નેહુપ્રીત રોમેન્ટિક થયા:એફિલ ટાવરની સામે નેહા કક્કર-રોહનપ્રીતે એકબીજાને કિસ કરી, ભાઈએ કહ્યું- 'પિક્ચર ઓફ ધ યર'

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં નેહા કક્કર પતિ સાથે પેરિસમાં વેકેશન મનાવી રહી છે

બોલિવૂડ સિંગર નેહા કક્કર હાલમાં પતિ રોહનપ્રીત સાથે પેરિસમાં વેકેશન મનાવી રહી છે. હાલમાં જ નેહાએ સો.મીડિયામાં પતિને કિસ કરતી હોય તેવી તસવીરો શૅર કરી હતી.

એફિલ ટાવરની સામે કિસ કરી
નેહા તથા રોહનપ્રીત પેરિસના એફિલ ટાવરની સામે એકબીજાને કિસ કરે છે. નેહાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'પ્રેમનું શહેર. પેરિસ ઘણું જ સુંદર લાગે છે, પરંતુ જ્યારે તું સાથે હોય ત્યારે જ, તારા વગર કંઈ જ નહીં.'

નેહાએ ચાર તસવીરો શૅર કરી હતી, જેમાં ત્રણ તસવીરમાં નેહા-રોહન એકબીજાને કિસ કરે છે અને ચોથી તસવીરમાં બંને એકબીજાની આંખોમાં જુએ છે. આ પોસ્ટ પર રોહનપ્રીતે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'આઇ લવ યુ.' ઉર્વશી રાઉતેલાએ ફ્રેંચમાં કમેન્ટ કરી હતી અને કહ્યું હતું, 'જીવનમાં માત્ર એક ખુશી છે અને તે છે પ્રેમ કરવો અને પ્રેમ આપવો.' નેહા કક્કરના ભાઈએ કહ્યું હતું, 'પિક્ચર ઓફ ધ યર.' નેહાની આ પોસ્ટમાં ઘણાં સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.

રોહનપ્રીતે પણ આ જ તસવીરો શૅર કરી
રોહનપ્રીતે પણ આ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'લોકો એફિલ ટાવરને પ્રેમ કરે છે, તેના કરતાં હું તને વધારે પ્રેમ કરું છું.'

નેહા-રોહનપ્રીતની પેરિસ વેકેશનની તસવીરો...

હાલમાં જ પ્રેગ્નન્સી અંગે વાત કરી
નેહા કક્કરે જ્યારથી લગ્ન કર્યાં છે ત્યારથી તેની પ્રેગ્નન્સીની ચર્ચા થતી રહેતી હોય છે. હાલમાં જ નેહાએ કહ્યું હતું કે તે પ્રેગ્નન્ટ નથી, લગ્ન બાદ જમવાનું વધી ગયું હોવાથી તેનું વજન વધી ગયું છે.

ગયા વર્ષે લગ્ન કર્યાં
નેહાએ ગયા વર્ષે સિંગર રોહનપ્રીત સાથે દિલ્હીમાં 24 ઓક્ટોબરે ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. તેમની પહેલી મુલાકાત નેહુ દા વ્યાહ' 'ના સેટ પર થઈ હતી. સેટ પર જ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. રોહનપ્રીત સિંહ 'ઇન્ડિયાઝ રાઇઝિંગ સ્ટાર'ની ત્રીજી સિઝનમાં સ્પર્ધક તરીકે દેખાયો હતો. આ ઉપરાંત તેણે વેડિંગ રિયાલિટી શો 'મુઝસે શાદી કરોગે'માં પણ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ શો 'બિગ બોસ 13'ની સ્પર્ધક રહી ચૂકેલી શહનાઝ ગિલને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો હતો.