સેલેબ લાઈફ:બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે બેડરૂમ સિક્રેટ ઉજાગર કર્યું

લોસ એન્જલસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં જ નિક જોનસે અંગત જીવન અંગે વાત કરી હતી
  • નિક તથા પ્રિયંકા એકબીજાના ક્રિટિક તથા પ્રશંસક છે

પોપ્યુલર અમેરિકન સિંગર તથા એક્ટર નિક જોનસે દરેક પ્રકારનાં ગીતો ગાયાં છે. પછી એ ઇમોશનલ હોય, રોમેન્ટિક હોય કે સેન્સેશનલ. નિકે 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે'થી લઈ 'સ્પેસમેન' સુધીની ફિલ્મનાં ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. હાલમાં જ નિકે GQ મેગેઝિન સાથે અંગત જીવન અંગે વાત કરી હતી. નિકે ઘણી જ સહજતાથી પોતાના બેડરૂમ સિક્રેટ શૅર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા તથા નિકે 2018માં ભારતમાં લગ્ન કર્યાં હતાં. પ્રિયંકા પતિ કરતાં 10 વર્ષ મોટી છે.

બેડરૂમમાં પોતાનાં ગીતો વગાડતો નથી
નિક જોનસને જ્યારે તેના સેક્સ પ્લેલિસ્ટ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે તે માને છે કે દરેકની પાસે તેમનું પોતાનું એક સેક્સ પ્લેલિસ્ટ હોવું જોઈએ. તેની પાસે પણ છે. જોકે તે પ્લેલિસ્ટમાં તેના એકપણ ગીત નથી. નિકે વધુમાં એમ કહ્યું હતું કે તે પોતાનાં ગીતો સાંભળીને ફ્રી ફીલ કરતો નથી.

નિકને ચાહકો સેક્સ સિમ્બોલ કહીને બોલાવે છે. આ અંગે નિકે કહ્યું હતું કે આ માત્ર ચાપલૂસી છે. આકર્ષણ બહુ જ બારીક બાબત છે. તે આ બધી વાતોને ક્યારેય ગંભીરતાથી લેતો નથી. તે હંમેશાં આ વાતો પર હસે છે. જોકે તેને એવો વિચાર આવે છે કે જ્યારે તેના પેરન્ટ્સ આ અંગે વાંચતા હશે તો તેઓ કેવું વિચારતા હશે. તેને આ વાત ગર્વ લેવા જેવી લાગતી નથી. તે આ વિશે વધુ વિચારવા નથી માગતો, કારણ કે આ બાબતથી તેને શરમ આવે છે.

એકબીજાના ક્રિટિક અને પ્રશંસક
નિકે પ્રિયંકા અંગે કહ્યું હતું કે તેના જીવનમાં પ્રિયંકા ઘણી જ મહત્ત્વની છે. પ્રિયંકાનો અભિપ્રાય તેના માટે ઘણો જ ખાસ છે. નિકે એમ પણ કહ્યું હતું કે પ્રિયંકા પહેલી વ્યક્તિ છે, જેના માટે તેણે પહેલી જ વાર કંઈક પ્લે કર્યું હતું. તેઓ બંને એકબીજાના કામના પ્રશંસક તથા ક્રિટિક પણ છે. તેમને જે વાત પસંદ ના આવે, તે ખુલ્લા મનથી એકબીજાની સાથે શૅર કરે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં નિક અમેરિકામાં છે તો પ્રિયંકા લંડનમાં છે. પ્રિયંકા છેલ્લા ઘણા મહિનાથી લંડનમાં છે. અહીં તે પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરાં કરી રહી છે.

નિક જોનસનો અકસ્માત થયો હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિયાલિટી સિંગિંગ શો 'ધ વોઈસ'ના શૂટિંગ દરમિયાન નિકને શનિવાર, 15મેના રોજ ઈજા થઈ હતી. તેને લોસ એન્જલસની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે બીજા જ દિવસે તેને રજા આપી દેવામાં આવી હતી. જોકે નિકને કેટલું વાગ્યું છે એ અંગેની કોઈ માહિતી શૅર કરવામાં આવી નથી. પ્રિયંકા કે નિકે આ અંગે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ આપ્યું નથી.

પ્રિયંકા-નિકે ફંડ પ્રોગ્રામ શરૂ કર્યો
ભારતને કોરોના સામે લડવામાં મદદ મળે એ હેતુથી પ્રિયંકા તથા નિકે ફંડરેઝર પ્રોગ્રામ શરૂ કર્યો હતો. પ્રિયંકા તથા નિકે પણ ડોનેશન આપ્યું હતું અને વિશ્વભરના લોકોને મદદ કરવાનું કહ્યું હતું.