લૉકડાઉન @ 1:મલાઈકા અરોરા રેસ્ટોરાંના બાથરૂમમાંથી બહાર આવતા સમયે પેન્ટ ઉપર ચઢાવવાનું ભૂલી ગઈ હતી

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગયા વર્ષે મલાઈકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો - Divya Bhaskar
ગયા વર્ષે મલાઈકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

કોરોનાને એક વર્ષ પૂરું થયું છે. મલાઈકા અરોરાએ મજાકમાં એક પોસ્ટ સો.મીડિયામાં શૅર કરી છે. મલાઈકાએ કહ્યું હતું કે કેવી રીતે એક વર્ષમાં જીવન બદલાઈ ગયું. મલાઈકાએ લખ્યું હતું, 'હવે માત્ર પાલતુ જાનવર જ નહીં, પણ માણસને ત્યારે જ સુરક્ષિત માનવામાં આવે છે, જ્યારે તેને વેક્સિન લીધી હોય.' આ ઉપરાંત મલાઈકાએ એક કિસ્સો શૅર કરીને કહ્યું હતું કે તે રેસ્ટોરામાં હાઈજીન અંગે કેટલું ધ્યાન રાખે છે. એકવાર તે રેસ્ટોરાંના બાથરૂમમાંથી બહાર આવી તો પેન્ટ ઉપર ચઢાવવાનું જ ભૂલી ગઈ હતી.

મલાઈકાએ સો.મીડિયામાં પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું, 'પહેલાં જ્યારે લોકો મારા ઘરે આવતા હું તેમને કહેતી કે ડરવાની જરૂર નથી. અમારા ડોગીને વેક્સિન લગાવેલી છે. હવે મારા ઘરે આવતા લોકોને કહું છું કે ડરવાની જરૂર નથી. અમે વેક્સિન લઈ લીધી છે.'

અન્ય કિસ્સો શૅર કર્યો
અન્ય એક પોસ્ટમાં મલાઈકાએ હાઈજીન અંગે મનમાં આવેલા વિચારો વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'કોરોનાને કારણે આપણે પાગલ થઈ ગયા છીએ. હાલમાં જ હું એક રેસ્ટોરાંમાં ગઈ હતી. અહીંયા વોશરૂમમાં ગઈ તો મેં કોણીથી દરવાજો ખોલ્યો. પગથી ટોયલેટ સીટનું કવર હટાવ્યું. ફ્લશ માટે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કર્યો. હાથ ધોયા અને પછી ફરીથી કોણીથી વોશરૂમનો દરવાજો ખોલ્યો. જ્યારે હું મારા ટેબલ પર આવી તો મને એ વાતનો અહેસાસ થયો કે હું મારું પેન્ટ ઉપર કરવાનું ભૂલી ગઈ હતી.'

ગયા વર્ષે કોરોના થયો હતો
મલાઈકાને ગયા વર્ષે કોરોના થયો હતો. મલાઈકાની સાથે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાને કારણે મલાઈકાએ ટીવી રિયાલિટી શોનું શૂટિંગ અધવચ્ચે છોડ્યું હતું. મલાઈકાને બદલે નોરા ફતેહી આવી હતી. આ દરમિયાન મલાઈકાએ કહ્યું હતું કે કઈ રીતે તે પોતાના દીકરા અરહાનથી અલગ રહી હતી. ત્યારે તેણે કહ્યું હતું, 'પ્રેમી કોઈ સીમા હોતી નથી. સેલ્ફ ક્વૉરન્ટીન તથા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આપણે એકબીજાના ધ્યાન રાખવાનું છે. એકબીજાને જોતાં જોતાં વાત કરવાની છે. એ વિચારીને દુઃખ થાય છે કે હું થોડાં દિવસ સુધઈ મારા બાળકોને ગળે લગાવી શકીશ નહીં. તેમનો ચહેરો જોઈને મારામાં એનર્જી આવે છે.'