તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓટોબાયોગ્રાફી:પ્રેગ્નન્સી દરમિયાન નીના ગુપ્તાએ આર્થિક કટોકટીનો સામનો કર્યો હતો, અકાઉન્ટમાં માત્ર 2 હજાર રૂપિયા હતા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીના ગુપ્તાએ ગયા વર્ષે લૉકડાઉનમાં ઓટોબાયોગ્રાફી લખી હતી
  • લૉકડાઉનમાં નીના ગુપ્તા પહેલી જ વાર પતિ સાથે છ મહિના સાથે રહ્યાં હતાં

બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા હાલમાં પોતાની ઓટોબાયોગ્રાફીને કારણે ચર્ચામાં છે. નીના ગુપ્તાએ 'સચુ કહું તો'માં પોતાની અંગત તથા પ્રોફેશનલ લાઈફ અંગે ઘણાં જ ઘટસ્ફોટ કર્યાં છે. હાલમાં જ નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તાએ ઓટોબાયોગ્રાફીના કેટલાંક પેજ સો.મીડિયામાં શૅર કર્યા હતા. આ પેજમાં નીના ગુપ્તાએ ડિલિવરી સમયે અકાઉન્ટમાં માત્ર 2 હજાર રૂપિયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ઓટોબાયોગ્રાફીનું કવરપેજ
ઓટોબાયોગ્રાફીનું કવરપેજ

શું કહ્યું ઓટોબાયોગ્રાફીમાં?
નીના ગુપ્તા વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર વિવયન રિચર્ડ્સ સાથે રિલેશનશિપમાં હતાં. રિચર્ડ્સ તથા નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તા છે. નીના ગુપ્તાએ લગ્ન વગર જ દીકરીને જન્મ આપ્યો છે. નીના ગુપ્તાએ ઓટોબાયોગ્રાફીમાં કહ્યું હતું કે જ્યારે તે પ્રેગ્નન્ટ હતાં ત્યારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. તે ડિલિવરી નોર્મલ જ થાય તેમ ઈચ્છતાં હતાં, કારણ કે નોર્મલ ડિલિવરી 2 હજાર રૂપિયામાં થતી હતી. અકાઉન્ટમાં માત્ર 2 હજાર રૂપિયા જ હતા. જો ડિલિવરી ઓપરેશનથી કરાવવાની થઈ તો ઘણી જ મુશ્કેલી આવી શકે તેમ હતી, કારણ કે તેમાં દસ હજાર રૂપિયા સુધીનો ખર્ચો થઈ શકે તેમ હતો. જોકે, ડિલિવરીના થોડાં દિવસ પહેલાં જ ટેક્સ રિમ્બર્સમેન્ટના 9 હજાર રૂપિયા જમા થયા હતા.

મસાબાની સો.મીડિયા પોસ્ટ
મસાબાની સો.મીડિયા પોસ્ટ

ડૉક્ટર્સે C સેક્શનથી ડિલિવરી કરાવી
વધુમાં ઓટોબાયોગ્રાફીમાં કહેવામાં આવ્યું હતું કે અકાઉન્ટમાં 12 હજાર રૂપિયા થઈ ગયા હતા. ત્યારબાદ ડૉક્ટર્સે નીના ગુપ્તાને ઓપરેશનથી ડિલિવરી કરાવવી પડશે, તેવી વાત કરી હતી.

મસાબાએ શું કહ્યું?
મસાબાએ કહ્યું હતું, 'મમ્મીની બાયોગ્રાફી વાંચીને હું ઘણું બધું શીખી છું. તેમણે ઘણી જ મહેનત કરી છે. હું રોજ બહુ જ મહેનત કરું છું, જેથી તે જે ડિઝર્વ કરે છે, તે તેમની પાસેથી કોઈ છિનવી ના લે. હું તેમને વ્યાજ સાથે બધું જ પરત આપવા માગું છું.'

પતિ સાથે નીના ગુપ્તા
પતિ સાથે નીના ગુપ્તા

ઇન્ડસ્ટ્રીના પુરુષોએ નિકટ આવવાનો પ્રયાસ કર્યો હતો
હાલમાં જ નીના ગુપ્તાએ પતિ વિવેક સાથે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને ઇન્ડસ્ટ્રીમાં કોઈ કડવો અનુભવ થયો નથી. જોકે, સિંગલ મહિલા હોવાને નાતે ઇન્ડસ્ટ્રીના પુરુષો તેમની નિકટ આવવાનો પ્રયાસ કરતા હતા. જોકે, તેમને તેમના ઈરાદોનો ખ્યાલ આવી જતો હતો. જ્યાં સુધી તમે તૈયાર ના હો ત્યાં સુધી કોઈ પણ સામેથી તમારો અપ્રોચ કરતું નથી.

નીના ગુપ્તાએ વિવેક મેહરા સાથે લગ્ન કર્યા
નીના ગુપ્તાએ વિવેક મેહરા સાથે લગ્ન કર્યાં છે. ગયા વર્ષે લૉકડાઉનમાં નીના ગુપ્તા પતિ સાથે ઉત્તરાખંડા મુક્તેશ્વરમાં સમય પસાર કર્યો હતો. નીના ગુપ્તાના મતે, તે પહેલી જ વાર પતિ સાથે છ મહિના સુધી રહી હતી.

દીકરી મસાબા સાથે નીના
દીકરી મસાબા સાથે નીના

ઓટોબાયોગ્રાફી અંગે ઉત્સાહિત
નીના ગુપ્તા પોતાની ઓટોબાયોગ્રાફી અંગે ઘણાં જ ઉત્સાહમાં છે. હાલમાં જ તેમણે ઓટોબાયોગ્રાફીનું કવરપેજ સો.મીડિયામાં શૅર કર્યું હતું. તેમણે ગયા વર્ષે લૉકડાઉનમાં ઓટોબાયોગ્રાફી લખી હતી.