જનહિત મેં જારી'એ બે દિવસમાં એક કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. પહેલા દિવસ કરતાં બીજા દિવસે કમાણીમાં 90.70%નો ગ્રોથ આવ્યો છે. જોકે, ફિલ્મને દર્શકો તથા ક્રિટિક્સે વખોડી છે. 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ફ્લોપ જશે તેમ ટ્રેડ પંડિતોનું માનવું છે.
બે દિવસમાં 1.25 કરોડની કમાણી
તરણ આદર્શે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને બીજા દિવસે ફિલ્મે 82 લાખની કમાણી કરી હતી. પહેલા દિવસે ફિલ્મે 45 લાખનું કલેક્શન કર્યું હતું. આ રીતે બે દિવસમાં ફિલ્મે 1.25 કરોડની કમાણી કરી છે.
અનેક શો કેન્સલ થયા
ટ્રેડ એનાલિસ્ટ માને છે કે ફિલ્મ ત્રણ દિવસમાં 2થી અઢી કરોડની કલેક્શન કરશે. આ ફિલ્મનો લાઇફ ટાઇમ બિઝનેસ પણ 3-4 કરોડની આસપાસ રહેશે. ફિલ્મ ભારતમાં 1200 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મને નબળો પ્રતિસાદ મળતા અનેક શો કેન્સલ થયા છે. ફિલ્મ 10 જૂને રિલીઝ થઈ છે.
'જુરાસિક વર્લ્ડ 3' ને '777 ચાર્લી'ની કમાણીમાં ઉછાળો
10 જૂને જ રિલીઝ થયેલી 'જુરાસિક વર્લ્ડ ડોમિનિયન' તથા કન્નડ ફિલ્મ '777 ચાર્લી'એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. રક્ષિત શેટ્ટીની '777 ચાર્લી'એ બે દિવસમાં 14 કરોડથી વધુની કમાણી કરી છે, જ્યારે 'જુરાસિક..'એ 23 કરોડનો બિઝનેસ કર્યો છે.
'જનહિત મેં જારી'ની હાલત 'ધાકડ', 'અનેક', 'રનવે 34', 'હીરોપંતી 2' તથા 'જયેશભાઈ જોરદાર' જેવી થશે, તેમ ટ્રેડ એનાલિસ્ટ માની રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.