તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સદાબહાર હીરો:સલમાન જ નહીં, અક્ષય કુમાર-શાહરુખ ખાન પણ પોતાનાથી અડધી ઉંમરની એક્ટ્રેસિસ સાથે કામ કરે છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવ આનંદ, વિનોદ ખન્ના, રજનીકાંત, અમિતાભ બચ્ચન તથા સંજય દત્તે પણ પોતાનાથી અડધી ઉંમરની હીરોઈન સાથે રોમાન્સ કર્યો છે

સલામનની ફિલ્મ 'રાધે' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ પાયરેસીનો ભોગ બની છે. આ ઉપરાંત વાર્તા તથા સ્ક્રિપ્ટ અંગે ઘણી ટીકા કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે એક અન્ય વાત પણ સામે આવી છે અને તે અંગે યુઝર્સ સો.મીડિયામાં કમેન્ટ્સ કરી રહ્યાં છે. ફિલ્મમાં સલમાન તથા દિશા પટની વચ્ચે ઉંમરનો ખાસ્સો તફાવત છે.

પોતાનાથી 27 વર્ષ નાની એક્ટ્રેસ સાથે સ્ક્રિન શૅર કરનાર સલમાનની ઘણી જ આલોચના કરવામાં આવી છે. જોકે, આ નવી વાત નથી. 50થી વધુ ઉંમરના એક્ટ્રેસ પોતાનાથી અડધી ઉંમરની હીરોઈન સાથે રોમાન્સ કરે છે. 40 પ્લસની એક્ટ્રેસને દર્શકો સ્વીકારતા નથી, પરંતુ હીરો હંમેશાં સદાબહાર રહે છે.

સલમાનની પહેલી ફિલ્મ 'બીવી હો તો ઐસી' 1988માં રિલીઝ થઈ હતી. 1989માં 'મૈંને પ્યાર કિયા' રિલીઝ થઈ હતી. ત્યારથી લઈ આજ સુધી સલમાનનું સ્ટારડમ કાયમ છે. જોકે, તે સમયે સલમાનની સાથે કામ કરનારી મોટાભાગની એક્ટ્રેસિસ આજે રિટાયર થઈ ચૂકી છે અથવા તો કેરેક્ટર રોલ કરે છે. સલમાન 55ની ઉંમરમાં પણ લીડ રોલ પ્લે કરે છે.

સલમાનની પહેલી 5 એક્ટ્રેસિસ આજે શું કરે છે

  • સલમાનની 'મૈંને પ્યાર કિયા'ની હીરોઈન ભાગ્યશ્રી આજે 52 વર્ષની છે. તેનો દીકરો અભિમન્યુ ફિલ્મ 'નિકમ્મા'ને સલમાનના શો 'બિગ બોસ'માં પ્રમોટ કરી ચૂક્યો છે. ભાગ્યશ્રી 'થલાઈવી'માં કંગના રનૌતના માતાના રોલમાં જોવા મળશે. જોકે, ભાગ્યશ્રી આજકાલ પોતાના ફિટનેસ વીડિયો માટે વધુ જાણીતી છે.
  • સલમાનની 'બાગી' 1990માં રિલીઝ થઈ હતી. તેની હીરોઈન નગ્મા ફૂલટાઈમ પોલિટિક્સમાં એક્ટિવ છે. તે કોંગ્રેસની સ્ટાર પ્રચારક છે.
  • સલમાનની ત્રીજી ફિલ્મ 'સનમ બેવફા'ની એક્ટ્રેસ ચાંદની હતી. તે લગ્ન કરીને અમેરિકામાં સેટલ થઈ ચૂકી છે. તે ત્યાં ડાન્સ સ્કૂલ ચલાવે છે.
  • 'પથ્થર કે ફૂલ'માં સલમાને રવિના ટંડને કામ કર્યું હતું. રવિનાએ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાણી સાથે લગ્ન કર્યાં છે. રવિના એનિમલ પ્રોટેક્શન અંગે ઘણું જ કામ કરે છે. તેણે બે દીકરીઓ પણ દત્તક લીધી છે. હાલમાં તેણે કોરોના પોઝિટિવને ઓક્સિજન મોકલવાનું કામ કર્યું હતું.
  • સલમાનની પાંચમી હીરોઈન 'કુર્બાન'માં આયેશા ઝુલ્કા હતી. તેણે કન્સ્ટ્રક્શન ટાઈકૂન સમીર વાશી સાથએ લગ્ન કર્યા છે. તે સ્પા તથા રિસોર્ટનો બિઝનેસ ચલાવે છે.

