તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:હવે, ફિલ્મમેકર ભારતી રાજાએ મનોજ વાજપેઈ-સામંથા સ્ટારર 'ધ ફેમિલી મેન 2'ને બૅન કરવાની માગણી કરી

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મમેકર ભારતીરાજાએ સો.મીડિયામાં સ્ટેટમેન્ટ રિલીઝ કરીને સિરીઝ પર તાત્કાલિક બૅન કરવાની માગણી કરી છે.

મનોજ વાજપેઈ તથા સામંથા સ્ટારર વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2' થોડાં દિવસ પહેલાં જ રિલીઝ થઈ છે. આ વેબ સિરીઝ ચાહકોને ઘણી જ પસંદ આવી છે. જોકે, સાઉથમાં આ સિરીઝ પર બૅન મૂકવાની માગણી કરવામાં આવી છે. રિલીઝ પહેલાં પણ તમિળ દર્શકોએ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું હતું. હવે તમિળ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મમેકર ભારતીરાજાએ સો.મીડિયામાં સ્ટેટમેન્ટ રિલીઝ કરીને સિરીઝ પર તાત્કાલિક બૅન કરવાની માગણી કરી છે.

વેબ સિરીઝનું સ્ટ્રીમિંગ ના રોકાયું તો એમેઝોન પ્રાઈમનો બહિષ્કાર કરીશું
ફિલ્મમેકર ભારતીરાજાએ આક્ષેપ મૂક્યો છે, 'ધ ફેમિલી મેન 2'માં તમિળ ઈલમ લોકોને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. જો આ વેબ સિરીઝનું સ્ટ્રીમિંગ અટકાવવામાં ના આવ્યું તો તમિળના લોકો ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોનનો બહિષ્કાર કરશે.' તેમણે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પણ 'ધ ફેમિલી મેન 2' પર તરત જ બૅન મૂકવાની માગણી કરી છે. આ પહેલાં ભારતીરાજાએ શ્રીલંકન ક્રિકેટર મુરલીધનની બાયોપિક વિરુદ્ધ અવાજ ઊઠાવ્યો હતો અને અંતે તેને બૅન કરી દેવામાં આવી હતી.

તમિળનાડુ સરકારે વેબ સિરીઝ રિલીઝ સામે વિરોધ પ્રગટ કર્યો હતો
ભારતીરાજાનું નિવેદન તમિલર કાચી (NTK)ના પ્રમુખ સીમનના નિવેદનના એક દિવસ પછી આવ્યું હતું. સીમને કહ્યું હતું કે જો વેબ સિરીઝને બૅન કરવામાં નહીં આવે તો એમેઝોન પ્રાઈમ વીડિયોનો બહિષ્કાર કરશે. આ પહેલાં તમિળનાડુ સરકારે માહિતી તથા સૂચના મંત્રાલયે સિરીઝના બીજી પાર્ટને રિલીઝ પહેલાં જ બૅન કરવાની માગણી કરી હતી.

વેબ સિરીઝમાં તમિળ ઈલમને નેગેટિવ રીતે બતાવવાનો આક્ષેપ
તમિળનાડુ સરકારે પણ આક્ષેપ મૂક્યો હતો કે સિરીઝમાં તમિળ ઈલમને નકારાત્મક રીતે બતાવવામાં આવ્યા છે. તમિળનાડુના IT મંત્રી ટી મનોથંગરાજે પત્ર લખીને પ્રકાશ જાવડેકરને વેબ સિરીઝના ટ્રેલરમાં તમિળ ઈલમ તથા તેના સંઘર્ષને આપત્તિજનક રીતે રજૂ કરવામાં આવ્યો હોવાની વાત કરી હતી.

સમાંથાને ઈલમ તમિલિયનના પાત્રમાં જોવા મળી
વેબ સિરીઝમાં સાઉથ એક્ટ્રેસ સમાંથા ઈલમ તમિલિયનના રોલમાં છે. તેણે મહિલા આતંકવાદી તથા સુસાઈડ બોમ્બર રાજીનું પાત્ર ભજવ્યું છે. આ જ કારણે અનેક લોકો સિરીઝનો વિરોધ કરી રહ્યાં છે. લોકોનો આક્ષેપ છે કે આ પાત્રને કારણે તમિળ ઈલમ તથા તમિળનાડુના લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે.

મનોજ વાજપેઈએ આ સિરીઝમાં જાસૂસ શ્રીકાંત તિવારીનો રોલ પ્લે કર્યો છે. સિરીઝમાં સીમા બિશ્વાસ, સની હિંદુજા, દર્શન કુમાર, શ્રેયા ધન્વંતરી, મિમે ગુપ્તા, પ્રિયામણિ સહિતના કલાકારો છે.