બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા હાલમાં અપકમિંગ ફિલ્મ 'જનહિત મેં જારી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં નુસરત કોન્ડોમ વેચતી હોય છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન નુસરતે કહ્યું હતું કે તેણે રિયલ લાઇફમાં ક્યારેય પહેલીવાર કોન્ડોમ શબ્દ સાંભળ્યો હતો.
કોન્ડોમ પર નુસરત શું બોલી?
નુસરત ભરુચાએ મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તેને કોન્ડોમ શબ્દ પહેલીવાર સાંભળ્યો હતો. તે નસીબદાર હતી કે તેને સ્કૂલમાં જ બાયોલોજીનું તે ચેપ્ટર ભણાવવામાં આવ્યું હતું. તેને સ્કૂલમાં સેક્સ એજ્યુકેશન વિશે ભણાવવામાં આવ્યું હતું. તેમણે સ્કૂલમાં જ આ અંગે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. આજે પણ ઘણી સ્કૂલમાં આ અંગે ભણાવવામાં આવતું નથી, પરંતુ તે લકી હતી કે તેને આ વાતો સ્કૂલમાં જ ભણાવવામાં આવી હતી.
પેરેન્ટ્સ પણ સેક્સ એજ્યુકેશન આપતા
વધુમાં નુસરતે કહ્યું હતું કે તેના ઘરમાં પણ પેરેન્ટ્સ આ અંગે વાતચીત કરતા હતા. જોકે, તે સમયે તેને ખ્યાલ નહોતો કે આવતો કે આ લોકો શું કહી રહ્યા છે. તે કહેતી કે તમે શું બોલો છો? તેઓ માત્ર એક દિવસ નહીં, પરંતુ રોજે રોજ આ વાત કરતાં હતાં. એક સમયે તેના મગજમાં આ વાત બેસી ગઈ હતી કે તેઓ કેમ આ વાત કહી રહ્યા છે.
નુસરતે આગળ વાત કરતાં કહ્યું હતું કે તે સમયે તેના મનમાં એ સવાલ હતો કે તે શું હોય છે. તેઓ આ અંગે કંઈ કહી શકે તેમ નહોતા. આનો કોઈ ડેમો પણ હોય નહીં, પરંતુ તેઓ શક્ય તેટલી વાત કરતાં અને તે નોર્મલાઇઝ કરીને આ વાતો કરતા હતા.
ઉલ્લેખનીય છે કે સ્મોલ બજેટની ફિલ્મને જય બસંતુ સિંહે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં નુસરત ઉપરાંત વિજય રાઝ, ટીનુ આનંદ સહિતના કલાકારો છે. ફિલ્મમાં નુસરત કોન્ડોમ બનાવતી કંપનીમાં નોકરી કરતી હોય છે. આ ફિલ્મ 10 જૂનના રોજ રિલીઝ થશે. નુસરત આ ફિલ્મ બાદ 'સેલ્ફી' તથા 'રામસેતુ'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.