તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેહુ દા વ્યાહ:મોહાલીમાં આનંદ કારજ કરતાં પહેલાં દિલ્હીમાં રજિસ્ટર મેરેજ કરશે નેહા કક્કર અને રોહનપ્રીત, એક દિવસ પહેલાં રિલીઝ થશે સોન્ગ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનાં લગ્ન 24 ઓક્ટોબરે થવાના છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે તેઓ બે દિવસ પહેલાં 22 ઓક્ટોબરે દિલ્હીમાં રજિસ્ટર મેરેજ કરશે. આ દરમ્યાન નેહા અને રોહનના ઘરના લોકો પણ હાજર રહેશે. નેહાનાં લગ્ન પહેલાં 21 ઓક્ટોબરે રોહન સાથે તેનો પહેલો આલ્બમ નેહુ દા વ્યાહ પણ રિલીઝ થવાનો છે.

લોકોને પહેલાં એવું જ લાગી રહ્યું હતું કે તેમના લગ્ન માત્ર સોન્ગ પ્રમોશનનો સ્ટન્ટ છે જે લોકડાઉન વેડિંગ પર આધારિત છે.

મોહાલીમાં જ બંનેનાં લગ્ન થશે
સ્પોટબોયના સમાચાર અનુસાર નેહાનાં લગ્ન મોહાલીમાં થઇ રહ્યા છે. બંનેએ એક જ ફોટો તેમના સોશિયલ મીડિયા પર 9 ઓક્ટોબરે શેર કર્યો હતો અને તેમના રિલેશનને ઓફિશિયલ કર્યા હતા. તે પહેલાં પણ રોહનપ્રીતના પરિવાર સાથેના અમુક ફોટોઝ વાઇરલ થયા હતા જેના વિશે કહેવામાં આવ્યું હતું કે આ નેહા કક્કરની રોકા સેરેમનીના છે.

બંનેના લગ્નનું ટ્વિસ્ટ
વાત જો બંને સિંગર્સની કરીએ તો નેહા આ પહેલાં હિમાંશ કોહલી સાથે રિલેશનશિપમાં હતી. ત્યારબાદ ઇન્ડિયન આઇડલના સેટ પર TRP વધારવા માટે કરવામાં આવેલા સ્ટન્ટમાં આદિત્ય નારાયણ સાથે લગ્ન કર્યાં હતાં. જ્યારે નેહા પહેલાં રોહનપ્રિત શહનાઝ ગિલ સાથે લગ્ન કરવા માટે કલર્સ ટીવીના રિયાલિટી શોમાં પણ પહોંચ્યો હતો. જોકે કોરોનાને કારણે આ શો વચ્ચે જ બંધ કરવો પડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser