ડ્રગ્સ કેસના આરોપો પર NCBની સ્પષ્ટતા:ક્ષિતિજના વકીલ સતીશ માનશિંદેના આરોપો પર NCBએ કહ્યું, તેના ઘરે ડ્રગ્સ મળ્યા હતા, ટોર્ચર કર્યા હોત તો કોર્ટમાં ઉલ્લેખ કર્યું હોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

NCBએ ક્ષિતિજ રવિ પ્રસાદના વકીલ સતીશ માનશિંદે દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ચોખવટ કરી છે. NCBએ આ કેસની ગંભીરતાને જોઈને પ્રેસ રિલીઝ જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દુર્ભાવનાપૂર્ણ રીતે એકદમ ખોટી વાત કરવામાં આવી છે.

નાર્કોટિક્સના મુંબઈ યુનિટે ક્ષિતિજના ઘરેથી મળેલા ડ્રગ્સ બાદ જ તેને લીગલી અરેસ્ટ કર્યો છે. આ સાથે જ તેના વકીલ અને પરિવાર (તેની માતા)ને લીગલી જાણ પણ કરી હતી. NCBએ સ્પષ્ટ કર્યું કે અમે તેની પત્ની અને સસરાને મળવાની મંજૂરી પણ આપી હતી.

નાર્કોટિકસે પોતાની સફાઈમાં એવું પણ જણાવ્યું કે ક્ષિતિજ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા, તે સંબંધિત જાણકારી કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવી હતી. તેના આધારે અમે મેડિકલ ચેકઅપ પછી તેમની પોલીસ રિમાન્ડ લીધી હતી.

સતીશે NCB પર આ આરોપ લગાવ્યા હતા
બોલિવૂડ ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થયેલા ક્ષિતિજના વકીલ સતીશે NCB પર ગંભીર આરોપ લગાવી કહ્યું હતું કે, નાર્કોટિક્સના અધિકારીઓએ ક્ષિતિજને ખોટું સ્ટેટમેન્ટ આપવા માટે પ્રેશર આપ્યું હતું જેથી તે સ્ટેટમેન્ટમાં કરણ જોહર, સોમેન મિશ્રા, રાખી, અપૂર્વા, નીરજ, રાહીલ જેવા સેલેબ્સના નામ સામેલ કરે.

જ્યારે ક્ષિતિજે આ બધી વાત નકારી દીધી તો સમીર વાનખેડેએ કહ્યું કે તે તેને પાઠ ભણાવશે અને તેને પોતાની ખુરશીની બાજુમાં જમીન પર બેસાડી દીધો અને તેના ફેસ પર તેમનું શૂઝ રાખી દીધું. સતીશે એવો પણ આરોપ લગાવ્યો છે કે ક્ષિતિજના ઘરેથી કઈ જ મળ્યું નથી. પરંતુ પોલીસે સિગરેટના બટને ગાંજાના જોઈન્ટ તરીકે દેખાડ્યું છે. તેની ચર્ચા તમામ મીડિયા હાઉસથી લઈને સોશિયલ મીડિયા સુધી થઇ રહી છે.

કોર્ટમાં ક્ષિતિજે ટોર્ચરનો ઉલ્લેખ નથી કર્યો
પોલીસ કસ્ટડી બાદ જ્યારે તેને ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા તો કોર્ટે પણ આ પ્રકારના કોઈપણ ખરાબ વર્તનને ધ્યાનમાં લીધું ન હતું. જેનાથી સ્પષ્ટ થાય છે કે NCB ની કસ્ટડીમાં ક્ષિતિજને કોઈપણ પ્રકારનું ફિઝિકલ ટોર્ચર કરવામાં આવ્યું ન હતું.

આટલું જ નહીં, ક્ષિતિજે ખુદે પણ આ પ્રકારના કોઈ અયોગ્ય વર્તનનો ઉલ્લેખ કર્યો ન હતો. NCBએ મીડિયાના સમાચારને સંપૂર્ણ રીતે તથ્યહીન અને નિરાધાર ગણાવ્યા છે. નાર્કોટિક્સ વિભાગે કહ્યું કે આ સત્યથી પર છે.

NCBએ તો પોતાનો પક્ષ રાખી દીધો છે પણ બોલિવૂડના આ હાઈ પ્રોફાઈલ કેસમાં આગળ પણ આવા આરોપ અને પ્રત્યારોપ ચાલતા રહેશે. આવામાં નાર્કોટિક્સ વિભાગે પણ તે ભૂલોથી બચવાનું રહેશે જે મુંબઈ પોલીસે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...