તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિશા-સુશાંત ડેથ કેસ:બીજેપી ધારાસભ્ય નિતેશ રાણેએ દિશા સલિયનના મંગેતરની સુરક્ષા માગી, ગૃહમંત્રીને લેટરમાં લખ્યું, ‘બાહુબલીઓના ડરને લીધે રોહન મુંબઈ પરત આવ્યો નથી’

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બીજેપી ધારાસભ્ય નિતેશ રાણેએ બુધવારે ગૃહમંત્રી અમિત શાહને એક લેટર લખ્યો છે. લેટરમાં દિશા સલિયન ડેથ કેસમાં તપાસ દરમિયાન તેના મંગેતર રોહન રાયને સુરક્ષા આપવાની માગ કરી છે. નિતેશે જ સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસની લિંક દિશાની આત્મહત્યા સાથે હોવાની દાવો કર્યો હતો. હવે નિતેશે ચિંતા વ્યક્ત કરી છે કે, મુંબઈ પોલીસે દિશાના લિવ ઇન પાર્ટનરની હજુ કોઈ પૂછપરછ કરી નથી.

એક અઠવાડિયાં પછી મુંબઈ છોડીને જતો રહ્યો હતો
નિતેશે આ લેટર લખવા પાછળનું કારણ જણાવ્યું કે, દિશાના મૃત્યુ પછી એક અઠવાડિયાં પછી રોહનને મુંબઈ છોડવું પડ્યું, આ મોટો કેસ છે. ઘણા બાહુબલી તેની પર દબાણ મૂકી રહ્યા છે આથી જ તે મુંબઈ પાછા આવતા ડરી રહ્યો છે. લેટરમાં લખ્યું કે, દિશાએ ઝંપલાવ્યું ત્યારે તે તેની સાથે જ હતો જ્યારે ચર્ચાઓ એવી થઇ રહી હતી કે આ ઘટના પછી તેના 20-25 મિનિટ પછી રોહન પહોંચ્યો હતો. હું ઈચ્છું છું કે CBI રોહનની પૂછપરછ કરે, તેમને મહત્ત્વના પુરાવા મળશે. કારણકે એક વાત પાક્કી જ છે કે દિશા અને સુશાંતનું મૃત્યુ એકબીજા સાથે લિંક છે.

સુશાંતના કેસમાં CBI રોહનની પૂછપરછ કરી શકે છે
રોહન હાલ મેંગલોરમાં છે. દિશાનું મૃત્યુ 8 જૂને મલાડ સ્થિત બિલ્ડિંગના 14મા માળ પરથી પડવાને લીધે થયું હતું. રિપબ્લિક ટીવીના ન્યૂઝ પ્રમાણે, CBI સુશાંત કેસમાં દિશાના મોત સાથે જોડાયેલા દરેક લોકોને સમન્સ મોકલી રહી છે. રોહન રાયની પણ પૂછપરછ થવાની છે પણ તે મુંબઈમાં નથી.

અન્ય સમાચારો પણ છે...