કરન જોહરની પાર્ટીથી કોરોના વિસ્ફોટ:સંજય કપૂરની પત્ની મહિપ બાદ હવે દીકરી શનાયા પોઝિટિવ, BMCએ બિલ્ડિંગ સેનિટાઇઝ કર્યું

મુંબઈ5 મહિનો પહેલા
દીકરી તથા પત્ની સાથે સંજય કપૂર- ફાઇલ તસવીર
  • કરન જોહરની પાર્ટીને કારણે અત્યારસુધી 8 લોકોને કોરોના થયો

8 ડિસેમ્બરના રોજ કરન જોહરના ઘરે 'કભી ખુશી કભી ગમ'ના 20 વર્ષ પૂરાં થતાં પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં સીમા ખાનની તબિયત સારી નહોતી અને તેનો રિપોર્ટ સૌ પહેલા પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ એક-એક કરીને અત્યારસુધી આઠ લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. હવે સંજય કપૂર-મહિપ કપૂરની દીકરી શનાયા કપૂરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

મહિપ કપૂરના બિલ્ડિંગને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે
પહેલા મહિપ કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે દીકરી શનાયાને પણ કોરોના થયો છે. બિલ્ડિંગમાં બે કોરોનાના કેસ આવતાં જ BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ સંજય કપૂરના બિલ્ડિંગને સેનિટાઇઝ કર્યું છે.

શનાયાની સો.મીડિયા પોસ્ટ.
શનાયાની સો.મીડિયા પોસ્ટ.

શનાયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
શનાયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં હળવા લક્ષણો હતાં, પરંતુ મારી તબિયત ઠીક છે. હું આઇસોલેશનમાં છું. ચાર દિવસ પહેલાં મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે મેં બીજીવાર ટેસ્ટ કરાવ્યો અને એ પોઝિટિવ આવ્યો છે. હું કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહી છું. મારા સંપર્કમાં આવનારા તમામ લોકો મહેરબાની કરીને ટેસ્ટ કરાવી લે.'

કરનની પાર્ટીમાં સામેલ કોણ કોણ સેલેબ્સ પોઝિટિવ?
કરન જોહરની પાર્ટીમાં સૌ પહેલા સીમા ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ મહિપ કપૂર પોઝિટિવ થઈ હતી. પછી કરીના કપૂર અને અમૃતા અરોરા પોઝિટિવ આવ્યાં હતાં. આ દરમિયાન સીમા ખાનનો 10 વર્ષીય દીકરો યોહાન તથા બહેન રિચા પણ પોઝિટિવ થયાં હતાં. કરીના કપૂરની નોકરાણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને હવે મહિપ કપૂરની દીકરી શનાયા પોઝિટિવ થતાં કુલ 8 લોકોને કોરોના થયો છે.

BMCની ટીમે સંજય કપૂરના બિલ્ડિંગને સેનિટાઇઝ કર્યું.
BMCની ટીમે સંજય કપૂરના બિલ્ડિંગને સેનિટાઇઝ કર્યું.

BMCએ ફ્લોર સીલ કર્યા
BMCએ પહેલાં સ્ટાર્સનાં બિલ્ડિંગ સીલ કર્યાં હતાં, જોકે પછી બિલ્ડિંગ અનલૉક કરીને માત્ર સ્ટાર્સ જે ફ્લોર પર રહેતા હોય એ ફ્લોર સીલ કરવામાં આવ્યા છે.