ડ્રગ્સ કેસ:NCBએ અનન્યા પાંડેની બે કલાક પૂછપરછ કરી, કાલે 11 વાગે ફરી એકવાર સમીર વાનખેડે સવાલો કરશે

મુંબઈ7 મહિનો પહેલા
  • અનન્યા પાંડેએ NCBનું સમન્સ મળ્યા બાદ જાહેરાતનું શૂટિંગ હોલ્ડ પર રાખ્યું છે

મુંબઈ ડ્રગ્સ કેસમાં મોટી અપડેટ સામે આવ્યું છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ટીમ અનન્યા પાંડેના ઘરે આવી છે. અહીં ટીમે અનન્યાને સમન્સ પાઠવ્યું છે. એક્ટ્રેસને આજે (21 ઓક્ટોબર) બે વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. અનન્યા પાંડે પિતા ચંકી પાંડે સાથે NCBની ઓફિસમાં આવી છે. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે જ અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી. આ સમયે મહિલા અધિકારીઓ હાજર રહ્યા હતા. અનન્યા પાંડેની 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. 22 ઓક્ટોબરના રોજ અનન્યાને 11 વાગે ફરી ઓફિસ બોલાવવામાં આવી છે.

22 ઓક્ટોબરના રોજ અનન્યાને 11 વાગે ફરી ઓફિસ બોલાવવામાં આવી છે.
22 ઓક્ટોબરના રોજ અનન્યાને 11 વાગે ફરી ઓફિસ બોલાવવામાં આવી છે.
અનન્યા પાંડેએ NCBનું સમન્સ મળ્યા બાદ જાહેરાતનું શૂટિંગ હોલ્ડ પર રાખ્યું છે.
અનન્યા પાંડેએ NCBનું સમન્સ મળ્યા બાદ જાહેરાતનું શૂટિંગ હોલ્ડ પર રાખ્યું છે.
NCB ઓફિસની બહાર કારમાં પિતા ચંકી પાંડે સાથે અનન્યા
NCB ઓફિસની બહાર કારમાં પિતા ચંકી પાંડે સાથે અનન્યા

શૂટિંગ હોલ્ડ પર નાખ્યું
અનન્યા પાંડેએ NCBનું સમન્સ મળ્યા બાદ જાહેરાતનું શૂટિંગ હોલ્ડ પર રાખ્યું છે.

ચંકી પાંડેએ કાયદાકીય હેલ્પ કરી
અનન્યા પાંડેને સમન્સ મળ્યા બાદ ચંકી પાંડેએ લીગલ કાઉન્સિલની મદદ લીધી હતી.

અનન્યાની ફિલ્મ 'લાઇગર'ના ડિરેક્ટરની ડ્રગ્સ અંગે પૂછપરછ થઈ હતી
અનન્યા પાંડેની અપકમિંગ ફિલ્મ 'લાઇગર'ના ડિરેક્ટર-પ્રોડ્યૂસર પુરી જગનની થોડાં દિવસ પહેલાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ટોલિવૂડ ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી હતી. આ પહેલાં 2017માં તેલંગાણા એક્સાઇઝે પણ ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી હતી. 'લાઇગર'ની અન્ય પ્રોડ્યૂસર ચાર્મી કૌરની પણ ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.

​​​​​​અનન્યા ઘરે નહોતી
NCBની ટીમ જ્યારે અનન્યાના ઘરે આવી ત્યારે તે ઘરમાં નહોતી, આથી જ પૂછપરછ માટે 2 વાગે બોલાવવામાં આવી હતી. ટીમે અનન્યાના ઘરેથી કેટલાંક ફોન, લેપટોપ તથા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કર્યા છે.

અનન્યાના ઘરેથી બહાર આવતી NCBની ટીમ.
અનન્યાના ઘરેથી બહાર આવતી NCBની ટીમ.

NCBએ અનન્યાનો ફોન જપ્ત કર્યો છે. અધિકારીએ કહ્યું હતું કે અનન્યાને સમન્સ પાઠવવું એટલે એમ નહીં કે તે શંકાસ્પદ છે. આ તપાસનો હિસ્સો છે.

શું અનન્યાએ આર્યન સાથે ડ્રગ્સ ચેટ કરી હતી?
અનન્યા પાંડેનું નામ સામે આવતાં જ અનેક સવાલો થઈ રહ્યા છે. અનન્યાને આર્યન ખાનના ડ્રગ્સ કેસ અંગે સવાલ કરવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે આર્યન ખાનની વ્હોટ્સએપ ચેટમાં અનન્યા પાંડેનું નામ હતું. આ પહેલાં એવી ચર્ચા હતી કે એક જાણીતા બોલિવૂડ પરિવારની દીકરી સાથે આર્યને ચેટ કરી હતી. પરિવારની આ દીકરી બોલિવૂડમાં ડેબ્યુ કરવાની છે.

સુહાના ખાન તથા અનન્યા પાંડે.
સુહાના ખાન તથા અનન્યા પાંડે.

અનન્યા, આર્યનની બહેન સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ
ચંકી પાંડે તથા શાહરુખનાં બાળકો વચ્ચે ખાસ બોન્ડિંગ છે. સુહાના તથા અનન્યા ખાસ મિત્રો છે. આર્યન ખાન સાથે પણ અનન્યાની મિત્રતા છે. આ તમામ સ્ટારકિડ્સ સાથે પાર્ટી, હેંગઆઉટ કરતા હોય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યાએ બોલિવૂડ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી ડેબ્યુ કર્યું હતું.