100 કરોડમાં 'આદિપુરુષ'ના VFXમાં સુધારો થશે:હવે જાન્યુઆરીને બદલે 16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થશે, મેકર્સે કહ્યું- અમને વધુ સમય જોઈએ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રભાસ તથા ક્રિતિ સેનનની માઇથોલોજિકલ ડ્રામા ફિલ્મ 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સ હવે આ ફિલ્મ જૂન, 2023માં રિલીઝ કરશે. ડિરેક્ટર ઓમ રાઉતે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ઓમે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી હતી. આ ફિલ્મ 16 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. મેકર્સે આ નિર્ણય ફિલ્મના VFX તથા વિઝ્યુઅલ એક્સપીરિયન્સને સારા બનાવવા માટે લીધો છે. હવે 13 જાન્યુઆરીએ અર્જુન કપૂરની ફિલ્મ 'કુત્તે' રિલીઝ થશે.

ફિલ્મના VFXમાં ફેરફાર કરવામાં આવશે
ડિરેક્ટર ઓમ રાઉતે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને રિલીઝ ડેટ કેમ ચેન્જ કરી તે અંગેનું કારણ પણ કહ્યું હતું. ઓમ રાઉતે કહ્યું હતું, 'આદિપુરુષ' માત્ર એક ફિલ્મ નથી. આ પ્રભુ શ્રીરામ પ્રત્યે અમારી ભક્તિ દર્શાવે છે. આપણી સંસ્કૃતિ તથા ઈતિહાસનું પ્રતીક છે. આથી જ ફિલ્મના વિઝ્યુઅલ એક્સીપિયરન્સને વધુ સારો બનાવવા માટે અમને વધુ સમયની જરૂર છે. ટીમ ફિલ્મ પર બારીકાઈથી કામ કરી શકે. હવે 'આદિપુરુષ' 16 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. અમારો દાવો છે કે ભારતને અમારા પર ગર્વ થાય તેવી ફિલ્મ અમે બનાવીશું. તમે તમારો પ્રેમ અને આશીર્વાદ અમારી પર રાખજો. અમે ફિલ્મને સારી બનાવવાનો પ્રયાસ કરીશું.'

VFXને સારા બનાવવામાં 100 કરોડનો ખર્ચ થશે
આ ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા હતું, પરંતુ સૂત્રોના મતે VFXને વધુ સારા બનાવવા માટે મેકર્સ 100 કરોડ વધુ ખર્ચ કરશે. હવે ફિલ્મનું બજેટ 500 કરોડ થશે.

હવે 13 જાન્યુઆરીએ ફિલ્મ 'કુત્તે' રિલીઝ થશે
'આદિપુરુષ' પહેલાં 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ હવે ડેટ ચેન્જ થતાં તે વીકેન્ડ પર અર્જુન કપૂર, તબુ, કોંકણા સેન શર્મા તથા નસીરુદ્દીન શાહની ફિલ્મ 'કુત્તે' રિલીઝ થશે. ગયા વર્ષે મેકર્સે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું.

અર્જુન કપૂરે 'કુત્તે'નું પોસ્ટ શૅર કરીને રિલીઝ ડેટ જાહેર કરી હતી. ફિલ્મ 13 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે. જાન્યુઆરીમાં 'કુત્તે' ઉપરાંત શાહરુખ ખાનની 'પઠાન' બિગ બજેટ મૂવી રિલીઝ થશે.

જૂનમાં આ ફિલ્મ રિલીઝ થશે
આવતા વર્ષે 2 જૂનના રોજ શાહરુખ ખાનની 'જવાન' રિલીઝ થશે. ત્યારબાદ 16 જૂને 'આદિપુરુષ', 23 જૂને આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ 2' તથા 29 જૂને કાર્તિક આર્યનની 'સત્યપ્રેમ કી કથા' રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...