તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • New Twist In Sushant Case: Revealed In Call Date Riya Called Sushant From Chandigarh To Mumbai After Making 25 Calls In Five Days, Wanted To Get Admitted In Mental Asylum

સુશાંતના કેસમાં નવો વળાંક:કોલ ડીટેલ્સમાં ખુલાસો: રિયા સુશાંતને પાગલખાનાંમાં મોકલવા માગતી હતી, સુશાંતને 5 દિવસમાં 25 વખત કોલ કરીને ચંડીગઢથી મુંબઈ બોલાવી લીધો હતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં સુસાઈડ કેસમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. રિયા ચક્રવર્તી પર સુશાંતના પિતા કે. કે સિંહે છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિયા ચક્રવર્તીની કોલ ડીટેલ્સનો ખુલાસો થયો છે અને તે સુશાંતને બીમારીનો ડર બતાવીને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા માગતી હતી.

સુશાંતને તેની બહેન રાની સાથે રહેવું હતું
આ ઉપરાંત સુશાંત આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 20થી 24 જાન્યુઆરી વચ્ચે ચંડીગઢ ગયો હતો તે વાત પણ સામે આવી છે. તે પોતાની બહેન રાની સાથે રહેવા માગતો હતો અને આ 5 દિવસ દરમિયાન રિયાએ તેને 25 કોલ કર્યા હતાં.

સુશાંતને હિમાચલ પ્રદેશમાં રહેવું હતું
સુશાંત પોતાની બહેનની સાથે ચંડીગઢ અને પછી હિમાચલ પ્રદેશ જવા માગતો હતો, પરંતુ રિયાએ તેને બ્લેકમેલ કરીને રોકી રાખ્યો હતો. સુશાંતે પોતાની બહેનોને રિયા અને તેના પરિવાર વિશે જણાવ્યું હતું. એટલું જ નહિ પણ સુશાંત મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં રહેવા માગતો હતો.

રિયાને મેન્ટલ હોસ્પિટલ મોકલવો હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુશાંતે નવેમ્બર મહિનામાં બહેન પાસે મદદ માગવા માટે ફોન કર્યો હતો. ડિસેમ્બર મહિનામાં સુશાંતે નવા નંબરથી બહેનને ફોન કરીને મદદ માગી હતી. સુશાંતે કહ્યું હતું કે, રિયા અને તેનો પરિવાર મને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાના પ્રયત્નો કરી રહ્યું છે. મારે પાગલખાનાંમાં જવું નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો