બોલિવૂડ ડ્રગ્સ કેસ:NCBએ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી, સુશાંત સિંહની બહેન શ્વેતાએ કહ્યું 'અંધારા બાદ અજવાળું જરુર થાય છે'

9 મહિનો પહેલા

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને લગભગ 9 મહિના થઈ ગયા છે. સુશાંતના ડેથ કે,માં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ NCBએ શુક્રવારે કોર્ટમાં એક ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેના પર સુશાંતની બહેન શ્વેતા સિંહનું રિએક્શન આવ્યું છે. જેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે 'અંધારા બાદ અજવાળું જરુર થાય છે' આ પોસ્ટમાં શ્વેતાએ એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં એક માણસ ટનલમાંથી અંધારા તરફથી અજવાળા તરફ જઈ રહ્યો છે. સુશાંતના મોત બાદ તેની બહેન શ્વેતા સોશિયલ મીડિયા પર કોઇને કોઇ કેમ્પેઇન ચલાવતી જોવા મળે છે, અને તેના ભાઈ માટે ન્યાયની માંગ કરતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...