આર્યન ડ્રગ્સ કેસ:NCBની SITએ પૂછ્યું- ક્રૂઝ પર કેવી રીતે પહોંચ્યો હતો, ડ્રગ્સ લીધું હતું કે નહીં, અગાઉ આપેલું નિવેદન પાછું કેમ લઈ લીધું

8 મહિનો પહેલા
  • આર્યન શુક્રવારે NCB ઓફિસમાં પોતાની વીકલી અટેન્ડેસ આપવા પહોંચ્યો હતો
  • ત્યાર બાદ NCBની SITએ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો

શાહરૂખ ખાનનો દીકરો આર્યન શુક્રવારે પહેલા તો NCB ઓફિસમાં પોતાની વીકલી અટેન્ડેસ આપવા પહોંચ્યો હતો. આ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીનની શરતોમાં સામેલ છે. ત્યાર બાદ NCBની SITએ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આર્યનની સાથે શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ હતી. આ પૂછપરછ RAF કેમ્પ મેસમાં ચાલી રહી છે. અહીં સંજય સિંહ આર્યનને સવાલ પૂછી રહ્યા છે.

મેન્ટલ સ્ટેટસ પણ ચેક કરી રહી છે SIT
સૂત્રોના અનુસાર, આર્યનને પૂછવામાં આવ્યું હતું કે તે ક્રૂઝ પર કેવી રીતે પહોંચ્યો. ડ્રગ્સ ડીલર્સની સાથે તેના સંબંધ અને તેના ફ્રેન્ડ્સ ગ્રુપે ડ્રગ્સ લીધું હતું કે નહીં. આર્યનની મેન્ટલ કન્ડિશન વિશે એ પણ જોવામાં આવશે કે અગાઉની તપાસ ટીમે તેની પૂછપરછ કયા સંજોગોમાં કરી હતી. શું તેને અથવા તેના પરિવારને લાંચ આપવા દબાણ કરવામાં આવ્યું હતું? કસ્ટડીમાં તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો એની તપાસ કરવામાં આવી રહી છે.

RAF કેમ્પ મેસમાં આર્યનની પૂછપરછ કરવામાં આવી રહી છે.
RAF કેમ્પ મેસમાં આર્યનની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આર્યન માટે SIT લિસ્ટ તૈયાર કર્યું

  • SIT પૂછી રહી છે કે તમારા બધાનું પ્લાનિંગ શું હતું અને તમે ક્રૂઝ પર કેવી રીતે પહોંચ્યા?
  • શું તમે ત્યાં ડ્રગ્સ લેવાની યોજના બનાવી હતી અથવા તમે આ ટ્રિપનો ભાગ હતા?
  • શું તમે ડ્રગ્સ લેવાની વાતને સંપૂર્ણપણે નકારી રહ્યા છો?
  • શું ડ્રગ્સની લેવડ-દેવડ માત્ર વ્હોટ્સએપ દ્વારા વર્ચ્યુઅલ સ્પેસ પર થઈ હતી?
  • અગાઉ તમે જે નિવેદન આપ્યું હતું એ પાછું લઈ લીધું છે. શું પહેલાંની તપાસ ટીમે તમારા પર કોઈ નિવેદન થોપ્યું હતું?

અરેસ્ટ કરનાર વાનખેડે ખુદ તપાસના દાયરામાં છે
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે આ SIT નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓની વિરુદ્ધ ગયા મહિને એક ક્રૂઝ લાઈનર પર કથિક ડ્રગ ભાંડો ફોડ્યો એ વિશે જબરદસ્તી વસૂલીના આરોપોની તપાસ માટે બનાવી છે. સમીર વાનખેડે, જેઓ હવે જબરદસ્તી વસૂલીના આરોપમાં ખુદ તપાસનો સામનો કરી રહ્યા છે, તેઓ આ તપાસનો ભાગ નથી.