આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નવો ટ્વિસ્ટ:જે રેવ પાર્ટીમાંથી આર્યન ખાન ઝડપાયો, તેની માહિતી ભાજપના કચ્છી કાર્યકર્તા મનીષ ભાનુશાલીએ આપી હતી

મુંબઈ2 મહિનો પહેલા
NCB ઓફિસમાં કેપી ગોસાવીએ આર્યન ખાન સાથે સેલ્ફી લેતો, કેપી ગોસાવી-મનીષ ભાનુશાલી (ફાઇલ તસવીર)
 • નવાબ મલિકે NCB પર ગંભીર આરોપો મૂક્યા
 • નવાબ મલિકે NCB ઓફિસના બે વીડિયો રિલીઝ કર્યા
 • મનીષ ભાનુશાલી મૂળ કચ્છનો છે અને મુંબઈમાં રહે છે

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સ્પોકપર્સન નવા મલિકે સો.મીડિયામાં ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી દરોડા કેસમાં નવા બે વીડિયો શૅર કર્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે દરોડા બાદ ભાજપનો માણસ તથા પ્રાઇવેટ ડિટેક્ટિવ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ઓફિસમાં જાય છે અને થોડીવાર બાદ બંને બહાર પણ આવે છે. દરોડા દરમિયાન પહેલાં શાહરુખના દીકરાની અટકાયત કરવામાં આવી હતી અને પછી ધરપકડ કરવામાં આવી હતી.

નવાબ મલિકે સો.મીડિયામાં શૅર કરેલા વીડિયો

નવાબ મલિકે બે લોકો પર આરોપો મૂક્યા
મલિકે સવાલ કર્યો છે કે NCBની ઓફિસમાં બે વ્યક્તિઓ મનિષ ભાનુશાલી તથા કેપી ગોસાવી હતા. આ બંને આર્યન ખાન તથા અરબાઝ મર્ચન્ટને લઈ જતાં જોવા મળ્યા હતા. મનીષ ભાનુશાલી ભાજપ સાથે જોડાયેલો છે. તેની તસવીર વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ છે. NCBએ કહેવાની જરૂર છે કે તેના તથા ભાનુશાલી વચ્ચે શું સંબંધ છે?

આ બે લોકો કોણ છે?

 • કોણ છે કેપી ગોસાવી? પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, કિરણ ગોસાવી 'કેપીજી ડ્રીમ્સ' નામની કંપનીનો માલિક છે. આ કંપનીની મુંબઈ તથા નવી મુંબઈમાં ઓફિસ છે. ગોસાવી પ્રાઇવેટ ડિટેક્ટિવ તરીકે કામ કરે છે. મહારાષ્ટ્રમાં તેના અનેક સીનિયર ઓફિસર્સ સાથે સંબંધો છે. કિરણ ગોસાવી પર ફ્રોડનો કેસ પણ કરવામાં આવ્યો છે. કિરણ ગોસાવીએ નોકરીની લાલચ આપીને ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા અને તે અંગે કેસ કરવામાં આવ્યો હતો.
 • કોણ છે મનીષ ભાનુશાલી? મનીષ ભાનુશાલી મુંબઈના ડોબિવલીમાં રહે છે. તે વેપારી તથા ભાજપ કાર્યકર્તા છે. 2012 સુધી મનીષ ભાજપના કલ્યાણ જિલ્લા ઉપાધ્યક્ષ હતો. જોકે, પછી તેણે કોઈ પદ સંભાળ્યું નથી. જોકે, કહેવામાં આવે છે કે મનીષ સક્રિય ભાજપી કાર્યકર્તા છે. સો.મીડિયામાં ભાજપના ટોચના નેતાઓ સાથે તેની તસવીરો છે. મનીષ મોટાભાગે મુંબઈમાં જ રહે છે.
ડાબે, મનીષ ભાનુશાલી, કેપી ગોસાવી
ડાબે, મનીષ ભાનુશાલી, કેપી ગોસાવી
સો.મીડિયામાં કેપી ગોસવીની આ તસવીર વાઇરલ થઈ છે
સો.મીડિયામાં કેપી ગોસવીની આ તસવીર વાઇરલ થઈ છે

ક્રૂઝ પરના દરોડા અંગે શું બોલ્યા નવાબ મલિક?
નવાબ મલિકે કહ્યું હતું કે NCBએ કેટલીક તસવીરો રિલીઝ કરી હતી, જેમાં ડ્રગ્સ દેખાતું હતું. જોકે, આ તસવીર દિલ્હી NCB તરફથી બતાવવામાં આવી હતી. આ તસવીર ઝોનલ ડિરેક્ટર ઓફિસની છે.

ભાનુશાલી અંગે શું કહ્યું નવાબે?
નવાબ મલિકે આરોપ મૂક્યો હતો કે ભાજપ બોલિવૂડ તથા રાજ્ય સરકારને બદનામ કરે છે. 21 સપ્ટેમ્બરના રોજ મનીષ ભાનુશાલી દિલ્હીમાં કેટલાંક મંત્રીઓના ઘરે હતો. પછી 22મીએ ગાંધીનગર આવ્યો. 21-22 સપ્ટેમ્બરે જ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર મોટી સંખ્યામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. તે 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હતો અને ત્યાં તે કોને-કોને મળ્યો? ત્યારબાદ તે મુંબઈ કેમ આવ્યો હતો? NCB અને ભાનુશાલી વચ્ચે શું કનેક્શન છે? ભાનુશાલી તથા ભાજપ વચ્ચે શું સંબંધો છે?

