ટ્રાન્સફોર્મેશન:'દિલબર ગર્લ' નોરા ફતેહીની જૂની તસવીરો વાઇરલ, ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકોને નવાઈ લાગી

મુંબઈ22 દિવસ પહેલા
  • નોરા ફતેહી હાલમાં પોતાની ડાન્સિંગ સ્કિલને કારણે લોકપ્રિય છે

'દિલબર ગર્લ' તરીકે લોકપ્રિય થનાર નોરા ફતેહી પોતાની સ્ટાઇલ તથા ફેશન સેન્સને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. નોરા ફતેહી પોતાની બેસ્ટ ડાન્સિંગ સ્કિલને કારણે જાણીતી છે. નોરા ક્યારેય પોતાના આઉટફિટને કારણે તો ક્યારેય તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ નોરાની જૂની તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરમાં એક્ટ્રેસનું ટ્રાન્સફોર્મેશન સ્પષ્ટ દેખાઈ આવે છે.

કેનેડાથી ભારત આવી ત્યારે માત્ર 5000 રૂપિયા હતા
નોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે કેનેડાથી ઇન્ડિયા આવી હતી, ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતા. વધુમાં તેણે કહ્યું હતું, 'હું માત્ર 5000 રૂપિયા લઈને ઇન્ડિયા આવી હતી. જોકે, હું જે એજન્સીમાં કામ કરતી હતી, ત્યારથી દરેક અઠવાડિયે મને 3000 રૂપિયા મળતા હતા. આ રકમમાં ડેલી રૂટિન મેનેજ કરવું ઘણું મુશ્કેલ હતું પણ મેં બધું સ્માર્ટલી મેનેજ કર્યું, જેથી અઠવાડિયાના અંતમાં પૈસા પૂરા ન થઇ જાય.'

2014માં બોલિવૂડ ડેબ્યૂ
2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યાં હતાં, જેમાં 'બાહુબલી: ધ બિગિનિંગ' પણ સામેલ છે.

'બિગ બોસ'થી ઓળખ મળી
ફિલ્મના આઈટમ નંબર 'મનોહારી'માં તે દેખાઈ હતી. જોકે, નોરાને સાચી ઓળખ તો રિયાલિટી શો 'બિગ બોસ 9'માં કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થયા બાદ મળી હતી. નોરા હવે બોલિવૂડની ટોપ ડાન્સર બની ગઈ છે.

'સ્ટ્રીટ ડાન્સર 3D'માં નોરા દેખાઈ હતી
ફિલ્મ 'સત્યમેવ જયતે'માં 'દિલબર દિલબર', 'સ્ત્રી'માં 'કમરિયા' અને 'બાટલા હાઉસ'માં 'ઓ સાકી સાકી' જેવા સોંગથી નોરા છવાઈ ગઈ હતી. નોરાએ પોતાના ફિગરથી લઈ ડ્રેસિંગ સેન્સ પર ઘણું જ કામ કર્યું છે. એક સમયે સાવ દુબળી-પતલી દેખાતી નોરાએ હવે પોતાની બૉડીને ટોન્ડ બનાવી છે. તેને ભારતની 'કિમ કર્દાશિયન' કહેવામાં આવે છે. તેણે હાર્ડકોર વર્કઆઉટથી પોતાની કર્વી બૉડી બનાવી છે.

નોરા 2018માં શો 'ટોપ મોડલ ઇન્ડિયા'માં મેન્ટર બની હતી, 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર', 'ડાન્સ દીવાને સિઝન 3'માં ગેસ્ટ જજ તરીકે પણ રહી ચૂકી છે. નોરા છેલ્લે 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી.