તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધ તૂટ્યો:નુસરત જહાંએ પતિ નિખિલથી અલગ થયા બાદ સો.મીડિયામાંથી લગ્નની તમામ તસવીરો ડિલિટ કરી, કહ્યુ- મોં બંધ રાખે તેવી સ્ત્રી હું નથી

મુંબઈ4 દિવસ પહેલા
  • નુસરતે 2019માં તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં હતાં

બંગાળી એક્ટ્રેસ તથા TMC સાંસદ નુસરત જહાં પતિ નિખિલ જૈનથી અલગ થયા બાદ ચર્ચામાં આવી છે. હાલમાં જ નુસરતે સો.મીડિયા અકાઉન્ટમાંથી લગ્નની તમામ તસવીરો ડિલિટ કરી નાખી છે. આ પહેલાં નુસરતે કહ્યું હતું કે વર્ષ 2019માં તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે થયેલા લગ્ન ભારતમાં માન્ય નથી. તેણે પતિ પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા.

તસવીર ડિલિટ કર્યા બાદ આ વાત કહી
લગ્નની તસવીરો ડિલિટ કર્યા બાદ નુસરતે એક તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મોં બંધ રાખતી મહિલા તરીકે મને લોકો યાદ રાખે તેવું હું ઈચ્છતી નથી. મને આ વાત સામે કોઈ વાંધો નથી.' નુસરત તથા નિખિલ છેલ્લાં છ મહિનાથી અલગ રહે છે. 2019માં તેમના લગ્ન ચર્ચામાં રહ્યા હતા. તેમના લગ્નની તસવીરો તથા હનિમૂનની તસવીરો વાઇરલ થઈ હતી. જોકે, હવે નુસરતે નિખિલ સાથેની તમામ તસવીરો સો.મીડિયામાંથી હટાવી દીધી છે.

નુસરતનું નામ હાલમાં બંગાળી એક્ટર તથા ભાજપી નેતા યશ દાસગુપ્તા સાથે ચર્ચાઈ રહ્યું છે
નુસરતનું નામ હાલમાં બંગાળી એક્ટર તથા ભાજપી નેતા યશ દાસગુપ્તા સાથે ચર્ચાઈ રહ્યું છે

કાયદાકીય રીતે અમારા લગ્ન માન્ય નથીઃ નુસરત
નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનુ નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી.

નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'એક વિદેશી ધરતી પર લગ્ન થવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન પ્રમાણે, અમારા લગ્ન માન્ય નથી, કારણ કે બે અલગ ધર્મના લોકો વચ્ચે લગ્ન થયા હતા. આથી આ લગ્નને ભારતમાં માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ એવું થયું નહીં. આથી ડિવોર્સનો તો સવાલ જ નથી. કાયદાકીય રીતે આ લગ્ન માન્ય નથી. આ એક લિવ ઈન રિલેશનશિપ છે.'

નુસરતે સ્ટેટમેન્ટ રિલીઝ કરીને નિખિલ પર આક્ષેપો મૂક્યાં હતાં
નુસરતે સ્ટેટમેન્ટ રિલીઝ કરીને નિખિલ પર આક્ષેપો મૂક્યાં હતાં

નિખિલ પર પૈસાની હેરાફેરીનો આક્ષેપ
આટલું જ નહીં નુસરતે નિખિલ પર પૈસાની હેરાફેરીનો ગંભીર આક્ષેપો મૂક્યા છે. તેણે કહ્યું હતું, 'નિખિલે મને જાણ કર્યા વગર જ મારા અકાઉન્ટમાંથી પૈસા લીધી. પોતાને અમીર કહીને રાતના કોઈ પણ સમયે ગેરકાયદેસર રીતે તેણે મારા બેંક અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા. અમે બંને અલગ થયા બાદ પણ તેણે પૈસા લીધા. અમે બહુ જ પહેલા જ અલગ થઈ ગયા હતા. હું મારા અંગત જીવનને મારા સુધી જ સીમિર રાખવા માગતી હતી. જે કંઈ પણ મારું હતું, હજી પણ તેની પાસે છે. મને આ કહેતાં ઘણું જ દુઃખ થાય છે કે મારા પારિવારિક ઘરેણાં નિખિલની પાસે જ છે.'

અન્ય સમાચારો પણ છે...