NCBએ ક્રૂઝ પરથી જ્યારે અરબાઝ મર્ચન્ટ (વચ્ચે) ની અટકાયત કરી ત્યારે મનીષ ભાનુશાલી (ડાબે) સાથે હતો
NCBએ ક્રૂઝ પરથી જ્યારે અરબાઝ મર્ચન્ટ (વચ્ચે) ની અટકાયત કરી ત્યારે મનીષ ભાનુશાલી (ડાબે) સાથે હતો
રેડ સર્કલમાં કેપી ગોસાવી, આર્યન ખાન
રેડ સર્કલમાં કેપી ગોસાવી, આર્યન ખાન

સમાચારો પ્લાન્ટ કરવામાં આવે છે
નવાબે કહ્યું હતું કે દેશને નશાથી મુક્ત રાખવા માટે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટેન્સિસ એક્ટ 1985)ની રચના કરી હતી અને સેન્ટ્રલ એજન્સી NCB બનાવી હતી અને આ સાથે જ રાજ્ય પોલીસને પણ અધિકારો આપ્યા હતા. NCBના કાર્ય પર છેલ્લાં 36 વર્ષથી શંકા કરવામાં આવી નથી, પરંતુ હવે એવું નથી. મહારાષ્ટ્ર-ગોવાના ઝોનલ ઓફિસર અહીંયા મુંબઈના બેલાર્ડ સ્ટેટમાં આવેલા બંગલામાં રહે છે. અહીંયા એક વર્ષથી મીડિયાના રિપોર્ટર આવતા રહે છે. બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી અહીંયાથી સમાચાર પ્લાન્ટ કરવામાં આવે છે. બોલિવૂડને બોલાવીને તેમને બદનામ કરવામાં આવે છે. એવો માહોલ બનાવવામાં આવ્યો કે આખું બોલિવૂડ ડ્રગ્સમાં ફસાયેલું છે.

નવાબ મલિક (ફાઇલ તસવીર)
નવાબ મલિક (ફાઇલ તસવીર)

NCBની સ્પષ્ટતાઃ કાયદા હેઠળ 10 બહારના લોકોને દરોડામાં સામેલ કર્યા હતા
નવાબ મલિકના આરોપો બાદ NCBના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તમામ કાર્યવાહી નિયમ પ્રમાણે જ કરવામાં આવી હતી. આ દરોડામાં ગોસાવી-ભાનુશાલી સહિત 10 પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સની મદદ લેવામાં આવી હતી. આ તમામ દરોડાના સાક્ષી છે. NCB પાસે અધિકાર છે કે તે દરોડામાં પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સને સામેલ કરી શકે છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સાથે મનીષ ભાનુશાલી (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સાથે મનીષ ભાનુશાલી (ફાઇલ તસવીર)

આ 10 લોકો દરોડામાં સામેલ હતા

 1. પ્રભાકર સેલ
 2. કિરણ ગોસાવી (નવાબ મલિકે આની પર આરોપ મૂક્યો છે)
 3. મનીષ ભાનુશાલી (નવાબ મલિકે આની પર આરોપ મૂક્યો છે)
 4. ઓબ્રે ગોમેઝ
 5. આદિલ ઉસ્માની
 6. વી વેગનકર
 7. અપર્ણા રાણે
 8. પ્રકાશ બહાદુર
 9. મુઝમ્મિલ ઇબ્રાહિમ
 10. શોએબ ફૈઝ

નવાબ મલિકના આરોપ પર ભાનુશાલીએ શું કહ્યું?
નવાબ મલિકના આરોપો બાદ મનીષ ભાનુશાલી સામે આવ્યો હતો. દિલ્હીથી રિલીઝ કરેલા નિવેદનમાં તેણે કહ્યું હતું કે તે ભાજપનો સામાન્ય કાર્યકર્તા છે. તેને ક્રૂઝ પર રેવ પાર્ટી થવાની માહિતી હતી અને તેથી જ તેણે NCBને આ અંગે જાણ કરી હતી. ભાનુશાલીએ કહ્યું હતું કે તેનો એક મિત્ર 2 ઓક્ટોબરે આ ક્રૂઝ પર જવાનો હતો. તેણે જ કહ્યું હતું કે આ ક્રૂઝમાં મોટા લોકો ડ્રગ્સ પાર્ટી કરવાના છે. ત્યારબાદ તેણે NCBના ઝોનલ હેડ સમીર વાનખેડેને આ અંગેની માહિતી આપી હતી.

મનીષ ભાનુશાલી મોદી તથા અમિત શાહ સાથે (ફાઇલ તસવીર)
મનીષ ભાનુશાલી મોદી તથા અમિત શાહ સાથે (ફાઇલ તસવીર)

વધુમાં મનીષે કહ્યું હતું કે NCBના કહેવાથી જ તે દરોડામાં સામેલ થયો હતો. જોકે, તે ક્રૂઝ પર નહીં, પરંતુ ટર્મિનલ સુધી જ ગયો હતો. આટલું જ નહીં તેને એ ખ્યાલ નહોતો કે NCB જે લોકોને ઓફિસ લઈને આવી હતી, તેમાં આર્યન ખાન પણ હતો. તે કોઈને ઘસડીને NCB ઓફિસ લઈને આવ્યો નથી. જગ્યા ઓછી હોવાથી એમ લાગતું હતું કે તે આરોપીઓને જબરજસ્તી લઈ જઈ રહ્યો છે.

મનીષે કહ્યું હતું કે તે નવાબ મલિક પર માનહાનિનો દાવો માંડશે. નવાબ મલિકે તેનું જીવન જોખમમાં મૂક્યું છે. તે તંત્રને વિનંતી કરે છે કે તેને સિક્યોરિટી પૂરી પાડવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...