જ્યારે દિશા પાટનીનો જન્મ થયો ત્યારે સલમાનની આઠ ફિલ્મ આવી ગઈ હતી
સલમાન તથા દિશાની આ પહેલી ફિલ્મ નથી. તેમણે આ પહેલાં 'ભારત'માં કામ કર્યું હતું. દિશા પટનીનો જન્મ થયો ત્યારે સલમાન ખાનની 8 ફિલ્મ આવી ગઈ હતી. 1992માં 13 જૂનના રોજ દિશાનો જન્મ થયો ત્યારે તેના થોડાંક દિવસ બાદ જ સલમાનની ફિલ્મ 'સૂર્યવંશી' રિલીઝ થઈ હતી. તે ફિલ્મમાં સલમાનની હીરોઈન શીબા હતા. આજે શીબા 51 વર્ષની છે અને તેણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે. 1987માં સલમાન જ્યારે 'મૈંને પ્યાર કિયા'ની તૈયારી કરતો હતો ત્યારે સોનાક્ષી સિંહાનો જન્મ થયો હતો. 2010માં 'દબંગ' ફિલ્મમાં જોડી બનાવી ત્યારે બંને વચ્ચેનો એજ ગેપ 22 વર્ષનો હતો.

સલમાને આ પહેલાં પોતાનાથી 20-20 વર્ષ નાની જેકલીન તથા સોનમ સાથે કામ કર્યું છે. 2005માં સલમાનની 'લકી નો ટાઈમ ટૂ લવ' ફિલ્મમાં સ્નેહા ઉલ્લાલ સાથે કામ કર્યું હતું. આ સમયે સ્નેહાની ઉંમર માત્ર 18 વર્ષની હતી. ત્યારે સલમાન 40નો હતો. 2016માં સલમાન તથા અનુષ્કાની ફિલ્મ 'સુલ્તાન' આવી હતી. સલમાન 51 તથા અનુષ્કા 38નો હતો.

અક્ષય કુમારે 20 વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કર્યો હતો
ઉંમરમાં 20 વર્ષથી નાની યુવતી સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરવામાં અક્ષય કુમાર પણ પાછળ નથી. 'લક્ષ્મી'માં તેણે 25 વર્ષ નાની કિઆરા અડવાણી સાથે કામ કર્યું હતું. 'હાઉસફુલ 4'માં 23 વર્ષ નાની ક્રિતિ સેનન સાથે જોવા મળ્યો હતો. આ પહેલાં 2015માં 'સિંઘ ઈઝ બ્લિંગ'માં 23 વર્ષ નાની એમી જેક્સન સાથે હતો. 'ટોઈલેટ એક પ્રેમકથા'ની હીરોઈન ભૂમિ પેડનેકર કરતાં અક્ષય કુમાર 22 વર્ષ નાની છે.

આગામી ફિલ્મની વાત કરીએ તો અક્ષય 'બેલ બોટમ'માં વાણીની સાથે જોવા મળશે. એક્ટર કરતાં 21 વર્ષ નાની છે. અક્ષયની 'પૃથ્વીરાજ'માં માનુષી છે. માનુષી કરતાં અક્ષય 30 વર્ષ મોટો છે.

