તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેપ્પી બર્થડે નોરા ફતેહી:માત્ર 5000 રૂપિયા લઈને કેનેડાથી ઇન્ડિયા આવી હતી નોરા ફતેહી, 6 વર્ષમાં બોલિવૂડની ટોપ ડાન્સર બની ગઈ

22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી 29 વર્ષની થઇ ગઈ છે. નોરા મૂળ મોરક્કો, કેનેડાની રહેવાસી છે. તેણે 2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબંસ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણે અમુક હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યા જેમાં 'બાહુબલી: ધ બિગિનિંગ' પણ સામેલ છે.

ફિલ્મના આઈટમ નંબર 'મનોહારી'માં તે દેખાઈ હતી. જોકે નોરાને સાચી ઓળખ તો રિયાલિટી શો 'બિગ બોસ 9'માં કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થયા બાદ મળી હતી. નોરા હવે બોલિવૂડની ટોપ ડાન્સર બની ગઈ છે.

2014માં બોલિવૂડ ડેબ્યુ કર્યું
નોરાનું કહેવું છે કે જ્યારે તે કેનેડાથી ઇન્ડિયા આવી હતી, ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતા. તેણે એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો. નોરાએ કહ્યું હતું, 'માત્ર 5000 રૂપિયા લઈને ઇન્ડિયા આવી હતી. જોકે, હું જે એજન્સીમાં કામ કરતી હતી, ત્યારથી દરેક અઠવાડિયે મને 3000 રૂપિયા મળતા હતા. આ રકમમાં ડેલી રૂટિન મેનેજ કરવું ઘણું મુશ્કેલ હતું પણ મેં બધું સ્માર્ટલી મેનેજ કર્યું, જેથી અઠવાડિયાના અંતમાં પૈસા પૂરા ન થઇ જાય.'

'સ્ટ્રીટ ડાન્સર 3D'માં નોરા દેખાઈ હતી
ફિલ્મ 'સત્યમેવ જયતે'માં 'દિલબર દિલબર', 'સ્ત્રી'માં 'કમરિયા' અને 'બાટલા હાઉસ'માં 'ઓ સાકી સાકી' જેવા સોન્ગ પર ડાન્સ કરનારી નોરા છેલ્લે મોટા પડદે 'સ્ટ્રીટ ડાન્સર 3D'માં દેખાઈ હતી. રેમો ડિસોઝાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર પણ લીડ રોલમાં હતા.

નોરાએ ન માત્ર ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું પણ તેના સોન્ગ 'ગર્મી'ના ડાન્સ પરફોર્મન્સના પણ ઘણા વખાણ થયા હતા. તે અજય દેવગણ સ્ટારર 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળશે, જે આ વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હાલમાં જ તેનો મ્યુઝિક વીડિયો 'છોડ દેંગે' રિલીઝ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો