શાહરૂખ ખાનનો દીકરો આર્યન શુક્રવારે પહેલા તો NCB ઓફિસમાં પોતાની વીકલી અટેન્ડેસ આપવા પહોંચ્યો હતો. આ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીનની શરતોમાં સામેલ છે. ત્યાર બાદ NCBની SITએ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આર્યનની સાથે શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ હતી. આ પૂછપરછ RAF કેમ્પ મેસમાં ચાલી રહી છે. અહીં સંજય સિંહ આર્યનને સવાલ પૂછી રહ્યા છે.
મેન્ટલ સ્ટેટસ પણ ચેક કરી રહી છે SIT
સૂત્રોના અનુસાર, આર્યનને પૂછવામાં આવ્યું હતું કે તે ક્રૂઝ પર કેવી રીતે પહોંચ્યો. ડ્રગ્સ ડીલર્સની સાથે તેના સંબંધ અને તેના ફ્રેન્ડ્સ ગ્રુપે ડ્રગ્સ લીધું હતું કે નહીં. આર્યનની મેન્ટલ કન્ડિશન વિશે એ પણ જોવામાં આવશે કે અગાઉની તપાસ ટીમે તેની પૂછપરછ કયા સંજોગોમાં કરી હતી. શું તેને અથવા તેના પરિવારને લાંચ આપવા દબાણ કરવામાં આવ્યું હતું? કસ્ટડીમાં તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો એની તપાસ કરવામાં આવી રહી છે.
આર્યન માટે SIT લિસ્ટ તૈયાર કર્યું
અરેસ્ટ કરનાર વાનખેડે ખુદ તપાસના દાયરામાં છે
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે આ SIT નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓની વિરુદ્ધ ગયા મહિને એક ક્રૂઝ લાઈનર પર કથિક ડ્રગ ભાંડો ફોડ્યો એ વિશે જબરદસ્તી વસૂલીના આરોપોની તપાસ માટે બનાવી છે. સમીર વાનખેડે, જેઓ હવે જબરદસ્તી વસૂલીના આરોપમાં ખુદ તપાસનો સામનો કરી રહ્યા છે, તેઓ આ તપાસનો ભાગ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.