સગાઈની અફવા પર મલાઈકાએ તોડ્યું મૌન:લગ્ન માટે નહીં પરંતુ રિયાલિટી શો માટે કહી હતી હા, સો.મીડિયામાં પર શેર કરી પોસ્ટ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લાં ઘણા સમયથી રિલેશનશિપમાં છે. બંનેના લગ્નને લઈને ઘણીવાર ચર્ચા થતી રહે છે. મલાઈકાએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં એક્ટ્રેસ શરમાય છે અને તેણે કેપ્શનમાં કહ્યું હતું, 'મેં હા પાડી દીધી છે.' મલાઈકાની આ પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે મલાઈકાનું રિએક્શન સામે આવ્યું છે.

મલાઈકા રિયાલિટી શોમાં જોવા મળશે
લગ્નની અફવા વચ્ચે મલાઈકાએ સોશિયલ મીડિયા પર પોતાના અપકમિંગ શો વિશે જાણકારી આપી છે. મલાઇકાએ પોસ્ટ શેર કરતાં કહ્યું કે, 'હા, ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિયાલિટી શો મુવિંગ મલાઇકા માટે મેં હા પાડી દીધી છે. જ્યાં તમને મારા વિશે વધુ જાણકારી મળશે. તમને શું લાગ્યું? હું મારા રિયાલિટી શોની વાત કરી રહી હતી., જે 5 ડિસેમ્બરે રિલીઝ થશે.

મલાઈકાએ તસ્વીર શેર કરીને આપી લગ્નની હિંટ
મલાઈકાએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં એક્ટ્રેસ શરમાય છે અને તેણે કેપ્શનમાં કહ્યું હતું, 'મેં હા પાડી દીધી છે.' મલાઈકા બ્લેક ટેંક ટોપમાં હતી. આ પોસ્ટ વાઇરલ થતાં જ ચાહકો કમેન્ટ કરી રહ્યા છે કે શું મલાઈકાએ લગ્ન માટે હા પાડી દીધી છે? સેલેબ્સ તથા ચાહકોએ મલાઈકાને શુભેચ્છા પણ પાઠવી છે.

2019માં સંબંધોની જાહેરાત કરી હતી
અર્જુન તથા મલાઈકાએ 2019માં સો.મીડિયામાં પોતાના સંબંધો ઑફિશિયલ કર્યા હતા. અર્જુનના 34મા જન્મદિવસ પર મલાઈકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. અર્જુન પ્રેમિકા મલાઈકા કરતાં 12 વર્ષ નાનો છે.

2017માં ડિવોર્સ લીધા હતા
મલાઈકાએ અરબાઝ ખાન સાથે 1998માં લગ્ન કર્યાં હતાં. બંનેને દીકરો અરહાન પણ છે. જોકે, 2017માં બંને અલગ થઈ ગયાં હતાં. કોર્ટે દીકરાની કસ્ટડી મલાઈકાને આપી હતી. મલાઇકાએ છૂટાછેડાના બદલામાં અરબાઝ પાસેથી ભરણપોષણની રકમ તરીકે 10 કરોડ રૂપિયાની માગણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઈકા 10 કરોડ રૂપિયાથી ઓછી રકમ પર સમાધાન કરવા તૈયાર નહોતી. આ સાથે જ અરબાઝે મલાઈકાને ભરણપોષણની રકમ તરીકે 15 કરોડ રૂપિયા આપ્યા હતા.

'છૈયા છૈયા' ગીતથી લોકપ્રિય થઈ હતી
મલાઈકાએ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ તથા પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું છે. તેણે 20 વર્ષની ઉંમરથી કામ કરવાની શરૂઆત કરી હતી. ફિલ્મ 'દિલ સે'ના ગીત 'છૈયા છૈયા'થી તે રાતોરાત સ્ટાર બની હતી. તેણે અનેક આઇટમ સોંગ્સમાં કામ કર્યું છે.