તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સના વિવાદિત નિવેદન:કંગનાનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ, સો.મીડિયામાં આપત્તિજનક કન્ટેન્ટ શૅર કરવા બદલ આ સેલેબ્સના અકાઉન્ટ પણ સસ્પેન્ડ થયા છે

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંગના પહેલાં તેની બહેન રંગોલીનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
  • સેલેબ્સના વિવાદિત નિવેદનો તેમને મુશ્કેલીમાં મૂકી દે છે

કંગના રનૌત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ સો.મીડિયામાં વિવાદિત પોસ્ટ શૅર કરીને ચર્ચામાં આવી છે. હાલમાં જ કંગનાએ પ. બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા પર પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કંગનાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. એક્ટ્રેસે હિંસાની તરફેણ કરતી પોસ્ટ શૅર કરતાં ટ્વિટરે તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. કંગના પહેલાં પણ ઘણાં સેલેબ્સના અકાઉન્ટ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

કમાલ રાશિદ ખાન

રિયાલિટી શો 'બિગ બોસ'માં જોવા મળેલ કમાલ રાશિદ ખાન ઉર્ફે KRK હવે ફિલ્મ ક્રિટિક બનીને સો.મીડિયામાં રિવ્યૂ કરે છે. KRK ઘણીવાર રિવ્યૂ કરતી વખતે ગાળો બોલે છે અને અપમાન કરે છે. આમિર ખાનની 'સીક્રેટ સુપરસ્ટાર' ફિલ્મના રિવ્યૂ વખતે KRKનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. અકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ KRKએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

અભિજીત ભટ્ટાચાર્ય

પોપ્યુલર સિંગર અભિજીત ભટ્ટાચાર્ય સો.મીડિયામાં પોતાના આક્રમક અભિપ્રાયને કારણે ચર્ચામાં રહે છે. 2017માં JNU વિદ્યાર્થી મંડળની નેતા શેહલા રાશિદ પર વિવાદિત નિવેદન બાદ તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પછી સિંગરે નવું અકાઉન્ટ બનાવ્યું હતું. જોકે, ટ્વિટરે આ અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દીધું હતું.

રંગોલી ચંદેલ

કંગના પહેલાં તેની બહેન રંગોલીનું અકાઉન્ટ સસ્પેન્ડ થઈ ચૂક્યું છે. રંગોલીએ પોતાની વિવાદિત પોસ્ટમાં મુસ્લિમ તથા સેક્યુલર મીડિયાને ગોળી મારવાની વાત કહી હતી. આ પોસ્ટના સ્ક્રીનશોટ વાઈરલ થયા બાદ ટ્વિટરે તરત જ અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું. ફિલ્મમેકર રીમા કાગતી, કુબ્રા સેત, હંસલ મહેતા સહિતના સેલેબ્સે રંગોલીની આકરી ટીકા કરી હતી.

વિકાસ (હિન્દુસ્તાની ભાઉ)

'બિગ બોસ 13'માં જોવા મળેલ વિકાસ ફાટક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ પોતાના વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. હિન્દુસ્તાની ભાઉએ એકતા કપૂરની સિરીઝમાં બતાવેલા વિવાદિત સીનનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, સિસ્ટમ જાય સાઈડમાં. આ નિવેદન પર કોમેડિયન કુનાલ કામરા, કવિતા કૌશિક, ફરાહ અલી ખાન સહિતના સેલેબ્સે વિરોધ કરીને અકાઉન્ટને રિપોર્ટ કર્યું હતું. ત્યારબાદ ભાઉનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

પાયલ રોહતગી

પાયલ રોહતગીનું ટ્વિટર અકાઉન્ટ એક-બે વાર નહી પરંતુ અનેકવાર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એક્ટ્રેસે જવાહરલાલ નેહરુ તથા તેમના પરિવાર અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ પાયલનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પાયલને જેલમાં પણ જવું પડ્યું હતું. આ પહેલાં દિલ્હી હિંસામાં ધરપકડ કરાયેલા સફૂરા જરગર પર હિંસક નિવેદન આપવા બદલ પાયલનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો