તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડ પર સંકટ:મહારાષ્ટ્રમાં શૂટિંગની પરવાનગી નહીં, ઇન્ડસ્ટ્રીને 1000 કરોડ રૂપિયાનું નુકસાન; બાયોબબલમાં ફિલ્મ તથા સિરિયલનું શૂટિંગ શરૂ કરવાની માગ

મુંબઈ11 દિવસ પહેલાલેખક: રાજેશ ગાબા
  • ગોવા, ગુજરાત, તેલંગાણામાં સ્થાનિક સરકાર શૂટિંગને સપોર્ટ કરે છે, મહારાષ્ટ્રમાં આવુ નથી

મહારાષ્ટ્રમાં લૉકડાઉનને 15 દિવસ માટે વધારી દેવાતા ફિલ્મ તથા ટીવી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની મુસીબતમાં વધારો થયો છે. સિને એમ્લોઈઝના સંગઠનના ફેડરેશન FWICEએ કહ્યું હતું કે લૉકડાઉન વધ્યું તો એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન જશે તે નક્કી છે. સરકારને આ વાત પહેલાં જ કહી હતી, પરંતુ તેમણે અમારી વાત માની નહીં. બીજા રાજ્યમાં બાયોબબલમાં શૂટિંગ થઈ રહ્યું છે, મુંબઈ તો સિને ઇન્ડસ્ટ્રીનું હબ છે, અહીંયા પણ પરવાનગી મળવી જોઈએ. સરકાર કોઈ રાહત પેકેજ કે કેશ રિલીફ પણ આપતી નથી. આખરે પાંચ લાખથી વધુ લોકોની રોજગારીનો સવાલ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને કારણે સરકારે 14 એપ્રિલથી રાતના આઠથી 1 મે સવારના સાત વાગ્યા સુધી લૉકડાઉન જાહેર કર્યું હતું. આ સાથે જ આખા રાજ્યમાં કલમ 144 લાગુ કરી હતી. 15 દિવસના લૉકડાઉનને કારણે ફિલ્મ, ટીવી સિરિયલ્સ, એડનું શૂટિંગ અટકી પડ્યું છે. આ કારણે ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રીના ટેક્નિશિયન તથા ક્રૂ મેમ્બર્સ સૌથી વધારે પ્રભાવિત થયા છે. તમામને આશા હતી કે પહેલી મેથી શૂટિંગ ફરી શરૂ થશે, પરંતુ સરકારે બીજા 15 દિવસનું લૉકડાઉન લગાવી દીધું. આ જ કારણે લાખો ટેક્નિશિયન તથા ક્રૂ મેમ્બર્સ સામે રોજગારીનું સંકટ ઊભું થયું છે.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઝ (FWICE)ના પ્રમુખ બી એન તિવારી
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઝ (FWICE)ના પ્રમુખ બી એન તિવારી

અન્ય રાજ્યની સરકારો સુવિધા આપે છે
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના પ્રમુખ બી એન તિવારીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો લૉકડાઉન વધ્યું તો ઇન્ડસ્ટ્રીને ઓછામાં ઓછું એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ વાત અમે પહેલાં જ સરકારને જણાવી દીધી હતી. અમે એમ પણ કહ્યું હતું કે રોજમદાર કર્મચારીઓની આર્થિક હાલત બગડી રહી છે. ઉદ્ધવ સરકારે અમારી વાત પર ધ્યાન આપ્યા વગર લૉકડાઉન વધારી દીધું અને શૂટિંગની પરવાનગી આપી નહીં. કદાચ તેમને અમારી સાથે કોઈ લેવા દેવા નથી. તેમની તરફથી અમારા પત્રનો કોઈ જવાબ પણ આવ્યો નથી.

જેમને કામ કરવું છે, તે બહાર જઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રી શિફ્ટ થઈ રહી છે. સૌથી મોટી વાત રિયાલિટી શો પણ બહાર શિફ્ટ થઈ રહ્યા છે, જેમ કે 'સુપર ડાન્સર'એ દમણમાં સેટ લગાવ્યો છે. આગામી સમયમાં ફિલ્મસિટી મુંબઈથી બહાર શિફ્ટ થઈ શકે છે.

બે પ્રોડ્યૂસરે ઉમરગામમાં સ્ટૂડિયો બનાવ્યો છે અને ત્યાં જ શૂટ કરે છે. લૉકડાઉનની વચ્ચે અનેક ટીવી પ્રોડ્યૂસર્સે ગુજરાત, હૈદરાબાદ તથા ગોવામાં શૂટિંગ શરૂ કર્યું છે. મુંબઈમાં તો માત્ર મરાઠી ફિલ્મ તથા સિરિયલ જ બનશે. મુખ્યમંત્રી સાહેબ તો માત્ર મરાઠી ફિલ્મવાળા સાથે જ વાત કરે છે, અમારી સાથે વાત કરતા નથી. તેમને હિંદીવાળા સાથે કોઈ સંબંધ જ ના હોય તેમ કરે છે. અમને મળવાનો સમય પણ આપતા નથી.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી અશોક દુબે
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી અશોક દુબે

