NCBનો સપાટો:નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એક્ટર અરમાન કોહલીના ઘરે દરોડા પાડ્યા, ગૌરવ દીક્ષિતના ઘરેથી ડ્રગ્સ મળતાં 30 ઑગસ્ટ સુધી કસ્ટડીમાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
‘બિગ બોસ’માં પણ આવી ચૂકેલો એક્ટર અરમાન કોહલી 2018માં ઘરે વ્હિસ્કીની 41 બોટલો રાખવાના આરોપસર અરેસ્ટ થઈ ચૂક્યો છે - Divya Bhaskar
‘બિગ બોસ’માં પણ આવી ચૂકેલો એક્ટર અરમાન કોહલી 2018માં ઘરે વ્હિસ્કીની 41 બોટલો રાખવાના આરોપસર અરેસ્ટ થઈ ચૂક્યો છે
  • દરોડા દરમિયાન હજુ વધારે લોકોની ધરપકડ થઈ શકે છે
  • થોડા દિવસ પહેલાં ગૌરવ દીક્ષિતના ઘરે MD ડ્રગ્સ અને ચરસ મળ્યું હતું
  • આ કાર્યવાહીને NCBએ ‘ઑપરેશન રોલિંગ થંડર’ નામ આપ્યું છે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ્સના જાળને ભેદવા માટે ફરી પાછી અનેક સ્થળોએ દરોડા પાડવાની કાર્યવાહી આરંભી છે. મળતા સમાચારો પ્રમાણે તે ક્રમમાં એક્ટર અરમાન કોહલીના જુહુસ્થિત ઘરે દરોડા પડ્યા છે. NCBના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સમગ્ર કાર્યવાહીને ‘ઑપરેશન રોલિંગ થંડર’ નામ આપવામાં આવ્યું છે. આ રેઇડ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યાની વાત પણ ચાલી રહી છે. અલબત્ત, આ વાતની પુષ્ટિ NCBએ કરી નથી. ફિલ્મમેકર રાજકુમાર કોહલીનો દીકરો એવો અરમાન કોહલી ફ્લોપ એક્ટર હોવા છતાં બોલિવૂડનો જાણીતો ચહેરો છે અને એણે ‘પ્રેમ રતન ધન પાયો’, ‘જાની દુશ્મન’ જેવી 17થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અરમાન કોહલી ‘બિગ બોસ’ની એક સિઝનમાં પણ સ્પર્ધક તરીકે સામેલ થયો હતો.

2013માં ‘બિગ બોસ-7’માં અરમાન કોહલી સામેલ થયો હતો
2013માં ‘બિગ બોસ-7’માં અરમાન કોહલી સામેલ થયો હતો

તે પહેલાં 2018માં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પોતાના ઘરે વ્હિસ્કીની 41 બોટલો રાખવાના આરોપસર અરમાન કોહલીની ધરપકડ પણ કરી હતી.

TV એક્ટર ગૌરવ દીક્ષિતની ધરપકડ
બોલિવૂડ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ શુક્રવારે મોડી રાતે ટીવી એક્ટર ગૌરવ દીક્ષિતની ધરપકડ કરી. શનિવારે બપોરે NCBએ તેને મુંબઈની NDPS કોર્ટમાં રજૂ કર્યો, અહીં સુનાવણી પછી તેને 30 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યો છે. આ દરમિયાન NCBએ મુંબઈમાં મુલુંડ, ખારઘર, વસઈ, વિરાર, બાંદ્રા અને અંધેરી વિસ્તારમાં દરોડા પાડી રહી છે. આ દરોડા દરમિયાન હજુ વધારે લોકોની ધરપકડ થઈ શકે છે.

થોડા દિવસ પહેલાં ગૌરવ દીક્ષિતના ઘરે MD ડ્રગ્સ અને ચરસ મળ્યું હતું. એક્ટર એઝાઝ ખાનની પૂછપરછને આધારે ગૌરવની ધરપકડ થઈ છે. એઝાઝ ખાનને 31 માર્ચના રોજ મુંબઈ એરપોર્ટ પરથી પકડ્યો હતો.

તેની સાથે પૂછપરછ પછીથી NCB સતત મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડવાના શરુ કર્યા. તેમાં ગૌરવના ઘર ઉપરાંત અંધેરી અને લોખંડવાલાની ઘણી જગ્યા સામેલ છે. ડ્રગ્સની દાણચોરી કરનારા શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન એઝાઝ ખાન નામ ખબર પડી. પહેલાં શાદાબની ધરપકડ થઈ, એ પછી NCBએ એઝાઝની પૂછપરછ કરી અને તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું.

રેડ પછી ગૌરવ છૂમંતર થઈ ગયો હતો
5 મહિના પહેલાંની રેડ પછી ગૌરવ ગાયબ રહેતો હતો. તે એક વિદેશી મહિલાની સાથે રહેતો હતો. તે મહિલા પણ ગાયબ હતી. NCBની ટીમને ગૌરવના ઘરમાંથી એક લેપટોપ અને ડ્રગ્સ મળ્યું હતું. ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ગૌરવ દીક્ષિતની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, જે સપ્લાયરે એઝાઝ ખાનનું નામ આપ્યું હતું તેણે જ ગૌરવ દીક્ષિતનું પણ નામ આપ્યું હતું. થોડા મહિના પહેલાં NCBની ટીમ દરોડા માટે ગઈ ત્યારે ગૌરવ દીક્ષિત અને તેની ડચ ગર્લફ્રેન્ડ બિલ્ડિંગની નીચે હતા. ટીમને જોઇને બંને ભાગી ગયા હતા, પણ તેમના ઘરેથી ડ્રગ્સ મળ્યું હતું.

ગૌરવનો બોલિવૂડ સફર
ડ્રગ્સ કેસમાં ફસાયેલો એક્ટર ગૌરવ દીક્ષિત ભોપાલનો રહેવાસી છે અને તેણે BE પાવર ઈલેક્ટ્રોનિક્સ કર્યું છે. એન્જિનિયરિંગ કર્યા પછી ગૌરવે નોકરી કરવાને બદલે મુંબઈ આવવાનું પસંદ કર્યું. વર્ષ 2006-2007માં ટીવીની પોપ્યુલર સિરિયલ ‘મોહલ્લા મોહલ્લા વાલા’માં કામ કર્યું. તેણે બોલિવૂડ ફિલ્મ જેમ કે ‘ફન કેન બી ડેન્જરસ’,‘બોબી લવ એન્ડ લસ્ટ’,‘ડાયરી ઓફ બટરફ્લાય’,‘ધ મેજિક ઓફ સિનેમા’,‘બુલેટ રાજા’ અને ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’માં કામ કર્યું હતું. ગૌરવે ‘સીતા ઔર ગીતા’ સિરિયલમાં પણ એક્ટિંગ કરી હતી. આ શોમાં તેનું ‘રાકા’નું કેરેક્ટર ઘણું ફેમસ થયું હતું.