તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સક્લુઝિવઃ:હવે શાહરુખ ડ્રગ્સ કેસમાં ફસાયો, સીધું મન્નત પર જ ડ્રગ્સ ડિલિવર થતું, NCBનો અત્યારસુધીનો સૌથી મોટો ધડાકો

4 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • A,D,R અને S કોડ નેમનો અર્થ અર્જુન રામપાલ, ડિનો મોરિયા, રણબીર કપૂર અને શાહરુખ ખાન છે
  • NCB અધિકારીએ કહ્યું, અમારી પાસે વિશ્વસનીય માહિતી છે અને તકનીકી પુરાવાના આધાર પર પગલાં ભરીશું

બોલિવૂડ ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલિવૂડના ચાર હીરોનાં નામ પણ આપ્યાં છે. તેમાં શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયાનો સમાવેશ થાય છે. મોટા સમાચાર એ છે કે અર્જુન રામપાલ શાહરુખને ડ્રગ્સ સપ્લાઇ કરતો રહ્યો છે. અત્યારસુધી ફક્ત અભિનેત્રીઓનાં જ નામ આવતાં હતાં. આ પ્રથમ વખત છે કે મોટા અભિનેતાઓનાં નામ પણ સામે આવી રહ્યાં છે.

NCBના એક અધિકારીએ પોતાનું નામ નહીં છાપવાની શરતે બોલિવૂડનાં મોટાં નામોનો આ ઘટસ્ફોટ કર્યો છે. તેમની સાથે વાતચીતની સંપૂર્ણ રેકોર્ડિંગ ભાસ્કર પાસે છે. બે દિવસથી મીડિયામાં નામ આવતાં ન હતાં, એને બદલે ફક્ત 'A', 'D', 'R' અને 'S' કોડ નેમથી જ માહિતી આપવામાં આવતી હતી.

હવે સ્પષ્ટ થઈ ગયું છે કે A એટલે અર્જુન રામપાલ, D એટલે ડિનો મોરિયા, R એટલે રણબીર કપૂર અને S એટલે શાહરુખ ખાનનાં નામ છે. NCBના અધિકારીઓએ કહ્યું હતું કે ડ્રગ પેડલરના સોર્સના જણાવ્યા પ્રમાણે, અર્જુન રામપાલ શાહરુખ ખાનને ડ્રગ સપ્લાઇ કરતો રહ્યો છે. જોકે ડિનો મોરિયા કોને સપ્લાઇ કરતો હતો? આ અંગે અધિકારીએ કહ્યું હતું કે હવે પછીની માહિતી મેળવવાની બાકી છે. પૂછપરછ ચાલી રહી છે.

NCB અધિકારી સાથે વાતચીત

પ્રશ્નઃ કોણે આ નામો વિશે NCBને જણાવ્યું?
અધિકારી : ડ્રગ પેડલરનો એક સોર્સ છે. તેણે જણાવ્યું હતું કે અર્જુન રામપાલ શાહરુખના ઘરે ડ્રગ લઈને જાય છે. ઈન્ફોર્મેશન તો ક્રેડિબલ છે, પણ હાલ તે વ્યક્તિ પાસેથી સીઝર (જપ્તી) થવાની રાહ જોઈશું. એ અનફોલ્ડ હશે, ટેક્નિકલ એવિડન્સ સાથે અમે આ શંકાસ્પદ એક્ટર્સ સામે પગલાં ભરીશું.
પ્રશ્નઃ પેડલરનો સોર્સ કોણ છે, તેનું શું નામ છે?
અધિકારીઃ એ રહેવા દઈએ, પછી ક્યારેક માટે, તે પેડલરનો સોર્સ તો બહારની વ્યક્તિ છે. બે ઈન્ટેલિજન્સનું ઈનપુટ છે, સોર્સ કોઈ સેકન્ડ ક્લાસ આદમી નથી કે બસ એવી જ રીતે આવી ગયો હતો અને NCBને માહિતી આપતો હોય. તે એક આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઈનપુટ છે.
પ્રશ્નઃ અને આ પેડલર કોણ છે કે જેને તેના સોર્સે કહ્યું છે? ડેવિડ અથવા અનુજ કેસવાની વગેરે..
અધિકારીઃ અત્યારે તો આ તમામ ટેક્નિકલ રીતે અનરિલેટેડ છે. પેડલર ડેવિડ અનરિલેટેડ છે. તે સંપૂર્ણપણે ઈન્ટેલિજન્સ ઈનપુટવાળો ક્રેડિબલ શખસ છે. જે પેડલરના કોન્ટેક્ટની વ્યક્તિ છે. અર્જુન રામપાલ સાથે રહ્યો છે. અમારી પાસે કેટલાક વિશ્વસનીય પુરાવા છે કે અર્જુનનું શાહરુખ સાથે કનેક્શન છે અને ડિનો મોરિયાનું પણ અન્ય કોઈની સાથે કનેક્શન છે

પ્રશ્નઃ ડિનો મોરિયા કેવી રીતે સપ્લાઇ કરતો હતો?
અધિકારીઃ થશે.

પ્રશ્નઃ બંદે (વ્યક્તિ)ને ઉઠાવવા એટલે?
અધિકારીઃ જુઓ આગળ શું થાય છે, અત્યારે અમે લોકો કામ કરી રહ્યા છીએ..

પ્રશ્નઃ બાકી દીપિકા, સારા, શ્રદ્ધા કેસમાં શું અપડેટ છે? શું તેમને ફરી વખત સમન્સ જશે?
અધિકારીઃ અત્યારે તો નહીં. અન્ય કંઈ થવાના સંજોગોમાં જઈ શકે છે, પણ અત્યારે તો નહીં.

પ્રશ્નઃ આજે ફરી રિયા-શોવિક કેસમાં હાઇકોર્ટનો આદેશ આવ્યો...
અધિકારીઃ સાંજે સાડાછ સુધી તો નથી આવ્યો.

પ્રશ્નઃ અત્યારે તો બે નામ છે, પણ શાહરુખ સાથે શું કરશો, તેનું તો બહુ મોટું નામ છે....
અધિકારીઃ ઈન્ટરનેશનલ ઈન્ટેલિજન્સ પાસેથી ઈનપુટ મળી રહ્યા છે, તેમને લઈ. હવે આગળ કેવી રીતે અને શું કરવું એની પર NCB તૈયારી કરી રહી છે

શાહરુખ ખાન દુબઈમાં છે
શાહરુખ ખાન હાલ દુબઈમાં છે અને IPLની મજા માણી રહ્યો છે. જ્યારે અર્જુન રામપાલ મુંબઈમાં પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રણબીરની વાત કરીએ તો છેલ્લા દિવસોમાં તે પરિવાર સાથે બર્થ ડે મનાવતો જોવા મળ્યો હતો. ડિનો મોરિયા પણ હાલ મુંબઈમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser