NO સેલિબ્રેશન:આ વર્ષે પણ બોલિવૂડમાં દિવાળી પાર્ટી નહીં થાય, અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી, શાહરૂખ ખાનના ઘરે શાનદાર પાર્ટી નહીં યોજાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ શાહરૂખ ખાન દિવાળી સેલિબ્રેશન નહીં કરે

સમગ્ર દેશમાં દિવાળીનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે અને બોલિવૂડના દરેક ફેન તેમના મનપસંદ સ્ટારના ઘરે થતી શાનદાર પાર્ટીની રાહ જોતા હોય છે, પરંતુ અફસોસ કે આ વર્ષે પણ ફેન્સને નિરાશ થવું પડશે. ઈન્ડિયા ટુડેના તાજેતરના રિપોર્ટના અનુસાર, આ વર્ષે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટી સહિત ઘણા મોટા સ્ટાર પોતાના ઘરે દિવાળીની પાર્ટીનું આયોજન નહીં કરે.

અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, સુનીતા, એકતા કપૂર, શિલ્પા શેટ્ટી, મનીષ મલ્હોત્રા, શાહરૂખ ખાન જેવા મોટા સ્ટાર્સ ગર વર્ષે દિવાળી પર પોતાના ઘરે પાર્ટી રાખે છે, પરંતુ ગયા વર્ષે કોવિડ મહામારીના કારણે દિવાળી પાર્ટી ન થઈ શકી. હવે તાજેતરના રિપોર્ટ્સના અનુસાર, આ વર્ષે પણ બોલિવૂડમાં સેલિબ્રેશન નહીં થાય. શિલ્પા શેટ્ટીના ઘરે પાર્ટી ન થવાનું કારણ તેનો પતિ રાજ કુંદ્રાનો પોર્નોગ્રાફી કેસ છે. જ્યારે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ શાહરૂખ ખાન દિવાળી સેલિબ્રેશન નહીં કરે.

એકતા કપૂરના ઘરે પાર્ટી થશે
એક તરફ જ્યાં ઘણા સેલેબ્સ દિવાળી પાર્ટી કરવાનું ટાળી રહ્યા છે ત્યારે બીજી તરફ ફિલ્મમેકર એકતા કપૂર પોતાના ઘરમાં એક નાની પાર્ટીનું આયોજન કરવાની છે. મનીષ મલ્હોત્રા પણ દિવાળી સેલિબ્રેશન કરવાનું વિચારી રહ્યો છે પરંતુ હજી સુધી તે પાર્ટીનું આયોજન કરશે કે નહીં તે નક્કી નથી. તે ઉપરાંત અર્પિતા ખાન પણ પોતાના નજીકના લોકો માટે પાર્ટી રાખશે.