તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નીના ગુપ્તા પતિ વિવેક મેહરા સાથે ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં ક્વૉરન્ટીન ટાઈમ પસાર કરી રહ્યાં છે. હાલમાં જ નીના ગુપ્તાએ પતિની વિનંતી પર હિમાચલી લોકગીત ‘ચંબા કિતની દૂર’ ગાયું હતું. નીના ગુપ્તાએ ગીત ગાતો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. આ હિમાચલી લોકગીતને સિંગર મોહિત ચૌહાણે વર્ષ 2009માં પોતાના ‘ફિતૂર’ આલ્બમમાં ગાયું હતું. ત્યારબાદ વર્ષ 2018માં સિંગર હર્ષદીપ કૌરે પણ પોતાના મ્યૂઝિક સોંગમાં ગાયું હતું.
વીડિયો શૅર કર્યો
નીના ગુપ્તાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, પતિ કી ફરમાઈશ થી તો. આ વીડિયો પર અર્ચના પુરણ સિંહે કમેન્ટ કરતાં કહ્યું હતું કે આ ગીત સાંભળ્યા બાદ એમને એવું લાગ્યું કે તે પણ નીના સાથે પર્વત પર છે.
View this post on InstagramA post shared by Neena Gupta (@neena_gupta) on May 10, 2020 at 5:21pm PDT
લોકગીતના શબ્દો
મૈં ની મેરીયે
શીમલે દી રાહે ચમ્બા કિતની દૂર,
મૈં ને મેરીયે,
શીમલે દી રાહે ચમ્બા કિતની દૂર,
ઓ શીમલે ની વસના, કસૌલી ની વસના
શીમલે ની વસના, કસૌલી ની વસના
ચમ્બા જાના ઝરૂર
ચમ્બા જાના ઝરૂર
મધર્સ ડે પર તસવીર શૅર કરી હતી
નીના ગુપ્તાએ મધર્સ ડે પર માતા સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને તેમણે કેપ્શન આપ્યું હતું, ‘હું અને મમ્મી... ધૂંધળી યાદો.’
View this post on InstagramA post shared by Neena Gupta (@neena_gupta) on May 9, 2020 at 7:46am PDT
નીના ગુપ્તાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં જોવા મળ્યાં હતાં. હવે તેઓ રણવીર સિંહની ‘83’ તથા પરિણીતી ચોપરા-અર્જુન કપૂરની ‘પિંકી ફરાર’માં જોવા મળશે. હાલમાં જ તેઓ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી સીરિઝ ‘પંચાયત’માં જોવા મળ્યાં હતાં.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.