તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરન જોહરને રાહત:NCBને કરન જોહરની પાર્ટીના વાઈરલ વીડિયોનો બીજો ફોરેન્સિક રિપોર્ટ મળ્યો, કોઈ પણ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો

મુંબઈએક મહિનો પહેલા
કરન જોહર શરૂઆતથી જ પોતાની પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગની વાતનો ઈનકાર કરતો આવ્યો છે. એક સ્ટેટમેન્ટમાં તેણે કહ્યું હતું કે તે ડ્રગ્સ લેતો નથી અને પ્રમોટ પણ કરતો નથી
  • ગયા વર્ષે જુલાઈમાં કરન જોહરે કેટલાંક સેલેબ્સ સાથે હાઉસ પાર્ટી કરી હતી
  • પાર્ટીનો વીડિયો વાઈરલ થયા બાદ ડ્રગ્સનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો

કરન જોહરના ઘરે યોજાયેલી પાર્ટીના વાઈરલ વીડિયોનો બીજો ફોરેન્સિક રિપોર્ટ પણ NCBને મળી ગયો છે. ગુજરાતના ગાંધીનગરની FSLએ વીડિયોમાં જોવા મળતા સફેદ રંગની ઈમેજને રિફ્લેક્શન ઓફ લાઈટ (રોશનીને કારણે બનેલી ઈમેજ) ગણાવી છે. વીડિયોમાં કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ હોવાની વાતનો ઈનકાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે વીડિયોમાં ડ્રગ્સ જેવા માદક પદાર્થો જોવા મળતા નથી.

સપ્ટેમ્બરમાં પહેલો રિપોર્ટ આવ્યો હતો
વીડિયોનો પહેલો ફોરેન્સિક રિપોર્ટ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયે આવ્યો હતો. આ રિપોર્ટમાં વીડિયોને પૂરી રીતે સાચો હોવાનું કહેવામાં આવ્યું છે. વીડિયોમાં કોઈ પણ જાતનું એડિટિંગ કરવામાં આવ્યું નહોતું.

2019માં પાર્ટી થઈ હતી
28 જુલાઈ, 2019ના રોજ કરન જોહરે પોતાના ઘરે પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરુણ ધવન, ઝોયા અખ્તર, વિકી કૌશલ, અયાન મુખર્જી તથા રણબીર કપૂર સહિતના સેલેબ્સ હાજર હતા. કરન જોહરે જ વીડિયો શૂટ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. વીડિયો વાઈરલ થયા બાદ પાર્ટીમાં ડ્રગ્સ લેવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

અકાલી દળના નેતાએ ફરિયાદ કરી હતી
શિરોમણિ અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ ગયા વર્ષે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે કરન જોહરની પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. તેમણે કરન જોહર તથા પાર્ટીમાં હાજર તમામ સેલેબ્સ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ તથા સાઈકોટ્રોપિક પદાર્થ અધિનિયમ 1985 હેઠળ કેસ કરવાની માગણી કરી હતી.

આ વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. સિરસાએ NCB ચીફ રાકેશ અસ્થાના સાથે મળીને કરન જોહર તથા અન્ય કલાકારો વિરુદ્ધ ડ્રગ્સ પાર્ટી કરવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ NCBએ વીડિયોની ફોરેન્સિક તપાસ કરાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો