બોક્સ ઓફિસ કલેક્શન:નુસરત ભરૂચાની 'જનહિત મેં જારી'નું બોક્સ ઓફિસ પર નબળું પ્રદર્શન, પહેલા દિવસે માત્ર 43 લાખ રૂપિયાની કમાણી કરી

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'જનહિત મેં જારી'ના ઘણા શો કેન્સલ થયા

એક્ટ્રેસ નુસરત ભરૂચાની ફિલ્મ 'જનહિત મેં જારી' એક દિવસ પહેલા શુક્રવાર (10 જૂન)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ નથી મળ્યો. તેની સીધી અસર ફિલ્મના બોક્સ ઓફિસ પર જોવા મળી રહી છે. ફિલ્મ ઓપનિંગ ડે પર 45 લાખ રૂપિયાની પણ કમાણી નથી કરી શકી. ટ્રેડ એનાલિસ્ટોનું માનવું છે કે, 20 કરોડના ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ બિગ લૂઝર સાબિત થશે.

'જનહિત મેં જારી'ના ઘણા શો કેન્સલ થયા
એટલું જ નહીં એનાલિસ્ટોનું માનવું છે કે આ ફિલ્મ ફર્સ્ટ વીકેન્ડમાં 1થી 1.5 કરોડનો જ બિઝનેસ કરી શકશે. આ ફિલ્મનો લાઈફટાઈમ બિઝનેસ પણ 2-4 કરોડ રૂપિયા જ રહેવાનો છે. તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે, 'જનહિત મેં જારી' પહેલા દિવસે માત્ર 43 લાખ રૂપિયાનો બિઝનેસ કરી શકી. ફિલ્મને ઈન્ડિયામાં હિન્દીમાં 1200 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. જો કે, ફિલ્મને ખરાબ રિસ્પોન્સ મળ્યા પછી તેના ઘણા શો કેન્સલ કરી દેવામાં આવ્યા છે.

'જુરાસિક વર્લ્ડ ડોમિનિયન'એ 8 કરોડની કમાણી કરી
જો કે, આ ફિલ્મની સાથે રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'જુરાસિક વર્લ્ડ ડોમિનિયન' અને કન્નડ ફિલ્મ '777 ચાર્લી'એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. પેન ઈન્ડિયા રિલીઝ થયેલી રક્ષિત શેટ્ટીની '777 ચાર્લી' એ પહેલા દિવસે 6 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તેમજ ક્રિસ પ્રેટની 'જુરાસિક વર્લ્ડ ડોમિનિયન'એ ઓપનિંગ ડે પર ઈન્ડિયામાં 8 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. 1994થી ચાલી આવી રહેલી 'જુરાસિક પાર્ક' ફ્રેન્ચાઈઝીને આજે પણ ફેન્સ પસંદ કરી રહ્યા છે.

બોલિવૂડને 'જનહિત મેં જારી'ના રૂપમાં વધુ એક ઝટકો લાગ્યો છે. ઓપનિંગ ડે પર જ આ ફિલ્મ નબળી પડી ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટોનું માનવું છે કે 'જનહિત મેં જારી'ની હાલત 'ધાકડ', 'અનેક', 'રનવે 34', 'હીરોપંતી 2' અને 'જયેશભાઈ જોરદાર' જેવી ફ્લોપ ફિલ્મો જેવી થવાની છે.

અન્ય સમાચારો પણ છે...