તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:નુસરત ભરૂચાએ ‘છોરી’ ફિલ્મના રોલ માટે રોજ હોરર ફિલ્મ જોઈ, કહ્યું ‘એટલો ડર લાગ્યો કે 10 રાત સુધી ઊંઘી ના શકી’

4 મહિનો પહેલા

નુસરત ભરૂચા હાલ પોતાની ફિલ્મ ‘છોરી’ના શૂટિંગને લઈને સુપર એક્સાઈટેડ છે. ફિલ્મ માટે તેની તૈયારી પણ એકદમ હાઈ છે. છોરીમાં પોતાના કેરેક્ટરને ન્યાય આપવા માટે નુસરતે એક પછી એક 10 હોરર ફિલ્મ જોઈ. આ માટે તેણે 10 દિવસનો સમય લીધો હતો.

એવો ડર લાગ્યો કે રાત ઊંઘતી નહોતી
એક ઇન્ટરવ્યૂ દરમિયાન નુસરતે આ વાતની ચોખવટ કરતા કહ્યું કે, ‘ફિલ્મની તૈયારી માટે મેં ગેટ આઉડ, ધ શાઈનિંગ, રોઝમેરિઝ, બેબી, ડોન્ટ બ્રીધ, અ ક્વાઈટ પ્લેસ, ધ રિંગ ઝૂ-ઓન, હેરેડિટ્રી, ઓમેન, વન મિસ્ડ કોલ, આઈટી, ડાર્ક વોટર અને અ ટેલ ઓફ ટુ સિસ્ટર્સ જોઈ. આ ફિલ્મો જોયા પછી એટલો ડર લાગ્યો જે હું 10 દિવસ સુધી ઊંઘી શકી નહોતી. પરંતુ મને લાગે છે કે મારે મારા ચરિત્ર અને મારા પ્રેઝન્ટેશન માટે તે ડરને માઈન્ડ સ્પેસમાં બેસાડવાની જરૂર હતી.’

કરિયરમાં છોરીની છલાંગ
નુસરતના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે સની કૌશલ અને વિજય વર્મા સાથે ‘હુડદંગ’માં દેખાવશે. તેની પાસે ઓમંગ કુમારની ફિલ્મ ‘જનહિત મેં જારી’ પણ છે. થોડા દિવસ પહેલાં રાજકુમાર રાવ સાથેની તેની છલાંગ ફિલ્મ રિલીઝ થઇ છે. જેમાં દર્શકોને તેનું કામ ગમ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો