ફ્રૉડ કેસ:સોનાક્ષી સિંહાએ છેતરપિંડી કેસમાં કહ્યું- મારી વિરુદ્ધ કોઈ વોરન્ટ ઇશ્યૂ થયું નથી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2019માં સોનાક્ષી સિંહા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો

સોનાક્ષી સિંહા અંગે છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા થતી હતી કે તેની વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. હાલમાં જ સોનાક્ષીએ આ અંગે વાત કરી હતી. તેણે આ પ્રકારના સમાચારોને ફૅક કહ્યા હતા અને કહ્યું હતું કે તેની વિરુદ્ધ કોઈ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું નથી.

સોનાક્ષીએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મીડિયામાં છેલ્લાં કેટલાંક દિવસોથી ફૅક સમાચાર ચાલી રહ્યા છે કે મારી વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. આ સમાચારો સત્યતા ચકાસ્યા વગર જ ચલાવવામાં આવ્યા છે. આ માત્ર કલ્પના છે અને એક દુષ્ટ વ્યક્તિ મને હેરાન કરવાનો પ્રયાસ કરે છે. હું તમામ મીડિયા હાઉસ, પત્રકારને અપીલ કરું છું કે તેઓ આ પ્રકારના ખોટા સમાચાર ના ફેલાવે, કારણ કે આ પબ્લિસિટી મેળવવા માટેનો આ દુષ્ટ વ્યક્તિનો એજન્ડા છે.

મારી વિરુદ્ધ કોઈ વોરંટ ઇશ્યૂ થયું થી
સોનાક્ષીએ આગળ કહ્યું હતું, 'આ વ્યક્તિ પબ્લિસિટી તથા મારી ઇમેજ પર હુમલો કરીને મારી પાસેથી પૈસા લેવા માગે છે. મીડિયામાં મારી વિરુદ્ધ ખોટી વાતો ફેલાવે છે. મહેરબાની કરીને આ હેરેસમેન્ટનો ભાગ ના બનો. આ કેસમાં મુરાદાબાદ કોર્ટમાં ચાલે છે અને અલ્હાબાદ હાઇકોર્ટે આ કેસ પર સ્ટે મૂક્યો છે. મારી કાયદાકીય ટીમ તે વ્યક્તિ વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ કરવા માટેની કાર્યવાહી કરશે. આ કેસમાં જ્યાં સુધી મુરાદાબાદ કોર્ટ પોતાનો ચુકાદો નથી આપતી ત્યાં સુધી આ મારું એક માત્ર નિવેદન રહેશે. આથી આ કેસ અંગે મારો સંપર્ક ના કરવો. હું ઘરે છે અને તમને આશ્વાસન આપું છું કે મારી વિરુદ્ધ કોઈ વોરંટ ઈશ્યૂ થયું નથી.'

2019માં કેસ થયો હતો
સૂત્રોના મતે, ઉત્તર પ્રદેશના મુરાદાબાદના કટઘર પોલીસ સ્ટેશનમાં રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પ્રમોદ શર્માએ ફેબ્રુઆરી, 2019ના રોજ એક્ટ્રેસ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. પ્રમોદે સોનાક્ષી પર આક્ષેપ કર્યો હતો કે તેણે દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં સામેલ થવા માટે 37 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપવા છતાં સોનાક્ષી ઇવેન્ટમાં હાજર રહી નહીં. સોનાક્ષીના મેનેજર પાસે પૈસા માગ્યા છતા પૈસા પરત કર્યા નથી. સૂત્રોના મતે ઉત્તર પ્રદેશની મુરાબાદની ACJM કોર્ટે સોનાક્ષી વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું છે અને 25 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે.

સોનાક્ષીના અપકમિંગ પ્રોજેક્ટ્સ
સોનાક્ષી હાલમાં જ 'દબંગ' ટૂરમાંથી પરત ફરી છે. તે 'ડબલ એક્સએલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં હુમા કુરૈશી પણ છે. સોનાક્ષી એક્ટર રિતેશ સાથે 'કકુડા'માં જોવા મળશે. સોનાક્ષી 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી.