તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
'સત્યમેવ જયતે'ના 'દિલબર' અને 'સ્ટ્રીટ ડાન્સર 3D'ના 'ગરમી' જેવા સોન્ગથી ઓડિયન્સનું દિલ જીતી ચૂકેલી એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ ખુદને લક્ઝરી કાર ગિફ્ટ કરી છે. રિપોર્ટ્સ મુજબ, હાલમાં જ એક્ટ્રેસે BMW 5-સિરીઝની ગાડી ખરીદી છે. એવું જણાવાઈ રહ્યું છે કે આ કારની એક્સ શો-રૂમ કિંમત ભારતમાં 55.40 લાખથી શરૂ થાય છે અને એનું ટોપ વેરિયન્ટ 68.39 લાખ સુધી આવે છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે નોરાએ કયું વેરિયન્ટ લીધું છે.
જ્યારે ભારત આવી ત્યારે માત્ર 5000 રૂપિયા હતા પાસે
નોરાએ 2019માં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે કેનેડાથી ઇન્ડિયા આવી હતી ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતા. નોરાએ કહ્યું હતું, 'હું માત્ર 5000 રૂપિયા લઈને આવી હતી. જોકે હું જે એજન્સીમાં કામ કરતી હતી ત્યાંથી દર અઠવાડિયે મને 3000 રૂપિયા મળતા હતા. આટલી રકમમાં ડેલી રુટિન મેનેજ કરવું મુશ્કેલ હતું, પણ મેં બધું સ્માર્ટલી મેનેજ કર્યું, જેથી અઠવાડિયાને અંતે પૈસા પૂરા ન થઇ જાય.'
2014માં બોલિવૂડ ડેબ્યુ કર્યું
નોરા મૂળ મોરક્કો, કેનેડાની છે. તેણે 2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબંસ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે અમુક હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યું, જેમાં 'બાહુબલી: ધ બિગિનિંગ' પણ સામેલ છે. ફિલ્મના આઈટમ નંબર 'મનોહારી'માં તે દેખાઈ હતી. જોકે નોરાને સાચી ઓળખ રિયાલિટી શો 'બિગ બોસ 9'થી મળી હતી.
છેલ્લે 'સ્ટ્રીટ ડાન્સર'માં દેખાઈ હતી નોરા
નોરા ફતેહી છેલ્લી વાર મોટા પડદે 'સ્ટ્રીટ ડાન્સર 3D'માં દેખાઈ હતી. રેમો ડિસોઝાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતાં. નોરાએ ફિલ્મમાં માત્ર એક્ટ્રેસ તરીકે જ કામ કર્યું હતું એવું ન હતું, પણ તેણે ફિલ્મના સોન્ગ 'ગરમી' પર જબરદસ્ત ડાન્સ કરીને વાહ- વાહ મેળવી હતી. તે હવે અજય દેવગણ સ્ટારર 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં પણ દેખાશે, એ આવતા વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.