ખુલાસો:નીતુ કપૂરનો ઘટસ્ફોટ, કહ્યું- આલિયાની સાથે લગ્ન પછી મારો દીકરો રણબીર ઘણો બદલાઈ ગયો છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે એપ્રિલમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે હાલમાં જ નીતુ કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે પોતાના દીકરાના લગ્નથી ઘણી ખુશ છે. સાથે જ નીતુએ જણાવ્યું કે, કેવી રીતે આલિયા સાથે લગ્ન પછી રણબીરમાં બદલાવ આવ્યા છે.

રણબીર-આલિયાના લગ્નથી નીતુ ઘણી ખુશ છે
નીતુએ કહ્યું કે, હું આજે ઘણી ખુશ છું. આલિયાએ રણબીરને ઘણો પ્રેમ આપ્યો છે. મેં રણબીરમાં ઘણા બદલાવ મહેસૂસ કર્યા છે. તેઓ સાથે સારા દેખાય છે. હું ખુશ છું અને મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આલિયા અમારી ફેમિલીમાં આવી ગઈ છે. તેથી જીવન ખરેખર બદલાઈ ગયું છે અને હવે હું ખૂબ જ સંતોષ અનુભવું છું.

રણબીર-આલિયાના લગ્ને લોકો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે-નીતુ
રણબીર અને આલિયાના લગ્ન સાદાઈથી થયા હતા અને તેમના લગ્નના ફંક્શન્સમાં કુલ 40 મહેમાનો જ હાજર હતા. આ વિશે વાત કરતા નીતુએ કહ્યું કે, તેને ઘણા લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમારે લગ્નમાં વધારે ખર્ચો કરવાની જરૂર નથી. તમારે એવી રીતે લગ્ન કરવા જોઈએ જેમાં તમને ખુશી મળે અને તમારી ફેમિલી એન્જોય કરી શકે.

નીતુ કપૂરનું વર્કફ્રન્ટ
નીતુ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ 'બેશરમ' હતી જે વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. તેમાં તે પોતાના દીકરા રણબીરની સાથે લીડ રોલમાં જોવા મળી હતી, પરંતુ હવે એક્ટ્રેસ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'જુગ જુગ જિયો'થી કમબેક કરી રહી છે. નીતુની આ ફિલ્મ 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નીતુ અત્યારે ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને જૂનિયર' જજ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...