NCB ઓફિસમાં ચંકી પાંડેની દીકરી:અનન્યા પાંડેના ચહેરા પર ડર ને આંખોમાં ભય જોવા મળ્યો, એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી, તસવીરોમાં જુઓ

મુંબઈએક મહિનો પહેલા
  • આર્યન ખાને અનન્યા સાથે ડ્રગ્સ ચેટ કરી હોવાનો NCBનો દાવો

બોલિવૂડ એક્ટ્રેસ તથા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેની આજે, 21 ઓક્ટોબર ગુરુવારના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવી છે. અનન્યા પાંડે સાડા ત્રણની આસપાસ NCBની ઓફિસ આવી હતી. આ સમયે તેની આંખોમાં ડર તથા ચહેરા પર ઉદાસી જોવા મળી હતી.

એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી
અનન્યા પાંડે NCB ઓફિસમાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે વ્હાઇટ રંગનો કુર્તો તથા ડેનિમમાં હતી. અનન્યાનએ વાળ બાંધીને રાખ્યા હતા. ચશ્મા પણ પહેર્યા હતા. અનન્યા સાથે તેના પપ્પા ચંકી પાંડે છે.

NCB ઓફિસની બહાર અનન્યા પાંડે-ચંકી પાંડે...

અનન્યાને આ સવાલો પૂછવામાં આવી શકે છે

  • શું તમે આર્યનને ઓળખો છો?
  • શું તમે આર્યનને ડ્રગ્સ લેતા જોયો હતો?
  • આર્યન ખાને તે ડ્રગ્સ કોની પાસેથી લીધું હતું?
  • શું તમે આર્યન સાથે ક્યારેય ડ્રગ્સ લીધું છે?
  • આર્યન ખાન ક્યારથી ડ્રગ્સ લઈ રહ્યો છે?
  • આર્યન ખાન કયા પ્રકારનું ડ્રગ્સ લઈ રહ્યો છે?
  • તે ડ્રગ્સ કોણ સપ્લાય કરે છે?
  • ડ્રગ્સ સપ્લાયર્સ કોણ છે?
  • ક્યારે ક્યારે આર્યન ખાને આ ડ્રગ્સ લીધું હતું?
  • આર્યન ખાન ક્યારે ડ્રગ્સ લીધું, તે તારીખ તમને યાદ છે?
  • તમને ખ્યાલ છે કે ડ્રગ્સ લેવું ગેરકાયદેસર છે?

કેવી રીતે અનન્યા પાંડે ફસાઈ?
ગુરુવાર, 21 ઓક્ટોબરના રોજ NCBના અધિકારીઓ અનન્યા પાંડેના ઘરે આવ્યા હતા. અહીંયા અધિકારીઓએ સમન્સ પાઠવ્યું હતું અને પૂછપરછ માટે આજે જ બોલાવી હતી. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખના દીકરા આર્યનની ધરપકડ બાદ તેના મોબાઇલની તપાસ કરવામાં આવી હતી. મોબાઇલના વ્હોટ્સએપમાંથી આર્યન તથા અનન્યા વચ્ચેની ડ્રગ્સ ચેટ સામે આવી હતી. અનન્યાને આ ચેટ અંગે સવાલ કરવામાં આવશે.

NCBના અધિકારીઓએ અનન્યાના ઘરેથી ફોન, લેપટોપ તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કર્યા છે. NCBના એક અધિકારીએ કહ્યું હતું કે અનન્યાની પૂછપરછ તપાસનો હિસ્સો છે. તેને સમન્સ આપ્યું એટલે એવું નહીં કે તે દોષી છે.

અન્ય સમાચારો પણ છે...