28 વર્ષ નાની સારા સાથે 'અતંરગી રે'માં જોવા મળશે
અક્ષય કુમાર તથા સૈફ અલી ખાન 'મૈં ખિલાડી તુ અનાડી' તથા 'યે દિલ્લગી' જેવી ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. હવે અક્ષય કુમાર એક્ટર સૈફની દીકરી સારા સાથે 'અતરંગી રે'માં જોવા મળશે. અક્ષય તથા સારા વચ્ચે 28 વર્ષનું અંતર છે. જોકે, ફિલ્મમાં બંને એકબીજાની ઓપોઝિટ છે કે પછી તેમની વચ્ચે અલગ સંબંધો છે, તે હજી સ્પષ્ટ નથી.

શાહરુખ-અનુષ્કાની વચ્ચે 23 વર્ષનો એજ ગેપ
શાહરુખ તથા દીપિકા 'ઓમ શાંતિ ઓમ'માં પહેલી વાર સાથે જોવા મળ્યા હતા. બંને વચ્ચેનો એજ ગેપ 21 વર્ષ છે. શાહરુખ-અનુષ્કા વચ્ચે 23 વર્ષનો એજ ગેપ છે. આમિર ખાને 'ગજની'માં 20 વર્ષ નાની અસીન સાથે જોડી જમાવી હતી. 'શિવાય'માં અજય દેવગન એક્ટ્રેસ એરિકાથી 20 વર્ષ મોટો હતો.

દેવ આનંદ તથા બિગ બી પણ પાછળ નથી
દેવ આનંદે ટીના મુનીમની સાથે કામ કરીને ખળભળાટ મચાવી દીધો હતો તો અમિતાભે 'લાલ બાદશાહ'માં 28 વર્ષ નાની મનીષા કોઈરાલાની સાથે ઠુમકા લગાવ્યા હતા.

માધુરી-ડિમ્પલે પિતા-પુત્ર બંને સાથે જોડી જમાવી
માધુરી તથા ડિમ્પલનો રેકોર્ડ કોઈ કાળે ભૂલાય એમ નથી. માધુરીએ 'દયાવાન'માં વિનોદ ખન્ના તથા 'મોહબ્બત'માં તેમના દીકરા અક્ષય ખન્ના સાથે રોમાન્સ કર્યો હતો. માધુરી તથા વિનોદ ખન્ના વચ્ચે 21 વર્ષનો એજ ગેપ હતો. જોકે, માધુરી, અક્ષય ખન્ના કરતાં આઠ વર્ષ મોટી છે. ડિમ્પલે ધર્મેન્દ્ર તથા સની દેઓલ બંને સાથે કામ કર્યું છે. ડિમ્પલે વિનોદ ખન્ના સાથે પણ કામ કર્યું છે અને 'દિલ ચાહતા હૈ'માં અક્ષય ખન્નાને ડિમ્પલ પ્રત્યે આકર્ષિત થતો બતાવવામાં આવ્યો છે.

આ આપણા સુપરહીર છે, તેમની પર ઉંમરનું બંધન લાગુ ના થાય
'પદ્માવત', 'રામલીલા', 'બાજીરાવ મસ્તાની', 'કી એન્ડા કા', 'મેરીકોમ' સહિત અનેક ફિલ્મની કાસ્ટિંગ ડિરેક્ટર રહી ચૂકેલી શ્રુતિ મહાજને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સલમાન, શાહરુખ તથા આમિર આપણાં સુપરહીરો છે. કોઈ પણ જગ્યાએ સુપરહીરો ટાઈમલેસ તથા એજલેસ હોય છે. ઉંમરની સીમાઓ અન્ય હીરો પર લાગુ પડે છે, આ સુપરહીરો પર નહીં.

શ્રુતિએ આગળ કહ્યું હતું કે હવે ટ્રેન્ડ બદલાયો છે. વર્લ્ડ સિનેમાની આપણે કૉપી કરીએ છીએ, ફોલો કરીએ છીએ. હવે ડિજિટલ પ્લેટફોર્મમાં ઘણું રિયાલિસ્ટક કામ થઈ રહ્યું છે. કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે જ્યારે તેની પાસે ડિજિટિલ પ્રોજેક્ટ આવે ત્યારે આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.