તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:હવે પાયલ ઘોષ ફિલ્મમેકર હંસલ મહેતા પર ભડકી, કહ્યું- 'આવા રાક્ષસોથી સમાજને બચાવવાની જરૂર છે'

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનાર પાયલ ઘોષે હવે ફિલ્મમેકર હંસલ મહેતાને આડેહાથ લીધા છે. પાયલે પોતાની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'હંસલ મહેતાએ એક મહિલા અંગે વાત કરી અને તેની મજાક ઉડાવી. તેમના કામને નજરઅંદાજ કરવામાં આવે તો આ પ્રકારના રાક્ષસોથી સમાજને બચાવવાની જરૂર છે. તે આ કેસમાં કંઈ જ જાણતા નથી અને એક એવી મહિલા વિશે વાત કરી રહ્યાં છે, જે અધિકારો માટે બાહુબલીઓ વિરુદ્ધ ઊભી છે.'

મુંબઈ પોલીસ પર નિશાન
હંસલ મહેતાના બહાને પાયલ ઘોષે મુંબઈ પોલીસ પર પણ સવાલ કર્યાં હતાં. તેણે પોસ્ટમાં કહ્યું હતું, 'મુંબઈ પોલીસ તમે આના માટે જવાબદાર છો. તમારા શહેરની યુવતીને સાચું બોલવા બદલ આ રાક્ષસો હેરાન કરે છે.'

હંસલની આ પોસ્ટ પર પાયલને ગુસ્સો આવ્યો
મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ અંગ્રેજી ન્યૂઝપેપર મિડ ડેના બીજા વાર્ષિક શોબિઝ આઈકોન અવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પાયલ ઘોષનું પણ નામ હતું. પાયલને ટેરિફિક એક્ટ્રેસ ગણાવી હતી અને કહ્યું હતું કે તે પ્રિડેટર કલ્ચર વિરુદ્ધ ઊભી છે અને અનેક મહિલાઓ માટે ઉદાહરણરૂપ બની છે. હંસલ મહેતાએ પેપરનું કટિંગ શૅર કરીને આ વાતને મૂર્ખામીપૂર્ણ ગણાવી હતી. પાયલ આ વાત પર ગુસ્સે થઈ હતી.

અનુરાગ પર કોઈ કાર્યવાહી ના થતાં નારાજ થઈ હતી
પાયલે થોડાં દિવસો પહેલાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'ચાર મહિના થઈ ગયા અને પુરાવા આપ્યા હોવા છતાંય અનુરાગ કશ્યપ વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. શું પ્રોસેસને આગળ વધારવા માટે મારે મરવું પડશે.'

મુંબઈ પોલીસ પર કામ ના કરવાનો આક્ષેપ
પાયલ અન્ય એક પોસ્ટમાં મુંબઈ પોલીસ પર યોગ્ય રીતે કામ ના કરવાનો આક્ષેપ મૂક્યો હતો. તેણે કહ્યું હતું, 'આટલો સમય થઈ ગયો અને મુંબઈ પોલીસે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું નથી. આ મહિલાઓની બાબત છે અને આપણે જાગૃત થવાની જરૂર છે કે આપણે શું ઉદાહરણ આપી રહ્યાં છીએ.'

22 સપ્ટેમ્બરે રેપ અંગેની ફરિયાદ કરી હતી
પાયલે 22 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ રેપનો કેસ કર્યો હતો. એક્ટ્રેસનો આક્ષેપ છે કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના લોકેશન પર તેનો રેપ કર્યો હતો. અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટો વ્યવહાર, મહિલાનું અપમાન કરવાની કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસ પૂછપરછમાં અનુરાગે આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો