તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેહુ પ્રીત વેડિંગ- ઇનસાઇડ:લગ્નમાં નેહા કક્કરે પતિ રોહન પ્રીતને રોમેન્ટિક સોન્ગ ડેડિકેટ કર્યું, ઉર્વશી રૌતેલા, અવનિત કૌરે પણ ટોની સાથે ડાન્સ કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોપ્યુલર સિંગર નેહા કક્કરે 24 ઓક્ટોબરે 'રાઇઝિંગ સ્ટાર' ફેમ સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ શનિવારે ગુરુવારે દિલ્હીમાં ગુરુદ્વારામાં આનંદ કારજની વિધિ કરી અને સાંજે સંબંધીઓ, નજીકના મિત્રો અને અમુક ઇન્ડસ્ટ્રીના લોકો સાથે સિલબ્રેશન કર્યું. આ સેલિબ્રેશનમાં વરમાળાની વિધિ થઇ અને ત્યારબાદ નેહાએ ખૂબ ડાન્સ કર્યો અને સોન્ગ ગાયા.

વરમાળા પહેરાવતા કપલનો વીડિયો વાઇરલ થયો
24 ઓક્ટોબરે સાંજે થયેલા ગ્રાન્ડ સેલિબ્રેશનમાં નેહા કક્કરે સિલ્વર મોરના રથ પર સવાર થઈને હટકે એન્ટ્રી લીધી હતી. લાલ રંગના સુંદર ડિઝાઈનર આઉટફિટમાં એન્ટ્રી લઈને નેહાએ વરમાળા પહેરાવવાની વિધિ કરી. ત્યારબાદ નેહાએ પતિ રોહનનો હાથ પકડીને તેને 'મિલે હો તુમ હમકો' સોન્ગ ડેડિકેટ કર્યું.

નેહા- રોહન પ્રીતે મહેમાનો માટે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું
આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં સામેલ થયેલા મહેમાનો માટે નેહા અને રોહને એક નાનું સ્ટેજ પરફોર્મન્સ પણ આપ્યું હતું. આ દરમ્યાન બંનેનું સાથે રિલીઝ થયેલું સોન્ગ 'નેહુ દા વ્યાહ' પણ ગાયું. સ્ટેજ પર એકબીજા માટે સોન્ગ ગાઈ રહેલા કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઇ રહ્યો છે.

ઉર્વશી રૌતેલા પણ લગ્નમાં સામેલ થઇ
લગ્નમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા, ટીવી એક્ટ્રેસ અવનિત કૌર અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલો રિયાઝ પણ સામેલ થયો હતો. ઉર્વશી રૌતેલાએ લગ્નમાં નેહાના ભાઈ ટોની કક્કર સાથે ખૂબ ડાન્સ કર્યો અને નેહાએ પણ ખુદ મહેમાનો સાથે ડાન્સ કરીને એન્જોય કર્યું.

View this post on Instagram

@avneetkaur_13 @nehakakkar @rohanpreetsingh #nehupreet

A post shared by 👸🤴👸 (@sidneet_sidashi_moonlight_) on Oct 25, 2020 at 12:52am PDT

નેહાએ લગ્નમાં 'કુર્તા પજામા', 'કુડી તું ચોકલેટ હૈ', 'બલમ પિચકારી' અને 'લૈલા' સોન્ગ પર ડાન્સ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં થયેલાં ગ્રાન્ડ વેડિંગ પછી નેહા રોહનના પરિવાર સાથે પંજાબ રવાના થશે જ્યાં તેમનું રિસેપ્શન થવાનું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો