સેલેબ્સ જ સુપરસ્પ્રેડર:હવે કરીના કપૂરની નોકરાણીનો રિપોર્ટ પોઝિટિવ, સલમાનના 10 વર્ષીય ભત્રીજાને પણ કોરોના

મુંબઈ8 મહિનો પહેલા
  • કરન જોહરની પાર્ટીમાં સામેલ સીમા ખાનનો રિપોર્ટ સૌ પહેલા પોઝિટિવ આવ્યો હતો

કરન જોહરની પાર્ટીમાં સામેલ સલમાનની ભાભી સીમા ખાન, મહિપ કપૂર, કરીના કપૂર તથા અમૃતા અરોરા કોરોના પોઝિટિવ છે. હવે સીમા ખાનનો 10 વર્ષીય દીકરો યોહાન પણ કોરોના પોઝિટિવ છે. આ ઉપરાંત સીમા ખાનની બહેન રિચા પણ કોરોના પોઝિટિવ છે. કરીનાની નોકરાણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

કરીનાની નોકરાણીને કોરોના
BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કરીના કપૂર બાદ હવે તેની નોકરાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરીનાના પરિવાર તથા તમામ હાઉસ સ્ટાફનો RT PCR કરવામાં આવ્યો હતો અને તેમાં મેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કરીના કપૂરનો સ્ટાફ વેક્સિનેટેડ છે.

મલાઈકા-આલિયા નેગેટિવ
કરીના કપૂરની ફ્રેન્ડ મલાઈકા અરોરા, આલિયા ભટ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. BMCએ મંગળવાર, 14 ડિસેમ્બરના રોજ 108 લોકોના RT PCR ટેસ્ટ કર્યા હતા. અનેક હાઇ રિસ્ક કોન્ટેક્ટ્સનું ફોલો અપ કરવામાં આવી રહ્યું છે. 145 કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવ્યા છે, તેમાં 37 હાઇ રિસ્ક હોવાનું કહેવાઈ રહ્યું છે.

દીકરા સાથે સીમા ખાન.
દીકરા સાથે સીમા ખાન.

સીમા ખાનનું બિલ્ડિંગ સીલ
'ઇટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, સીમા તથા યોહન જે બિલ્ડિંગમાં રહે છે એને સીલ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેનીય છે કે સીમા ખાન તથા સોહેલ ખાન છેલ્લાં બે વર્ષથી અલગ રહે છે. BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ પાલી હિલ સ્થિત આવેલા કિરન ટાવર્સને સીલ કર્યું છે. આ બિલ્ડિંગમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ અન્ય ફ્લોરને અનલૉક કરવામાં આવશે, પરંતુ સીમા ખાનનો ફ્લોર સીલ જ રહેશે.

સીમા ખાન બહેન રિચા સાથે.
સીમા ખાન બહેન રિચા સાથે.

સીમા ખાન સૌ પહેલાં પોઝિટિવ આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીમા ખાનનો કોવિડ રિપોર્ટ સૌ પહેલા પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ મહિપ કપૂર અને પછી કરીના-અમૃતા પોઝિટિવ થયાં હતાં. આ તમામે 8 ડિસેમ્બરના રોજ કરન જોહરની પાર્ટી એન્જોય કરી હતી. સીમા ખાનને હળવા લક્ષણો હતાં અને 11 ડિસેમ્બરે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 12 ડિસેમ્બરે કરીના-અમૃતાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. સીમા ખાનનું જ નહીં, પરંતુ કરીના-અમૃતાનાં બિલ્ડિંગ પણ સીલ કરવામાં આવ્યાં છે. કરન જોહરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

જીનોમ સિક્વન્સિંગ થશે નહીં
BMCનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હજી સુધી એકપણ સેલેબ્સે વિદેશયાત્રા કરી નથી, આથી જ હાલમાં કોઈ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે નહીં. કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ ચાલુ છે. આ કામ BMCનો હેલ્થ ડિપાર્ટમેન્ટ કરી રહ્યો છે. આ માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. જો ટીમને કંઈક શંકાસ્પદ મળશે તો જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે.

કરીના કપૂર હાલમાં હોમ આઇસોલેશનમાં છે.
કરીના કપૂર હાલમાં હોમ આઇસોલેશનમાં છે.

કરીનાએ બીજાના માથે દોષારોપણ કર્યું
ઉલ્લેખનીય છે કે BMCના અધિકારી માની રહ્યા છે કે કરીના તથા અમૃતા અરોરા સુપરસ્પ્રેડર છે, કારણ કે બંને એક્ટ્રેસે છેલ્લા થોડા દિવસથી બોલિવૂડની ઘણી પાર્ટી અટેન્ડ કરી હતી. BMCએ કોન્ટેક્ટ્સ ટ્રેસિંગ શરૂ કર્યું છે. આ અંગે કરીના કપૂરના સ્પોકપર્સને સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં કરીનાએ બીજાને માથે દોષારોપણ કર્યું છે. સ્પોકપર્સને કહ્યું હતું, 'કરીના લૉકડાઉનના પિરિયડમાં ઘણી જ જવાબદાર નાગરિક બનીને રહી છે. તે જ્યારે પણ ઘરની બહાર જતી ત્યારે ઘણી જ સાવચેતી રાખતી હતી. જોકે કમનસીબે આ વખતે તેનો તથા અમૃતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને મિત્રોને મળ્યા હતા. જે રીતે વાત થઈ રહી છે એવી કોઈ મોટી પાર્ટી નહોતી. આ ગ્રુપમાં જ એક વ્યક્તિની તબિયત સારી નહોતી અને તેને કફ થયો હતો. આ જ વ્યક્તિએ બીજાને ચેપ લગાડ્યો છે. આ વ્યક્તિ જવાબદાર છે. આ વ્યક્તિએ ડિનર પાર્ટીમાં આવવાની અને બીજાને જોખમમાં મૂકવાની જરૂર નહોતી.'

વધુમાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'કરીનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે તરત જ ક્વૉરન્ટીન થઈ હતી અને કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું હતું. તેને બેજવાબદાર ગણાવીને તેને દોષિત ઠેરવવી યોગ્ય નથી. કરીના જવાબદાર નાગરિક છે અને તેને પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા છે.'

કરીનાના બિલ્ડિંગને સેનિટાઇઝ કરતી BMCની ટીમ.
કરીનાના બિલ્ડિંગને સેનિટાઇઝ કરતી BMCની ટીમ.

કરીના હોમ આઇસોલેશનમાં
કરીના કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે હોમ આઇસોલેશનમાં છે. બંને બાળક તૈમુર તથા જહાંગીર પણ કરીના સાથે જ છે. કરીનામાં કોરોનાનાં હળવા લક્ષણો છે. BMC રોજ કરીનાનું હેલ્થ-અપડેટ લઈ રહી છે.