વાઇરલ વીડિયો:નીતુ સિંહ ફોટોગ્રાફર પર અકળાઈ ગયા; હેરાન થઈને બોલ્યા, 'મારી વહુની પાછળ કેમ પડી ગયા છો?'

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

નીતુ સિંહ હાલમાં ફિલ્મ 'જુગ જુગ જિયો'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે ડાન્સ શોમાં જજ તરીકે જોવા મળે છે. હાલમાં જ નીતુ સિંહનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે રિયલ તથા રીલ વહુ અંગે વાત કરે છે.

શું છે વીડિયોમાં?
નીતુ સિંહ 'ડાન્સ દીવાને જુનિયર્સ'ના સેટ પર જોવા મળે છે. ફોટોગ્રાફર્સને જોતા જ નીતુ સિંહ તેમના ઓવરણાં લે છે અને 'જુગ જુગ જિયો', 'જુગ જુગ જિયો..' કહે છે. આ દરમિયાન એક ફોટોગ્રાફર સવાલ કરે છે કે તમારી વહુ કિઆરા 'ભૂલ ભુલૈયા 2'માં આવી રહી છે. આ અંગે તમે શું કહેશો? ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન છે.

નીતુ સિંહે શું કહ્યું?
ફોટોગ્રાફરનો આ સવાલ સાંભળીને નીતુ સિંહે કહ્યું હતું, 'તું મારી વહુ પાછળ કેમ પડી ગયો છે?' ફોટોગ્રાફરે પછી કહ્યું હતું, 'તમારી વહુ બહુ જ પ્રેમાળ છે, પછી તે આલિયા હોય કે કિઆરા. બંને શાનદાર છે.' નોંધનીય છે કે નીતુ સિંહના દીકરા રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.

નીતુ સિંહ.
નીતુ સિંહ.
શોમાં નીતુ સિંહ ઉપરાંત મરઝી તથા નોરા ફતેહી જજ પેનલમાં છે.
શોમાં નીતુ સિંહ ઉપરાંત મરઝી તથા નોરા ફતેહી જજ પેનલમાં છે.
હોસ્ટ કરન કુંદ્રા સાથે.
હોસ્ટ કરન કુંદ્રા સાથે.

કિઆરાએ શું કહ્યું?
કિઆરાએ સો.મીડિયામાં આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, મારી તથા તમામની પ્રેમાળ સાસુમા.

'જુગ જુગ જિયો'માં સાસુ-વહુના રોલમાં
ફિલ્મ 'જુગ જુગ જિયો'માં નીતુ સિંહના વહુના રોલમાં કિઆરા અડવાણી છે. કરન જોહરની આ ફિલ્મ 24 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, વરુણ ધવન છે. આ ફિલ્મથી નીતુ સિંહે બોલિવૂડમાં કમબેક કર્યું છે.