નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ગુરુવાર, 21 ઓક્ટોબરના રોજ શાહરુખ ખાન તથા અનન્યા પાંડેના ઘરે આવી હતી. NCB આજે બપોરે બે વાગે ચંકી પાંડેની દીકરી અનન્યાને બે વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.
NCBના અધિકારીઓ અકળાયા
NCBની ટીમ વ્હાઇટ રંગની બોલેરોમાં શાહરૂખ ખાનનના મન્નત બંગલામાં આવી હતી. NCBના બે અધિકારી નીચે ઉતરીને મન્નતના દરવાજે પહોંચ્યા હતા, જ્યાં દરવાજા પર ઉભેલા સિક્યોરિટી જવાને તેમને અટકાવ્યા હતા. તરત જ મન્નતમાંથી અન્ય એક ઉપરી સિક્યોરિટી જવાન બહાર આવ્યો હતો. આ જવાને NCBની ટીમને સાઈડમાં આવવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે NCB ટીમના આઇકાર્ડ અને ડોક્યુમેન્ટ માગ્યા હતા. NCBની ટીમે આઇકાર્ડ અને ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. ત્યાર બાદ થોડીવાર સુધી અધિકારી બહાર રાહ જોતા ઊભા રહ્યા હતા. થોડી વાર પછી ગેટમાંથી એક મહિલા બહાર આવી હતી. આ મહિલા સાથે અધિકારીએ વાત કરી હતી. થોડીવાર બાદ મહિલા એક અધિકારીને લઈને ગેટની અંદર ગઈ હતી. જ્યારે બીજા અધિકારીને સિક્યોરિટીએ બહાર જ ઊભા રહેવા જણાવ્યું હતું. ગેટ પર રાહ જોવડાવતા NCBની ટીમ અકળાઈ ગઈ હતી.
આર્યનના ડોક્યુમેન્ટ્સ માગ્યા
NCBની ટીમ શાહરુખ ખાનની મેનેજર પૂજાને મન્નતમાં મળ્યા હતા. ટીમે આર્યનના એજ્યુકેશન સહિતની અન્ય બાબતો સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ માગ્યા છે, જેમાં મેડિકલ હિસ્ટ્રી તથા કોઈ દવા લેતો હોય તો તેના પ્રિસ્ક્રિપ્શન પણ માગ્યા છે. આ ઉપરાંત વિદેશમાં તે ક્યાં ક્યા ગયો હતો તે તમામ ડોક્યુમેન્ટ્સ માગ્યા છે. શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. ટીમ ઘરે આવી તે પહેલાં શાહરુખ ખાન દીકરાને આર્થર રોડ જેલમાં મળ્યો હતો. ટીમના અધિકારી વીવી સિંહે કહ્યું હતું કે આર્યન સંબંધિત કેટલાંક દસ્તાવેજો લેવા માટે તેઓ આર્યનના ઘરે આવ્યા હતા.
NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે શાહરુખ ખાનના ઘરે આર્યનના કેટલાંક દસ્તાવેજો લેવા માટે ટીમ ગઈ હતી. મન્નતમાં કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી. આ સાથે જ ટીમે શાહરુખની મેનેજર પૂજાને નોટિસ આપી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે આર્યનના કોઈ ઇલેક્ટ્રિક ડિવાઇસ હોય તો તેઓ NCB પાસે જમા કરાવે.
પહેલાં અનન્યાના ઘરે દરોડા
NCBની ટીમે પહેલાં અનન્યાના ઘરે અને પછી શાહરુખના ઘરે આવી હતી. અનન્યાનું ઘર મુંબઈના બાંદ્રામાં છે. શાહરુખના મન્નતમાં જ્યારે ટીમ આવી ત્યારે શાહરુખ ખાન ઘરે જ હાજર હતો.
અનન્યાને સમન્સ પાઠવવામાં આવ્યું
આર્યનની ચેટ સાથે અનન્યાના તાર જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. આથી જ NCBએ અનન્યાને સમન્સ પાઠવ્યું છે. પૂછપરછ માટે અનન્યાને NCBની ઓફિસે બોલાવવામાં આવી છે.
શાહરુખના બંગલે મન્નતમાં NCBની ટીમ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.