કન્ફર્મ:કરીના નહીં કંગના રનૌત ભજવશે માતા સીતાનો રોલ, મેકર્સે કહ્યું- આ ફિલ્મ આપણી પૌરાણિક કથાઓને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખશે

મુંબઈ3 મહિનો પહેલા

કંગના રનૌત માતા સીતાના રોલમાં જોવા મળશે. 'સીતા એક અવતાર' ફિલ્મને અલૌકિક દેસાઈ ડિરેક્ટ કરશે અને તેમણે સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ પણ શૅર કરી હતી. અલૌકિકે કંગના સાથેની તસવીર શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં કરીના કપૂર માતા સીતાનો રોલ પ્લે કરશે તેવી ચર્ચા હતી.

આ ફિલ્મ પૌરાણિક કથાઓને જોવાનો દૃષ્ટિકોણ બદલશે
અલૌલિકે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'સીતા આરંભ, બ્રહ્માંડ તે લોકોની મદદ કરે છે, જે વિશ્વાની સાથે સમર્પણ કરે છે. મૃગતૃષ્ણા શું હતી, હવે સ્પષ્ટ થશે. એક પવિત્ર ચરિત્રનું સપનું ક્યારેય શોધવામાં આવ્યું નથી, તે હવે એક વાસ્તવિકતા છે. હું 'સીતા એક અવતારમાં સીતાના રૂપમાં કંગનાને ઓન બોર્ડ લાવવા માટે ઉત્સાહી છું. આ પવિત્ર યાત્રા આપણી પૌરાણિક કથાઓને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખશે.'

કંગના દરેક ભારતીય મહિલાની ભાવના તથા સારનું પ્રતીક
SSS સ્ટૂડિયોની પ્રોડ્યૂસર સલોની શર્માએ કહ્યું હતું, 'એક મહિલા તરીકે હું આપણા આ મેગ્નમ ઓપસ 'એક અવતાર સીતા'માં કંગનાના જોડાવવાથી ઘણી જ ખુશ છું. કંગના વાસ્તવિક ભારતીય મહિલાની ભાવના તથા સારનું પ્રતીક છે. નિડર, પડકારજનક તથા સાહસી. હવે સમય આવી ગયો છે કે આપણે દરેક રીતે સમાનતાનું જશ્ન મનાવીએ. આ બોલિવૂડ દિવા હિંદી ફિલ્મ ઇન્ડસટ્રીમાં સૌથી ફેવરિટ તથા બિઝી એક્ટ્રેસમાંથી એક છે.'

આ ફિલ્મના લેખક કે વી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે માતા સીતાની ભૂમિકા નિભાવવા માટે તેમની પહેલી પસંદ માત્રને માત્ર કંગના જ છે.

ફી મુદ્દે કરીનાએ કહ્યું હતું, આ સન્માનની વાત છે
કરીનાએ કહ્યું હતું કે થોડાં વર્ષ પહેલાં એક ફિલ્મ માટે મેલ તથા ફીમેલ એક્ટર્સને સમાન વેતન આપવાની વાત કોઈ કરતું નહોતું. હવે ઘણાં લોકો આ અંગે વાત કરી રહ્યા છે. તે મેકર્સને પહેલાં જ સ્પષ્ટ કરી છે કે તે શું ઈચ્છે છે. તેના મતે, આ ડિમાન્ડ નથી, પરંતુ મહિલાઓ પ્રત્યેના સન્માન અંગે છે. તેને લાગે છે કે હવે વસ્તુઓ બદલી રહી છે.

કરીનાનો વિરોધ થયો હતો
કરીના ફિલ્મમાં સીતાનો રોલ પ્લે કરવાની છે, તે વાત સામે આવતા સો.મીડિયામાં ઘણો જ વિરોધ થયો હતો. અનેક યુઝર્સે કહ્યું હતું કે જો કરીના સીતાનો રોલ પ્લે કરે છે તો હિંદુ ધર્મ તથા માતા સીતાનું અપમાન કહેવાશે. કેટલાંકે એમ કહ્યું હતું કે તે તૈમુર ખાનની અમ્મી છે. આથી તે માતા સીતાનો રોલ પ્લે કરી શકે નહીં. આ રોલ માત્રને માત્ર હિંદુ એક્ટ્રેસ જ પ્લે કરી શકે.