200 કરોડ મની લોન્ડ્રિંગ કેસ:ED ઓફિસમાં નોરા ફતેહીના નિકટના સાથી બોબી ખાનની પૂછપરછ, એક્ટ્રેસે બોબીના નામ પર જ મહાઠગ સુકેશ પાસેથી કાર ગિફ્ટમાં લીધી હતી

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ શુક્રવાર, 14 જાન્યુઆરીના રોજ બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીના નિકટના સાથે મહેબૂબ ઉર્ફે બોબી ખાનને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યો છે. ED સવારના 11 વાગ્યાથી બોબી ખાનની પૂછપરછ કરી રહી છે. નોરાએ બોબી ખાનના નામ પર જ ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ગાડી ગિફ્ટમાં લીધી હતી અને પછી સસ્તી કિંમતે વેચી નાખી હતી. ઉલ્લેખનીય છે કે 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરે ED (ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ)ને આપેલા નિવેદનમાં જેકલીન ફર્નાન્ડિઝ, નોરા ફતેહી, શિલ્પા શેટ્ટી, શ્રદ્ધા કપૂર તથા હરમન બાવેજા સહિતના બોલિવૂડ સેલેબ્સના નામ લીધા હતા. આ કેસમાં નોરા ફતેહીએ સરકારી સાક્ષી બનવાનું નક્કી કર્યું હતું.

નોરા ફતેહી તથા બોબી ખાન.
નોરા ફતેહી તથા બોબી ખાન.

નોરાએ EDને કહ્યું, તમામ આરોપો ખોટાં છે
સુકેશની પત્ની લીના પૉલે ચેન્નઈમાં યોજાયેલ ઇવેન્ટમાં હાજરી આપવા બદલ નોરા ફતેહીને BMW કાર તથા આઇફોન ગિફ્ટમાં આપ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, મની લોન્ડ્રિંગ એક્ટ 2002 સેક્શન 50(2) તથા 50(3) હેઠળ નોરાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. નોરાએ પોતાની પર લાગેલા તમામ આરોપો ખોટાં ગણાવ્યા છે.

શું છે પૂરો કેસ?
સુકેશે રેનબક્સીના પૂર્વ ફાઉન્ડરને જેલમાંથી બહાર કાઢવાની લાલચ આપીને 200 કરોડ પડાવી લીધા છે. માનવામાં આવે છે કે આ રીતે પૈસા ભેગા કરીને તે ફિલ્મી કલાકારોને મોંઘી મોંઘી ગિફ્ટ આપતો હતો. સુકેશે જેલમાં રહીને જ ઘણી એક્ટ્રેસિસનો સંપર્ક કર્યો હતો. સુકેશે એક્ટ્રેસિસને એમ કહીને ફસાવી હતી કે તે પોતે એક મોટો બિઝનેસમેન છે. તે એક્ટ્રેસિસને મોંઘી કાર્સ, જ્વેલરી આપતો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચાહત ખન્ના, નેહા કપૂર તથા નોરા ફતેહી તિહાર જેલમાં સુકેશને અનેકવાર મળવા આવ્યા હતા.

સુકેશ ચંદ્રશેખર.
સુકેશ ચંદ્રશેખર.

નોરા ફતેહીએ 2014માં બોલિવૂડ ડેબ્યૂ
2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યાં હતાં, જેમાં 'બાહુબલી: ધ બિગિનિંગ' પણ સામેલ છે.

'બિગ બોસ'થી ઓળખ મળી
ફિલ્મના આઈટમ નંબર 'મનોહારી'માં તે દેખાઈ હતી. જોકે, નોરાને સાચી ઓળખ તો રિયાલિટી શો 'બિગ બોસ 9'માં કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થયા બાદ મળી હતી. નોરા હવે બોલિવૂડની ટોપ ડાન્સર બની ગઈ છે.

'સ્ટ્રીટ ડાન્સર 3D'માં નોરા દેખાઈ હતી
ફિલ્મ 'સત્યમેવ જયતે'માં 'દિલબર દિલબર', 'સ્ત્રી'માં 'કમરિયા' અને 'બાટલા હાઉસ'માં 'ઓ સાકી સાકી' જેવા સોંગથી નોરા છવાઈ ગઈ હતી. નોરાએ પોતાના ફિગરથી લઈ ડ્રેસિંગ સેન્સ પર ઘણું જ કામ કર્યું છે. એક સમયે સાવ દુબળી-પતલી દેખાતી નોરાએ હવે પોતાની બૉડીને ટોન્ડ બનાવી છે. તેને ભારતની 'કિમ કર્દાશિયન' કહેવામાં આવે છે. નોરા 2018માં શો 'ટોપ મોડલ ઇન્ડિયા'માં મેન્ટર બની હતી, 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર', 'ડાન્સ દીવાને સિઝન 3'માં ગેસ્ટ જજ તરીકે પણ રહી ચૂકી છે. નોરા છેલ્લે 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી.