તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં વધતો કોરોના:હવે 'કબીર સિંહ'ની એક્ટ્રેસ નિકિતા દત્તા પણ પોઝિટિવ, ઘરમાં આઈસોલેટ

મુંબઈએક મહિનો પહેલા

બોલિવૂડમાં કોરોનાનો ભય સતત વધતો જાય છે. છેલ્લાં થોડાં સમયથી અનેક સેલેબ્સ કોવિડ પોઝિટિવ આવી રહ્યાં છે. હવે એક્ટ્રેસ નિકિતા દત્તા પણ કોરોના પોઝિટિવ થઈ છે. તે ઘરમાં જ આઈસોલેટ થઈ છે. નિકિતા ઉપરાંત તેની દિલ્હી રહેતી તેની માતા પણ કોવિડ પોઝિટિવ છે. તેઓ ફિલ્મ 'બિગ બુલ'ના સ્ક્રીનિંગમાં મુંબઈ આવવાના હતા, પરંતુ હવે આવશે નહીં. 'ધ બિગ બુલ'માં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે. આ ફિલ્મ 8 એપ્રિલના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

નિકિતા મુંબઈમાં 'રોકેટ ગેંગ'ના શૂટિંગ દરમિયાન ચેપગ્રસ્ત થઈ
નિકિતા મુંબઈમાં અપકમિંગ ફિલ્મ 'રોકેટ ગેંગ'ના શૂટિંગ દરમિયાન ચેપગ્રસ્ત થઈ ગઈ હતી. બોસ્કો માર્ટિસના ડિરેક્શનમાં બનેલી આ ડાન્સ બેઝ્ડ ફિલ્મમાં આદિત્ય સીલ લીડ રોલમાં છે. નિકિતાએ કહ્યું હતું, 'આ ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ તથા નિરાશાજનક છે, પરંતુ એક્ટિંગ તમને ધૈર્ય રાખતા શીખવે છે. અમે 2019થી ફિલ્મનું શૂટિંગ કરવાનો પ્રયાસ કરતાં હતાં, પરંતુ અમારે કોરોનાને કારણે અનેકવાર શિડ્યૂઅલ અટકાવવું પડ્યું હતું. અમે ગયા વર્ષે ડિસેમ્બરમાં ફરીવાર શૂટિંગ કર્યું હતું, પરંતુ બોસ્કો કોવિડ પોઝિટિવ થઈ ગયો હતો. ત્યારબાદ આદિત્યને ચેપ લાગ્યો. હવે હું પોઝિટિવ થઈ ગઈ. 10 દિવસ બાદ હું બીજીવાર ટેસ્ટ કરાવીશ.'

'કબીર સિંહ'ના એક સીનમાં શાહિદ તથા નિકિતા
'કબીર સિંહ'ના એક સીનમાં શાહિદ તથા નિકિતા

કેટલાંક સીન્સ દરમિયાન સો.ડિસ્ટન્સ બનાવવું મુશ્કેલ
નિકિતાએ આગળ કહ્યું હતું, 'કેટલાંક સીન્સના શૂટિંગ દરમિયાન સો.ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ છે. એક્ટર્સ શૂટિંગ દરમિયાન માસ્ક પહેરી શકતા નથી. અમારી સેફ્ટી ક્રૂ મેમ્બર્સના ખભા પર છે. સેનિટાઈઝર, માસ્ક, ટેમ્પ્રેચર ચેક વગેરે સાવચેતી રાખવા છતાં લોકો કોરોનાનો ભોગ બને છે. અમે બીજા શહેરમાં શૂટિંગ કરી શકીએ તેમ નથી, કારણ કે અમારો સેટ મીરા રોડ પર બનાવવામાં આવ્યો છે. ત્રીજા શિડ્યૂઅલ માટે વેન્યૂ ચેન્જ કરવું અશક્ય છે.'

માતા ICUમાં
વધુમાં નિકિતાએ કહ્યું હતું, 'મારી માતાની તબિયત વધુ ખરાબ હોવાથી તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને દિલ્હી મળવા જવાની હતી, પરંતુ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આશા છે કે તમામ લોકો માટે વેક્સિન ટૂંક સમયમાં મળતી થઈ જશે.' ઉલ્લેખનીય છે કે નિકિતાએ શાહિદ કપૂર તથા કિઆરા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ'માં જિયા શર્માનો રોલ પ્લે કર્યો હતો.

આ સેલેબ્સે પણ કોરોનાનો ભોગ બન્યા
નિકિતા દત્તા પહેલાં કેટરીના કૈફ, સીમા પાહવા, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ, ગોવિંદા, એજાઝ ખાન, બપ્પી લહરી, ફાતિમા સના શેખ, અભિજીત સાવંત, આમિર ખાન, આર માધવન, પરેશ રાવલ જેવા સેલેબ્સ કોરોના પોઝિટિવ થયા હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
અહીં મંગળવાર, 6 એપ્રિલના રોજ 55,469 નવા કેસ નોંધાયા હતા, 34,256 દર્દી સાજા થયા અને 297 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં અત્યારસુધીમાં 31.13 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 25.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 56,330 લોકોનાં મોત થયાં છે. હાલમાં લગભગ 4.72 લાખ લોકો સારવાર હેઠળ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો