નોરાએ જેકલિન વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો:કહ્યું, 'કેસને કારણે ફીમાં 50%નો ઘટાડો કરવો પડ્યો, પ્રતિસ્પર્ધીઓ મારી સફળતાની ઈર્ષ્યા કરે છે'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નોરા ફતેહીએ હાલમાં જ જેકલિન વિરુદ્ધ 200 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. જેકલિન ઉપરાંત નોરાએ 15 મીડિયા હાઉસ પર પણ માનહાનિનો કેસ કર્યો છે. નોરાએ અરજીમાં પોતાના પર લાગેલા તમામ આરોપોનું ખંડન કર્યું છે અને દાવો કર્યો છે કે તેણે સુકેશ પાસેથી કોઈ ગિફ્ટ્સ લીધી નથી. નોરાએ અરજીમાં કહ્યું હતું કે પ્રતિસ્પર્ધીઓ તેની સફળતા જોઈને ઈર્ષ્યા કરે છે. આ જ કારણે તે લોકો તેનું કરિયર બરબાદ કરવા માગે છે.

નોરાએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ કેસ છે. હાલમાં જ જેકલિને PMLA કોર્ટમાં લેખિતમાં કહ્યું હતું કે EDએ તેને ફસાવી છે અને નોરા ફતેહી જેવા સેલેબ્સે પણ સુકેશ ચંદ્રશેખર પાસેથી ગિફ્ટ લીધી છે, પરંતુ EDએ તેમને સાક્ષી બનાવી દીધા છે.

સુકેશે ક્યારેય સીધી રીતે મારો સંપર્ક કર્યો નહોતોઃ નોરા
નોરાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે સુકેશ સાથે તેનો કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ નહોતો. તે માત્ર તેની પત્ની લીના મારિયા પૉલના માધ્યમથી તેને ઓળખતી હતી. મીડિયા ટ્રાયલને કારણે તેની રેપ્યુટેશનને ઠેસ પહોંચી છે અને આ માટે જેકલિન જવાબદાર છે. નોરાએ કોર્ટને અપીલ કરી હતી કે તેની પર અર્થહિન આક્ષેપો કરવામાં આવ્યા છે અને આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને તાત્કાલિક સજા આપવી જોઈએ.

કેસમાં નામ આવતા નુકસાન થયું: નોરા
નોરાએ પોતાની અરજીમાં એમ પણ કહ્યું છે કે આ કેસમાં તેનું નામ આવતા તેને ઘણું જ નુકસાન થયું છે. નોરાએ દાવો કર્યો હતે કે કેસમાં નામ આવતા દુબઈ બેઝ્ડ કોન્સર્ટ, અમેરિકા-કેનેડાની ટૂર પણ તેના હાથમાંથી જતી રહી. અનેક જાહેરાતોમાં તેને રિપ્લેસ કરી દેવામાં આવી. તેણે ફીમાં 50%નો ઘટાડો કરવો પડ્યો. તેને નાણાકીય રીતે ભારે નુકસાન થયું છે.

જેકલિનના વકીલે શું કહ્યું?
નોરાએ માનહાનિનો કેસ કરતા જેકલિનના વકીલનું નિવેદન સામે આવ્યું છે. વકીલ પ્રશાંત પાટિલે કહ્યું હતું, 'જેકલિને ક્યારેય પણ પબ્લિકલી નોરા અંગે કંઈ જ કહ્યુ નથી તો એક્ટ્રેસ પર માનહાનિનો કેસ બનતો જ નથી. હજી સુધી કોર્ટમાંથી કોઈ નોટિસ આવી નથી. આ માત્ર નોરા કે પછી બીજું કોઈ છે, જેણે મીડિયામાં આ વાત લીક કરી છે. કોર્ટ તરફથી કોઈ નોટિસ મળશે ત્યારે ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવશે.'

મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી સરકારી સાક્ષી
10 દિવસ પહેલાં EDએ નોરાની પૂછપરછ કરી હતી. તે દરમિયાન નોરાએ તપાસ એજન્સીને કહ્યું હતું કે તેના જીજા બોબીને ઠગ સુકેશે 65 લાખ રૂપિયાની BMW કાર ગિફ્ટ કરી હતી. બોબી જ સુકેશ સાથે વ્હોટ્સએપ પર વાત કરતો હતો. નોરાએ આ અંગે કહ્યું હતું કે સુકેશનો ફોન વારંવાર આવતો હતો અને તેથી જ તેને શંકા ગઈ હતી. ત્યારબાદ તેણે સુકેશ સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા હતા. મની લોન્ડિંગ એક્ટ 2002 સેક્શન 50(2) તથા 50(3) હેઠળ નોરાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. નોરા આ કેસમાં સરકારી સાક્ષી બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...