તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાનના ઘરે કોરોના:અલવીરાને નહીં પરંતુ અર્પિતાને કોરોના સંક્રમણ થયું હતું, અને હવે તે એકદમ સ્વસ્થ છે

3 મહિનો પહેલા

સલમાનની ખાનની બહેનો અલવીરા અને અર્પિતાને કોરોના વાઈરસ સંક્રમણ થયાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ બાદમાં સલમાને આ વાતની પુષ્ટિ કરી દીધી કે, અર્પિતાને કોરોના સંક્રમણ થયું હતું, પરંતુ તે હવે એકદમ સ્વસ્થ છે. રિપોર્ટના અનુસાર, ખુદ અર્પિતા ખાન શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી હતી કે તે ગત મહિને પોઝિટિવ હતી અને હવે એકદમ સ્વસ્થ છે.

સલમાન પોતાની અપકમિંગ ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈના પ્રમોશન માટે જર્નલિસ્ટ્સની સાથે રાઉન્ડ ટેબલમાં હાજર હતો. જ્યાં આ વાત સામે આવી, જો કે, મૂંઝવણને કારણે અર્પિતાની સાથે અલવીરા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

અલવીરા નહીં પણ બીજી કઝીન સંક્રમિત થઈ હતી
દિવ્યભાસ્કરે જ્યારે આ વિશે ખાન ફેમિલીને પૂછ્યું તો સલમાને પુષ્ટિ કરી કે અલવીરાને કોવિડ નથી થયો. સંક્રમણ માત્ર અર્પિતા અને તેણી એક બીજી કઝિન સિસ્ટરને થયું હતું, પરંતુ હવે બંને એકદમ સ્વસ્થ છે. અલવીરાને ક્યારે કોરોના નહોતો થયો. ઉલ્લેખનીય છે કે 31 વર્ષની અર્પિતાને બે નાના બાળકો પણ છે.

અર્પિતાએ સોશિયલ મીડિયા પર લખ્યું
અર્પિતાએ લખ્યું કે- હું એપ્રિલની શરૂઆતમાં કોરોના પોઝિટિવ હતી. જો કે, હું એસિમ્પ્ટોમેટિક હતી. પરંતુ મેં તમામ પ્રોટોકોલ અને ગાઈડલાઈનનું પાલન કર્યું હતું. ભગવાનનો આભાર વ્યક્ત કરું છે કે હવે હું કોરોનાથી એકદમ સ્વસ્થ થઈ ગઈ છું. સુરક્ષિત રહો, મજબૂત રહો અને પોઝિટિવ રહો.

સલમાન, અરબાઝે વેક્સિન લીધી
સલમાન ખાનની ફેમિલીમાં પિતા સલીમ, સલમાન ખાન, અરબાઝ ખાન એટલે સુધી કે ખુદ સલમાને પણ કોરોનાની વેક્સિન લઈ લીધી છે. જો કે, સલમાનનો બીજો ડોઝ બાકી છે. આ બધાની વચ્ચે તેની ફિલ્મ રાધે ઈદ પર રિલીઝ થવાની છે. જેના માટે તે ડિજિટલ પ્રમોશન પણ કરી રહ્યો છે. ફિલ્મમાં તેમની સાથે દિશા પટની, રણદીપ હૂડા, જેકી શ્રોફ પણ છે.