મુખ્યમંત્રીને નવો પત્ર, પહેલાં લખેલા પત્રનો હજી સુધી જવાબ આપ્યો નથી
ફેડરેશનના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું હતું કે ફેડરેશનને પહેલાં એક પત્ર લખ્યો હતો, પરંતુ તેનો જવાબ હજી સુધી મળ્યો નથી. હાલમાં જ બીજીવાર કોર્ડિનેશન કમિટીએ ચર્ચા કરીને બીજીવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમને મળવાનો સમય માગ્યો છે. આશા છે કે કંઈક પોઝિટિવ જવાબ આવશે. ફેડરેશનના પાંચ લાખ કર્મચારી, ક્રૂ મેમ્બર્સની મદદ કરવા માટે અમે બિગ સ્ટાર્સને પણ વાત કરીશું.

FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ), IFTDA (ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિયેશન). IFTPC (ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ), IMPPA (ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિયેશન, પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા), VIFPA (ઈન્ડિયન ફિલ્મ પ્રોડ્યૂસર્સ એસોસિયેશન), CINTAA (સિને એન્ડ આર્ટિસ્ટ એસોસિયેશન) તથા ચાર ચેનલ ઝી, સ્ટાર, કલર્સ તથા સોની સામેલ છે. સરકાર તરફથી આદેશ બાંદેકર કમિટીમાં છે. તો સાંસદ તથા કલાકાર અમોલ કોલે પણ કમિટીના મેમ્બર છે.

ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલના ટીવી વિંગના ચેરમેન જે ડી મજેઠિયા
ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલના ટીવી વિંગના ચેરમેન જે ડી મજેઠિયા

બહાર શૂટિંગ કરવું સરળ નથી, તે પણ મુંબઈ પરત ફરવા માગે છે
ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલના ટીવી વિંગના ચેરમેન જે ડી મજેઠિયાએ કહ્યું હતું કે લૉકડાઉન વધતા ટીવી ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીવી રોજે રોજ ડિલિવર કરે છે. તે એક જગ્યાએ પોતાનું તંત્ર બનાવે છે. સેટથી લઈ તમામ સુવિધા હોય છે. જેને કારણે અંડર વન રૂફ તમામ ચીજ વસ્તુ આવી જાય છે. મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે, જ્યાં છ મહિનાથી લઈ 10 વર્ષ સુધી શો ચાલે છે. આ માહોલમાં એક રિસોર્ટ કે અન્ય જગ્યાએ શિફ્ટ થવું પડકારજનક છે. ત્યાં તમામ સુવિધા હોતી નથી. ત્યાં વાર્તાથી લઈ તમામ બાબતો ડિસ્ટર્બ થઈ જાય છે. પ્રોડ્યૂસરને નુકસાન થાય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા વાર્તામાં ફેરફાર કરવો મુશ્કેલ છે. મુંબઈમાં સેટ બનેલો છે અને બીજી જગ્યાએ સેટ બનાવવો મોંઘો પડી જાય છે. આ ઉપરાંત કોરોનાનો ડર તો ખરો જ. ટીવીના નિર્માતા શો મસ્ટ ગો ઓન પર કામ કરે છે. જે લોકો બહાર ગયા છે, તે લોકો પણ પરત આવવા માગે છે.

ડિપ્રેશનના માહોલમાં મનોરંજન કરનારા પણ ફ્રન્ટલાઈન વર્કર્સ છે
અમે સરકારને વિનંતી કરીએ છે કે જે રીતે બીજા રાજ્યોમાં બાયોબબલમાં રહીને શૂટિંગ કરીએ છીએ. મહારાષ્ટ્રમાં પણ અમને બાયોબબલમાં રહીને શૂટિંગ કરવા દો. આ બાબત અમારા વધુ કંટ્રોલમાં છે. ગાઈડલાઈનનું પાલન કરીશું. અમે પણ એસેન્શિયલ સર્વિસમાં આવીએ છીએ. દુઃખ, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશનના માહોલમાં અમે દર્શકોને ફ્રેશ કન્ટેન્ટ આપીને મનોરંજન આપીએ છીએ. સરકાર અમને પણ ફ્રન્ટલાઈન વર્કર્સની જેમ ટ્રીટ કરે. અમે સરકારની સાથે રહીને કોરોના સામે લડવા માગીએ છીએ. અમને વધારે પૈસા નથી મળતાં, પરંતુ નુકસાન જ જાય છે. કલાકારોથી લઈ ટેક્નિશિયન પણ ડે પર કામ કરે છે. રોજમદાર માટે અત્યારે ટકી રહેવું મુશ્કેલ છે. મહારાષ્ટ્ર સરકારને અનુરોધ છે કે અમારી વિનંતી સાંભળે. અમે પત્ર લખ્યો છે, તેમના જવાબની રાહ જોઈએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો