હીરો કરતાં હિરોઇન મોંઘી:માત્ર ઐશ્વર્યા જ નહીં, દીપિકા-આલિયા સહિતની એક્ટ્રેસિસને ફિલ્મમાં લીડ એક્ટર કરતાં ફી વધુ મળી હતી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરીના કપૂર, માધુરી દીક્ષિતને પણ લીડ એક્ટર કરતાં વધુ ફી મળી છે

તાજેતરમાં જ અભિષેક બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યુ વાઇરલ થયો હતો. આ ઇન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને કહ્યું હતું કે તેણે ઐશ્વર્યા સાથે આઠ ફિલ્મમાં કામ કર્યું છે અને એમાંથી સાત ફિલ્મમાં ઐશ્વર્યા રાયને તેના કરતાં વધારે પૈસા મળ્યા હતા. જોકે માત્ર ઐશ્વર્યા જ નહીં, પરંતુ બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે, જેમને લીડ એક્ટર કરતાં વધુ પૈસા મળ્યા છે.

દીપિકા પાદુકોણ
શૂજિત સરકારની ફિલ્મ 'પીકુ' વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન તથા ઈરફાન ખાન હતા. ફિલ્મના પ્રમોશન દરમિયાન અમિતાભે કહ્યું હતું કે દીપિકાને ફિલ્મમાં સૌથી વધારે ફી મળી હતી.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર તથા રણવીર સિંહ લીડ રોલમાં હતાં. ફિલ્મમાં બંને હીરો કરતાં એક્ટ્રેસ દીપિકા હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ હતી.

કરીના કપૂર

2009માં રિલીઝ થયેલી ફિલ્મ 'કુરબાન'માં સૈફ અલી ખાન તથા કરીના કપૂર હતાં. આ ફિલ્મમાં કરીના કપૂરની ફી સૈફ કરતાં વધારે હતી. આ ઉપરાંત 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'કી એન્ડ કા'માં પણ કરીનાને એક્ટર અર્જુન કપૂર કરતાં વધુ ફી આપવામાં આવી હતી.

કંગના રનૌત
કંગના તથા ઈમરાન ખાને ફિલ્મ 'કટ્ટી બટ્ટી'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી. રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મ માટે કંગનાને ઈમરાન કરતાં વધારે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.

2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'રંગૂન'માં કંગના, શાહિદ કપૂર તથા સૈફ અલી ખાન હતા. શાહિદ અને સૈફ કરતાં કંગનાની ફી વધુ હતી.

2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'માં કંગના તથા રાજકુમાર રાવે સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં કંગનાને હીરો કરતાં વધુ ફી આપવામાં આવી હતી.

શ્રદ્ધા કપૂર

2018માં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્ત્રી'માં શ્રદ્ધા કપૂર તથા રાજકુમાર રાવ હતા. આ ફિલ્મમાં શ્રદ્ધાની ફી હીરો રાજકુમાર કરતાં વધારે હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે 2018માં ફિલ્મ 'રાઝી'માં વિકી કૌશલ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આલિયાને વિકી કૌશલ કરતાં વધુ ફી મળી હતી.

2020માં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ 'સડક 2'માં સંજય દત્ત, પૂજા ભટ્ટ, આલિયા ભટ્ટ તથા આદિત્ય રોય કપૂર હતાં. ફિલ્મમાં આલિયાને આદિત્ય રોય કપૂર કરતાં વધુ પૈસા મળ્યા હતા.

માધુરી દીક્ષિત

સલમાન ખાન તથા માધુરી દીક્ષિતની ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' સુપરડુપર હિટ ફિલ્મ રહી છે. 1994માં રિલીઝ થયેલી આ ફિલ્મ અંગે અનુપમ ખેરે એક સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ફિલ્મમાં માધુરીને લીડ એક્ટર સલમાન કરતાં વધુ પૈસા મળ્યા હતા.